ETV Bharat / city

ગાંધીનગર ડેપોની 1 વર્ષમાં 10 કરોડ રૂપિયા આવક ઘટી - કોરોના ઈફેક્ટ

ગાંધીનગર ડેપોમાં કોરોનાના કારણે છેલ્લા એક વર્ષમાં ગયા વર્ષની સરખામણીએ 10 કરોડ રૂપિયાની આવકમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે કોરોના મહામારી પહેલા બસ ડેપોની આવક 19 કરોડ રૂપિયા હતી.

કોરોનાની અસર ગાંધીનગર ડેપો પર પડી
કોરોનાની અસર ગાંધીનગર ડેપો પર પડી
author img

By

Published : Apr 10, 2021, 8:15 PM IST

  • પ્રવાસીઓ ઓછા મળતા આવક ઘટી
  • કોરોનાની અસર ગાંધીનગર ડેપો પર પડી
  • કોવિડ પહેલા એક વર્ષની આવક 19 કરોડ રૂપિયા હતી

ગાંધીનગર: કોરોનાને એક વર્ષથી વધુ સમય વિત્યો છે, ત્યારે તેની અસર ગાંધીનગર ડેપો અને બસોમાં સફર કરી રહેલા પ્રવાસીઓ પર પણ પડી છે. કેમ કે છેલ્લા એક વર્ષમાં ગાંધીનગર ડેપોની જો વાત કરવામાં આવે તો ત્યાં દસ કરોડ રૂપિયાની આવકમાં ઘટાડો થયો છે. જોકે એ કોવિડ પહેલા એક વર્ષની આવક 19 કરોડ રૂપિયા હતી. જેમાં પ્રવાસીઓ ઓછા મળતા હતા તેમજ લોકડાઉન વગેરેના કારણે ગાંધીનગર ડેપોની આવકમાં મોટો ધરખમ ઘટાડો થયો છે.

કોવિડ પહેલા એક વર્ષની આવક 19 કરોડ રૂપિયા હતી

આ પણ વાંચો: કોરોનાની અસર: ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

19 કરોડ રૂપિયા આવક હતી, આ પહેલા 8થી 9 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા

60 ટકાથી વધારે પ્રવાસીમાં ઘટાડો થયો છે. કોરોના પહેલા ગાંધીનગર ડેપોની બસોમાં પ્રવાસીની સંખ્યા 8થી લઈને 9 લાખ રહેતી હતી. જ્યારે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો કોરોનાના એક વર્ષમાં 3થી 4 લાખ જેટલા પ્રવાસીઓએ ડેપોની બસોમાં પ્રવાસ કર્યો છે. જેને કારણે 60 ટકાથી વધુ ઘટાડો પ્રવાસીમાં જોવા મળ્યો છે. જોકે તેની સરખામણીએ ડીઝલ પણ 8 કરોડ રૂપિયા જેટલું ઓછું બળ્યું છે.

અત્યારે 100ની જગ્યાએ 70 બસો દોડાવવામાં આવી રહી છે

ગાંધીનગર ડેપોમાં અત્યારની પરિસ્થિતિમાં સવારના 6થી રાત્રીના 8 દરમિયાન જુદા-જુદા રૂટ પર બસો દોડાવવામાં આવી રહી છે. પેસેન્જરો ઓછા મળવાના કારણે અત્યારે 100ની જગ્યાએ 70 બસો દોડાવવામાં આવી રહી છે. જોકે આ પહેલા સો જેટલી બસો પ્રવાસીઓ માટે જુદા-જુદા નક્કી કરાયેલા રૂટ પર દોડતી હતી. અત્યારે પણ બસોમાં પ્રવાસીની બહુ ઓછી સંખ્યા જોવા મળી રહી છે.

આ પણ વાંચો: દાંતીવાડા તાલુકામાં બસ સ્ટેન્ડ ન હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી

સિટી ઓપરેશનના કારણે ઘણી ઇફેક્ટ આ ડેપો પર પડી

ગાંધીનગર ડેપો મેનેજર કીર્તન પટેલે કહ્યું હતું કે, સિટી ઓપરેશનની જવાબદારીના કારણે ગાંધીનગર ડેપો પર ભારે અસર પડી છે. આ રૂટની અંદર અત્યારે પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે, પરંતુ તેના કારણે પ્રવાસીની સંખ્યામાં એક વર્ષમાં ઘટાડો થયો હોવાથી ગયા વર્ષ કરતાં 9 કરોડ રૂપિયાની આવક ઓછી થઈ છે. આ ઉપરાંત અમે બસોમાં પ્રવાસ કરનારા લોકોને માસ્ક પહેરવાનો તેમજ સેનિટાઈઝ વગેરેનો ઉપયોગ કરવા માટે અપીલ કરીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.