ETV Bharat / city

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર - gandhinagar municipal corporation election date

રાજ્ય ચૂંટણી પંચે શુક્રવારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરી છે, જે મુજબ 27 માર્ચે ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 1 એપ્રિલ રહેશે. આ સાથે જ ઉમેદવારીપત્રોની ચકાસણી માટેની છેલ્લી તારીખ 3 એપ્રિલ રહેશે. ઉમેદવારોને 5 એપ્રિલ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકશે. ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત મતદાન 18 એપ્રિલ રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જો જરૂર જણાય તો 19 19 એપ્રિલે પુનઃ મતદાન થશે. જ્યારે 20 એપ્રિલે મત ગણતરી થશે. 21 એપ્રિલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયેલી જાહેર કરાશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર
author img

By

Published : Mar 19, 2021, 7:16 PM IST

  • કોરોના કાળમાં યોજાશે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી
  • રાજ્ય ચૂંટણી પંચે શુક્રવારે મહાનગરપાલિકાની ચૂંટણી કરી જાહેર
  • 18 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે
  • શુક્રવારથી તમામ રાજકીય પાર્ટીઓ માટે આચારસંહિતા લાગુ કરાઈ

આ પણ વાંચોઃ મમતા વિરુદ્ધ શુભેન્દુ વિરુદ્ધ મિનાક્ષી – નંદીગ્રામની 70-30 ફોર્મ્યુલા

ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણી પંચે શુક્રવારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે, જે મુજબ શાસકો મતદારોને અસર કરે તેવી કોઈ પણ જાહેરાત અને વચન આપી શકશે નહીં, જેમાં કોઈ પણ પ્રકારની નાણાકીય ગ્રાન્ટ જાહેર કરી શકાશે નહીં. સરકારી તેમજ જાહેર સેવાઓમાં નિમણૂક આપી શકાય નહીં. ચૂંટણી સંબંધિત અધિકારીઓ કર્મચારીઓની રજા મંજૂર કરી શકાય નહીં તેમજ બદલી કરી શકાય નહીં જેવી બાબતોનો સમાવેશ થાય છે.

કોરોના કાળમાં યોજાશે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં સત્તા જાળવવી કઠિન પરંતુ તેમને જીતથી રાષ્ટ્રીય ભૂમિકા મળી શકે

ગાંધીનગર મહાનગરપાલિકામાં 2,82,988 મતદારો છે

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ 11 વોર્ડ અને દરેક વોર્ડ દીઠ 4 બેઠક લેખે 44 બેઠકો છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ફુલ 2,82,988 મતદારો છે. 284 મતદાનમથકો પર ચૂંટણીનું આયોજન થશે, જેમાં 69 મતદાનમથકો સંવેદનશીલ છે. જ્યારે 34 મતદાનમથકો અતિસંવેદનશીલ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 5 ચૂંટણી અધિકારી નક્કી કરાયા છે. જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારીઓ પણ 5 રહેશે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં 1,575 કર્મચારી ફરજ બજાવશે. આ સાથે જ 452 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે. કુલ મતદારોમાં 1,45,694 પુરૂષ મતદારો 1,37,285 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

કોરોના કાળમાં ચૂંટણીઓ અંગેની તૈયારીઓ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત અંગે પણ નાગરિકોમાં રોષ જોવા મળે છે. કોરોનાને ધ્યાનમાં લઈને ચૂંટણી ફરજ પરના સ્ટાફને સ્વૈચ્છિક રીતે કોરોનાની રસી અગત્યના ધોરણે આપવામાં આવશે. કોરોના સંક્રમણને રોકવા માટે મતદાનમથક માસ્ક, સેનિટાઈઝર, થર્મલ ગન, મતદારો માટે હાથ મોજાં અને મતદાનમથકના કર્મચારીઓ માટે PPE કિટ આપવામાં આવશે. કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ PPE કિટ પહેરીને મતદાન કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.