ETV Bharat / city

ગાંધીનગરઃ જિલ્લા મેલેરીયા ટીમનો સપાટો, 17 હોટલ માલિકને નોટિસ ફટકારી

વરસાદની મોસમ ચાલી રહી છે ત્યારે જિલ્લામાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જિલ્લાની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આજે દહેગામ, માણસા, કલોલ, ગાંધીનગર તાલુકામાં મેલેરિયાની ટીમ દ્વારા હોટલોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મચ્છરોના પોરા જોવા મળતાં 17 હોટલ માલિકોને નોટિસ ફટકારવામાં આવી હતી.

ગાંધીનગરઃ જિલ્લા મેલેરીયા ટીમનો સપાટો, 17 હોટલ માલિકને નોટિસ ફટકારી
જિલ્લા મેલેરીયા ટીમનો સપાટો
author img

By

Published : Aug 31, 2020, 10:24 PM IST

અમદાવાદઃ જિલ્લામાં કોરોના વાઇરસ કહેર મચાવ્યો છે ત્યારે મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી ન નીકળે તે માટે તંત્ર દ્વારા પરસેવો પાડવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ ઝૂંબેશ હેઠળ છેલ્લાં એક સપ્તાહથી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે બાંધકામ સાઈટ, દવાખાના, ઔદ્યોગિક વિસ્તારમા અધિકારીઓ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. જ્યારે આજે જિલ્લાની હોટલોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા ન મળે તે માટે દહેગામ કલોલ માણસા અને ગાંધીનગર તાલુકામાં અધિકારીઓએ રેઇડ કરી હતી. જેમાં ગાંધીનગર તાલુકાની 155 હોટલ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી. જેમાં 1245 સંભવિત મચ્છર ઉત્પત્તિસ્થાનો જોવા મળ્યાં હતાં. ગુજરાત જેમાંથી 212 જગ્યાએ મચ્છરના પોરાં મળી આવતાં સાત હોટલ માલિકોને નોટિસ ફટકારી હતી.

ગાંધીનગરઃ જિલ્લા મેલેરીયા ટીમનો સપાટો, 17 હોટલ માલિકને નોટિસ ફટકારી
ગાંધીનગરઃ જિલ્લા મેલેરીયા ટીમનો સપાટો, 17 હોટલ માલિકને નોટિસ ફટકારી
દહેગામ તાલુકાના 25 હોટલની તપાસવામાં આવતાં 118 જગ્યાએ મચ્છર ઉત્પત્તિ કેન્દ્રની તપાસ કરાઇ હતી. જેમાં 28 જગ્યાએ પોરાં જોવા મળ્યાં હતાં. જ્યારે એક હોટલ માલિકને નોટિસ ફટકારી હતી. કલોલ તાલુકાના 106 હોટલ રેસ્ટોરન્ટ અને ઢાબાની તપાસ કરાઇ હતી. જેમાં 749 મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 80 જગ્યાએ મચ્છરના પોરાં જોવા મળ્યાં હતાં. જ્યારે 9 માલિકોને નોટિસ ફટકારી હતી. બીજી તરફ માણસા તાલુકાના 74 હોટલ રેસ્ટોરન્ટ ઢાબાની તપાસ કરાઇ હતી. જેમાંથી 614 મચ્છર ઉત્પત્તિ કેન્દ્રની તપાસ કરી હતી, જ્યારે 48 જગ્યાએ મચ્છરના પોરાં જોવા મળ્યાં હતાં.
ગાંધીનગર જિલ્લા મેલેરીયા ટીમનો સપાટો 17 હોટલ માલિકને નોટિસ ફટકારી
એક જ દિવસમાં એન્ટીલારવા તથા સર્વેલન્સની કામગીરીમાં 400 હોટલ રેસ્ટોરન્ટ અને ઢાબામા સ્થળ તપાસ કરાઇ હતી. જેમાંથી 368 જગ્યાએ મચ્છરના પોરાં જોવા મળ્યાં હતાં. જ્યા કામગીરી દરમિયાન સમગ્ર જિલ્લામાં 17 લોકોને નોટિસ ફટકારી હતી. જ્યારે 396 હોટલ રેસ્ટોરન્ટ અને ઢાબાના માલિકોને તાલીમ આપવામાં આવી હતી. જેનાથી મચ્છરોના લારવા મોટી સંખ્યામાં જોવા ન મળે અને ઉત્પન્ન ન થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.