ETV Bharat / city

ગાંધીનગરના આધેડને ફેસબુક ફ્રેન્ડશિપ મોંઘી પડી, જાણો કેવી રીતે લાગ્યો 50 લાખનો ચુનો... - પોલીસ સ્ટેશન

ગાંધીનગરઃ ફેસબૂક પર ફ્રેન્ડ બનેલી વિદેશી યુવતીની વાતોમાં આ‌વીને પૈસા કમાવવાની લાલચમાં સેક્ટર-26ના રહીશે 50.68 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ઠગ ટોળકીની વાતોમાં આવી ગયેલા રહીશે 10 હજારના ભાવે મળતા મોન્ગોન્ગો વાઈલ્ડ નટ્સ સિડ્સનું એક પેકેટ 1.90 લાખમાં લીધું હતું. આવા 35 પેકેટ લેતા તેમને કુલ 50,68,425 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.

gandhinagar man cheated by Foreign facebook friend
ફેસબુક ફ્રેન્ડ બનેલી વિદેશી યુવતીની વાતોમાં આવી ગાંધીનગરના આધેડે 50 લાખ ગુમાવ્યા
author img

By

Published : Jan 18, 2020, 7:49 AM IST

મૂળ ઉત્તરપ્રદેશના અને સેક્ટર-26 સુર્યનારાયણ સોસાયટીમાં રહેતાં વિજયપ્રકાશ રમાશંકર શુક્લ (42 વર્ષ) સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઠગ ટોળકીએ ફરિયાદીએ ખરીદેલા પેકેટ અઢી ગણા ભાવે વેંચી આપવાની લાલચ આપી હતી. જો કે, પૈસા મળતા જ તેઓએ સંપર્ક તોડી નાખ્યો હતો. ફરિયાદી સેક્ટર-28 જીઆઈડીસી ખાતે કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન લીમીટેડ કંપનીમાં ઓડિટર તરીકે નોકરી કરે છે.

મળતી માહિતી પ્રમાણે, ડિસેમ્બર-2018માં ફરિયાદીના ફેસબુક પર એમીલી જોન્સન નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે ફરિયાદીએ સ્વીકારતા facebook પર વાતચીત શરૂ થઈ હતી. એમીલીએ પોતે યુકે ખાતે સ્પેશિયાલીસ્ટ હેલ્થકેર ફાર્મા કંપનીમાં પર્ચેજ મેનેજર હોવાનું કહ્યું હતું. તેણે ભાગીદારીમાં મોન્ગોન્ગો વાઈલ્ડ નટ્સ ઓછા ભાવી ખરીદી પોતાની જ કંપનીમાં ઊંચા ભાવે વેચવાની લાચચ આપી હતી. યુવતીએ ફરિયાદીને બજારમાંથી 1.90 લાખમાં ખરીદેલું નટ્સનું પેકેટ 4.55 લાખ વેચવાનું કહ્યું હતું. જેથી તેના કહેવાથી ફરિયાદીએ કંપનીના મેઈલ પર કોટેસન મોકલાવ્યું હતું.

કોટેસન મોકલતા જ કંપનીના ડિરેક્ટર મીસ્ટર ડેવીડ ટામ નામથી કોટેસન સ્વીકારતો મેઈલ આવ્યો હતો. જે બાદ યુવતીએ આપેલા નંબર પર ફરિયાદીએ ફોન કરતાં સંદીપ હુડા નામથી શખ્સે 400 ગ્રામના સિડ્સનું પેકેટ 1.90ના ભાવે આપવાની વાત કરી હતી. જેથી શરૂઆતમાં ફરિયાદીએ થોડા પેકેટ લીધા હતા. ફાર્મા કંપનીમાં સેમ્પલ પાસ કર્યા બાદ ઓર્ડર આપવાની વાત કરીને ફરિયાદીને બેંગાલુરુ બોલાવ્યાં હતાં. જ્યાં મેક્સ જેસી હુગો નામનો નાઈજીરીયન સેમ્પલના બે પેકેટ લઈ ગયો હતો. સાંજે ફરિયાદીને ફોન કરીને સેમ્પલ યોગ્ય હોવાનું કહીંને 25 પેકેટનો ઓર્ડર આપ્યો હતો. 25 પેકેટ ખરીદી ફરિયાદીએ કંપનીનો સંપર્ક કરતાં 35 પેકેટ તૈયાર રાખવાનું કહ્યું હતું. ફરિયાદીએ 35 પેકેટ લઈને કંપનીનો સંપર્ક કરતાં 45 પેકેટ આપવાની વાત કરતા તેને શંકા ગઈ હતી.

જેથી તપાસ કરતા પોતે 1.90 લાખમાં લીધેલું પેકેટ ખરેખર 10 હજારમાં મળતું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેઓએ સંદીપ હુડાને પેકેટ પરત લઈ લેવાનું કહેતાં તમામ લોકોએ સંપર્ક બંધ કરી દીધો હતો. આ કેસમાં સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદીનો કરનાર એમીલી જોન્સન, સંદીપ હુડા, ડેવીટ ટામ, મેક્સી જેસી હુગો તથા જે-જે ખાતામાં તેઓએ પૈસા ભર્યા છે તે ડી. પી. એન્ટરપ્રાઈઝ, પ્રિયંકા ટ્રેડર્સ કંપની, સુખઈ ભારદ્વાજ, શ્રી એન્ટરપ્રાઈઝ, મુકેશ સેન, લોકેન્દ્રસિંહ સતાવત, શર્મા એન્ટરપ્રાઈઝ, એક્ટ એન્ટરપ્રાઈઝ, મનીષ જૈન સામે છેતરપિંડી તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

Intro:હેડલાઈન) ફેસબુક ફ્રેન્ડ બનેલી વિદેશી યુવતીની વાતોમાં આવી પાટનગરનાં યુવાને અડધો કરોડ ગુમાવ્યા

ગાંધીનગર,

ફેસબૂક પર ફ્રેન્ડ બનેલી વિદેશી યુવતીની વાતોમાં આ‌વીને પૈસા કમાવવાની લાલચમાં સેક્ટર-26ના રહીશે 50.68 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ઠગ ટોળકીની વાતોમાં આવી ગયેલા રહીશે 10 હજારના ભાવે મળતા મોન્ગોન્ગો વાઈલ્ડ નટ્સ સીડ્સનું એક પેકેટ 1.90 લાખમાં લીધું હતું. આવા 35 પેકેટ લેતા તેમને કુલ 50,68,425 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. Body:આ અંગે મૂળ ઉત્તરપ્રદેશના અને સેક્ટર-26 સુર્યનારાયણ સોસાયટીમાં રહેતાં વિજયપ્રકાશ રમાશંકર શુક્લ (42 વર્ષ) સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઠગ ટોળકીએ ફરિયાદીએ ખરીદેલા પેકેટ અઢી ગણા ભાવે વેંચી આપવાની લાલચ આપી હતી. જોકે, પૈસા મળતા જ તેઓએ સંપર્ક તોડી નાખ્યો હતો. ફરિયાદી સેક્ટર-28 જીઆઈડીસી ખાતે કલ્પતરૂ પાવર ટ્રાન્સમીશન લીમી. કંપનીમાં ઓડીટર તરીકે નોકરી કરે છે. Conclusion:મળતી માહિતી પ્રમાણે ડિસેમ્બર-2018માં ફરિયાદીના ફેસબુક પર એમીલી જોન્સન નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે ફરિયાદીએ સ્વિકારતાં FB પર વાતચીત શરૂ થઈ હતી. એમીલીએ પોતે યુકે ખાતે સ્પેશિયાલીસ્ટ હેલ્થકેર ફાર્મા કંપનીમાં પર્ચેજ મેનેજર હોવાનું કહ્યું હતું. તેણે ભાગીદારીમાં મોન્ગોન્ગો વાઈલ્ડ નટ્સ ઓછા ભાવી ખરીદી પોતાની જ કંપનીમાં ઊંચા ભાવે વેચવાની લાચચ આપી હતી. યુવતીએ ફરિયાદીને બજારમાંથી 1.90 લાખમાં ખરીદેલું નટ્સનું પેકેટ 4.55 લાખ વેચવાનું કહ્યું હતું. જેથી તેના કહેવાથી ફરિયાદીએ કંપનીના મેઈલ પર કોટેસન મોકલાવ્યું હતું.

કોટેસન મોકલતા જ કંપનીના ડિરેક્ટર મીસ્ટર ડેવીડ ટામ નામથી કોટેસન સ્વીકારતો મેઈલ આવ્યો હતો. જે બાદ યુવતીએ આપેલા નંબર પર ફરિયાદીએ ફોન કરતાં સંદીપ હુડા નામથી શખ્સે 400 ગ્રામના સીડ્સનું પેકેટ 1.90ના ભાવે આપવાની વાત કરી હતી. જેથી શરૂઆતમાં ફરિયાદીએ થોડા પેકેટ લીધા હતા.ફાર્મા કંપનીમાં સેમ્પલ પાસ કર્યા બાદ ઓર્ડર આપવાની વાત કરીને ફરિયાદીને બેંગાલુરુ બોલાવ્યા હતા. જ્યાં મેક્સ જેસી હુગો નામનો નાઈજીરીયન સેમ્પલના બે પેકેટ લઈ ગયો હતો. સાંજે ફરિયાદીને ફોન કરીને સેમ્પલ યોગ્ય હોવાનું કહીંને 25 પેકેટનો ઓર્ડર આપ્યો હતો. 25 પેકેટ ખરીદી ફરિયાદીએ કંપનીનો સંપર્ક કરતાં 35 પેકેટ તૈયાર રાખવાનું કીધું હતું. ફરિયાદીએ 35 પેકેટ લઈને કંપનીનો સંપર્ક કરતાં 45 પેકેટ આપવાની વાત કરતાં તેમને શંકા ગઈ હતી.

જેથી તપાસ કરતાં પોતે 1.90 લાખમાં લીધેલું પેકેટ ખરેખર 10 હજારમાં મળતું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેઓએ સંદીપ હુડાને પેકેટ પરત લઈ લેવાનું કહેતાં તમામ લોકોએ સંપર્ક બંધ કરી દીધો હતો. આ કેસમાં સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદીનો કરનાર એમીલી જોન્સન, સંદીપ હુડા, ડેવીટ ટામ, મેક્સી જેસી હુગો તથા જે-જે ખાતામાં તેઓએ પૈસા ભર્યા છે તે ડી. પી. એન્ટરપ્રાઈઝ, પ્રિયંકા ટ્રેડર્સ કંપની, સુખઈ ભારદ્વાજ, શ્રી એન્ટરપ્રાઈઝ, મુકેશ સેન, લોકેન્દ્રસિંહ સતાવત, શર્મા એન્ટરપ્રાઈઝ, એક્ટ એન્ટરપ્રાઈઝ, મનીષ જૈન સામે છેતરપીંડી તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

પ્રતીકાત્મક તસ્વીર મુકવી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.