- રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નિવેદન
- વર્તમાન શિક્ષણ પદ્ધતિ અંગ્રેજોની પદ્ધતિ છે : રાજ્યપાલ
- દેશની પ્રાચીન પદ્ધતિ શ્રેષ્ઠ પદ્ધતિ હોવાનું નિવેદન
ગાંધીનગર : ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 વર્ષ પહેલાં ગાંધીનગરમાં ટીચર્સ યુનિવર્સિટી ( Teachers University )ની સ્થાપના કરી હતી. જેને આજે 11 વર્ષ પૂર્ણ થતા ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ( Swarnim Sankul Gandhinagar )ના સાબરમતી હોલ ખાતે 11 વર્ષની ઉજવણીનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત( Governor Acharya Devvrat )ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Education Minister Bhupendrasinh Chudasama ) અને ટીચર્સ યુનિવર્સિટીના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: Cabinet meeting : તમામ પ્રધાનોને 2 જિલ્લા પ્રવાસ કરવાની સૂચના
પ્રાચીન ભારતની શિક્ષણ પદ્ધતિ શ્રેષ્ઠ
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કાર્યક્રમ દરમિયાન પોતાના વ્યક્તવ્યમાં નિવેદન આપ્યું હતું કે, આજની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ આપણી નથી. આ તો અંગ્રેજોએ આપણને આપેલી શિક્ષણ પદ્ધતિ છે, જ્યારે પ્રાચીન સમયમાં દેશમાં જે શિક્ષણ પદ્ધતિ હતી તે જ શ્રેષ્ઠ પદ્ધતિ હતી. તે શિક્ષણ પદ્ધતિમાં બાળકોનો સંપૂર્ણ વિકાસ થતો હતો, બાળકોને અભ્યાસ કરાવતા ઋષિમુનિઓ પોતે રિસર્ચ સ્કોલર તરીકે ગણવામાં આવતો હતો. આમ આજની શિક્ષણ પદ્ધતિને રાજ્યપાલે અંગ્રેજોએ આપેલી શિક્ષણ પદ્ધતિ ગણાવી હતી.
આ પણ વાંચો: આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને મુખ્યપ્રધાનના હસ્તે ગણવેશ કરાશે વિતરણ
બાળક માતા પિતા કરતા શિક્ષકો પર વધુ વિશ્વાસ કરે છે
શિક્ષકોની વાત કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, મેં પણ મારી જિંદગીના 35 વર્ષ શિક્ષણ આપવા પાછળ ખર્ચ્યા છે. માતા-પિતા કરતા શિક્ષકો પર વિદ્યાર્થીઓ વધુ વિશ્વાસ કરે છે. માતા પિતા સામે શિક્ષકનું નીચું પડવા દેતા ન હોવાનું નિવેદન પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આપ્યું હતું.