ETV Bharat / city

ગાંધીનગર મહાસંગ્રામ : આપ પાર્ટીએ મેનિફેસ્ટો કર્યો જાહેર, કેવા આપ્યાં વચનો?

ગાંધીનગર કોર્પોરેશન માટે આગામી માસમાં મતદાન યોજાવાનું છે. રાજ્યનું પાટનગર હોવાથી અહીંના કોર્પોરેશનમાં સત્તા હોવી રાજકીય પક્ષો માટે મોભાની વાત બની જતી હોય છે. હાલમાં ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આમ આદમી પાર્ટી દ્વારા પોતાનો ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરી દેવાયો છે. જેમાં જનતાને કયા વચન આપ્યાં છે તે જોઇએ.

ગાંધીનગર મહાસંગ્રામ : આપ પાર્ટીએ મેનિફેસ્ટો કર્યો જાહેર,  કેવા આપ્યાં વચનો?
ગાંધીનગર મહાસંગ્રામ : આપ પાર્ટીએ મેનિફેસ્ટો કર્યો જાહેર, કેવા આપ્યાં વચનો?
author img

By

Published : Sep 25, 2021, 9:50 PM IST

  • ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે રાજકીય પક્ષોની ગતિવિધિ તેજ
  • 3 ઓક્ટોબરના રોજ યોજાવાની છે ચૂંટણી
  • આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામશે ત્રિકોણીયો જંગ
  • આપ પાર્ટીએ જાહેર કર્યો મેનિફેસ્ટો

    ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 3 ઓક્ટોબરના રોજ યોજાનારી છે જેને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જામશે. આજે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરના રહેવાસીઓને જો આમ આદમી પાર્ટી સત્તા પર આવશે તો શું કરશે તેના મહત્વના કામો બાબતની જાણકારી આપી હતી.આમ આદમી પાર્ટીએ ગેરેન્ટી કાર્ડ ઇસ્યુ કર્યું હતું.
    આમ આદમી પાર્ટી દ્વારા પોતાનો ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરી દેવાયો

આપ પક્ષ કોર્પોરેશનમાં સત્તામાં આવશે તો 7 કામોને આપવામાં આવશે મહત્વ

1. શહેરની તમામ સરકારી શાળાઓનું નવીનીકરણ થશે

2. અંગ્રેજી મીડીયમની 10 નવી સરકારી શાળાઓ શરૂ કરવામાં આવશે

3. મિલકતવેરામાં 50 ટકા છૂટ, નવા ગ્રામ્ય વિસ્તાર કે જે કોર્પોરેશનમાં સમાવાયાં છે, ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી કોઈ વેરો નહીં

4. સરકારી દવાખાનાની સંખ્યા વધારવામાં આવશે, સિનિયર સીટીઝનને 60 દિવસે મેડિકલ ચેક અપ, સરકારી હોસ્પિટલમાં તમામ આધુનિક સુવિધાઓ

5. AC સિટી બસ, મહિલાઓ, વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પ્રવાસની વ્યવસ્થા અને બસમાં સીસીટીવી સર્વેલન્સ

6. મહિલા સ્પોર્ટ્સ એકેડેમી, ક્રિકેટ એકેડેમી બનાવવામાં આવશે

7. જન્મમરણ દાખલા માટે હોમ ડિલિવરી, કોર્પોરેશનને લગતી તમામ ફરિયાદો માટે એક જ નંબર, સિવિક સેન્ટરમાં કોર્પોરેટરો હાજર રહે તેવી વ્યવસ્થા, કોર્પોરેશનની તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવાની આપી ગેરેન્ટી.

સત્તામાં આવશે તો 7 કામોને આપવામાં આવશે મહત્વ

ભાજપ પક્ષે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી પેજ પ્રમુખ સમિતિ મહાઅભિયાનમાં ભાજપના આઈટી સેલ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં તમામ કમિટીના પેજ પ્રમુખો અને એપ્લિકેશનના માધ્યમથી લોકોનો વોટ કઈ તરફ જશે તે બાબતની પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જ્યારે ભાજપ પર ચૂંટણી જીતવા માટે પણ ખાસ માઈક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. જેમાં દરેક વોર્ડમાં પ્રમાણે બેઠક જ્ઞાતિ સમીકરણના આધારે બેઠક અને મહાસંમેલનની પણ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે 1 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે..

કોંગ્રેસનો પણ જીતનો વિશ્વાસ

કોંગ્રેસની વાત કરવામાં આવે તો ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની જવાબદારી સી. જે. ચાવડાને આપવામાં આવી છે. સી. જે. ચાવડાએ etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હંમેશા કોંગ્રેસની જીત થઇ છે. પરંતુ અંતિમ સમયે ભાજપવાળા કાવાદાવાનો ઉપયોગ કરીને સામદામદંડભેદ નીતિનો ઉપયોગ કરીને જીતવામાં સફળ રહ્યાં છે. પરંતુ આ વર્ષે આવું નહીં થાય તે બાબતે પણ ચોક્કસ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોની મુશ્કેલી અને અન્ય મુદ્દાઓને લઈને કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે.

આ પણ વાંચોઃ રૂબરૂ: કોરોના મહામારી, કર્મચારીઓને ભથ્થું, સામાજિક મુદ્દા સાથે ચૂંટણી પ્રચાર પ્રસાર થશે: સી.જે. ચાવડા

આ પણ વાંચોઃ મ્યુનિસિપલ કમિશનર ગુપ્ત મિટિંગ યોજી બીજેપીનો પ્રચાર કરતા હોવાનો "આપ" અને કોંગ્રેસનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.