- મોકૂફ રહેલી ચૂંટણી હવે સપ્ટેમ્બર માસમાં યોજવાની તૈયારીઓ
- એપ્રિલ માસમાં યોજવાની હતી ચૂંટણી
- રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી રખાઈ હતી મોકૂફ
- રાજ્યમાં એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેરને જોતાં ચૂંટણી રહી હતી મોકૂફ
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં એપ્રિલ અને મે માસમાં કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો એક દિવસમાં 14,000 જેટલા પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં હતાં ત્યારે એપ્રિલ માસની 17 તારીખે યોજાનારી ગાંધીનગર મ્યુ.કોર્પોરેશનની ચૂંટણી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવી હતી. જે હવે ગાંધીનગર અને રાજ્યમાં સતત કેસ ઓછા નોંધવાને કારણે સપ્ટેમ્બર માસમાં ફરી ચૂંટણી યોજાઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
એપ્રિલ માસમાં યોજવાની હતી ચૂંટણી
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પણ જે રીતે રાજ્યના કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાયા અને બીજી લહેર અતિ તીવ્ર બનતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચૂંટણી આયોગને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે આયોગ દ્વારા ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ ગાંધીનગર કોર્પોરેશનમાં આપ પાર્ટી તમામ વૉર્ડમાં ઉમેદવારો ઉભા રાખશે, પૂર્વ શહેર કોંગ્રેસ આપમાં જોડાયા
ગાંધીનગર કોર્પોરેશનમાં છેલ્લા 10 દિવસના નોંધાયેલ પોઝિટિવ કેસની વિગતો
15 જૂન 7
16 જૂન 4
17 જૂન 1
18 જૂન 2
19 જૂન 2
20 જૂન 0
21 જૂન 1
22 જૂન 2
23 જૂન 2
24 જૂન 1
25 જૂન 1
તો આ રીતે છેલ્લાં 10 દિવસમાં ગાંધીનગર કોરોપોરેશનમાં 23 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ ગાંધીનગર કોર્પોરેશનમાં સતત કેસ ઘટવાને કારણે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સપ્ટેમ્બર માસમાં ફરીથી ચૂંટણી યોજવાની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે.
કોર્પોરેશનમાં 70 ટકાથી વધુ વેક્સીનેશન
કોરોનાથી બચવા માટે વેકસીનેશન ખૂબ જ મહત્વનું છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 70 ટકાથી વધુ લોકોએ વેકસીન લઈ લીધી હોવાની માહિતી સામે આવી છે. બીજી બાજુ જોઈએ તો સંક્રમણને અટકાવવા માટે વેકસીન મહત્વની છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 70 ટકા જનતાએ વેકસીન લીધી હોવાને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સપ્ટેમ્બર માસમાં યોજાઈ શકે તેવી શક્યતાઓ છે.
જ્યાંથી ચૂંટણી મોકૂફ થઈ ત્યાંથી જ શરૂઆત થશે.
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના મતદાનના માત્ર ગણતરીના દિવસો પહેલાં જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ કરવામાં આવી હતી. ત્યારે હવેે જ્યારે પણ ચૂંટણીની જાહેરાત થશે ત્યારે બાકી રહેલા દિવસો જ ફરીથી રાજકીય પક્ષોને તૈયારીઓ કરવા માટેનો સમય ફાળવવામાં આવશે.
આ પણ વાંચોઃ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી : 2 AAPના સહિત કુલ 8 ફોર્મ પરત ખેંચાયા