ETV Bharat / city

Gandhinagar Defence Expo 2022 : ડિફેન્સ એક્સપોમાં રશિયા અને યુક્રેન ભાગ લેશે ?

ડિફેન્સ એક્સપોનું બારમું સંસ્કરણ ગાંધીનગર ખાતે 10 થી 14 ફેબ્રુઆરીના દરમિયાન (Gandhinagar Defence Expo 2022) યોજાવા જઇ રહ્યું છે. ત્યારે તેમાં યુક્રેન અને રશિયા ભાગ લેશે કે નહીં તે જાણવા ક્લિક કરો.

Gandhinagar Defense Expo 2022 : ડિફેન્સ એક્સપોમાં રશિયા અને યુક્રેન ભાગ લેશે ?

author img

By

Published : Feb 28, 2022, 7:17 PM IST

Updated : Feb 28, 2022, 8:21 PM IST

અમદાવાદઃ ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષ દેશમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવે છે. તે જ ઉપલક્ષમાં ડિફેન્સ એક્સપોનું (Gandhinagar Defence Expo 2022) બારમું સંસ્કરણ ગાંધીનગર ખાતે 10 થી 14 ફેબ્રુઆરીના દરમિયાન યોજાવા જઇ રહ્યું છે. અગાઉ લખનૌ ખાતે ડિફેન્સ એક્સપો યોજાયો હતો.

હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર-સરંજામ લાવવાનો પણ શરૂ થઇ ચૂક્યો છે

ડિફેન્સ એક્સપોની તડામાર તૈયારી

ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ, મહાત્મા મંદિર અને અમદાવાદના રિવરફ્રન્ટને ડિફેન્સ એક્સપો (Gandhinagar Defence Expo 2022)માટે પસંદ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં તેની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરની મોટાભાગની ફાઈવસ્ટાર હોટલ બુક થઈ ચૂકી છે. હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર-સરંજામ લાવવાનો પણ શરૂ થઇ ચૂક્યો છે. વિશ્વના દેશોના પ્રતિનિધિઓને ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા આમંત્રણ અપાયું છે.

રશિયા અને યુક્રેન ભાગ ન લે તેવી શકયતા

રશિયા અને યુક્રેન વચ્ચે અત્યારે યુદ્ધ (Russian invasion of Ukraine) ચાલી રહ્યું છે. ડિફેન્સ એક્સપોમાં આ બંને દેશોના પ્રતિનિધિઓએ પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા બંને દેશોના પ્રતિનિધિ ડિફેન્સ એક્સપોમાં નહીં આવે (Russia and Ukraine participate in Defence Expo) તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે.

મેક ઇન ઇન્ડિયાને પ્રમોશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તા પર આવ્યા બાદ મેક ઇન ઇન્ડિયાને પ્રમોશન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ડિફેન્સ ક્ષેત્રમાં પણ યુદ્ધના શસ્ત્ર સરંજામ ભારતમાં જ બને અને તેને વિવિધ દેશોમાં એક્સપોર્ટ થાય તેવી પોલીસી બનાવવા કેન્દ્ર સરકાર પ્રયત્ન કરી રહી છે. આ ડિફેન્સ એક્સપોમાં (Gandhinagar Defence Expo 2022)ભારતમાં બનેલા શસ્ત્ર-સરંજામનું પ્રદર્શન કરવામાં આવશે. વિશ્વની ટોચની ડિફેન્સ પ્રોડક્ટ ઉત્પાદક કંપનીઓ તેમાં ભાગ લેશે. તેમજ બીજા દેશોના પ્રતિનિધિઓ પણ એકબીજા સાથે મિટિંગ કરશે.

આ પણ વાંચોઃ Defense Expo 2022: 10થી 13 માર્ચ સુધી ગાંધીનગર ખાતે યોજાશે ડિફેન્સ એક્સપો, PM મોદી કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન

વૈશ્વિક પરિસ્થિતિ સાનુકૂળ રહેશે (PM Modi will inaugurate the Defence Expo) તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન (Gandhinagar Defence Expo 2022)કરશે. ડિફેન્સ એક્સપોની તૈયારીઓને તપાસવા જનરલ નરવણે પણ અમદાવાદ તેમજ ગાંધીનગર આવી ગયા છે. ડિફેન્સ એક્સપોમાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. તેની સુરક્ષાની જવાબદારી ગાંધીનગર પોલીસની છે.

આ પણ વાંચોઃ ડિફેન્સ એક્સપો 2020ઃ હેવી વેઈટ ટોર્પેડો વરૂણાસ્ત્ર આકર્ષણનું કેન્દ્ર

Last Updated : Feb 28, 2022, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.