ગાંધીનગર: સમગ્ર દેશમાં જુના વાહનો ઘટે અને નવા વાહનો આવે સાથે જ દેશના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટે તેને ધ્યાનમાં લઈને 13 ઓગસ્ટના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી સમગ્ર દેશમાં સ્ક્રેપ પોલિસીની જાહેરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન((Former State Chief Minister)) વિજય રૂપાણી અને કેન્દ્રીય પરિવહન પ્રધાન(Union Transport Minister) નિતિન ગડકરીએ કરી હતી. જેમાં 15 વર્ષ જૂના વાહનોનું કોમ્પ્યુટર ટેસ્ટિંગ(Computer testing of old vehicles) કર્યા બાદ જ તેઓને રોડ પર ચાલવાની પરમિશન આપવામાં આવશે અને જો વાહન ફીટ નહીં હોય તો તેવા વાહનો સ્ક્રેપમાં મોકલવાની પણ કેન્દ્ર સરકારે જાહેર કરી છે.
1 જૂનો ટ્રક અને 1 જૂની કાર 15 નવી કાર જેટલું પ્રદુષણ કરે છે - સમગ્ર દેશને પોલિસીની જાહેરાત વખતે કેન્દ્ર સરકારે એક ખાસ વિડિયો પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે એક જૂની ટ્રક બસ અથવા તો ટ્રેલર નવા 14જેટલા ટ્રક બસ અને ટ્રેલર જેટલું પ્રદૂષણ ફેલાવે છે જ્યારે એક જૂની ગાડી અથવા તો ટેક્સી 11 નવી ગાડી અને ટેક્સી જેટલું પ્રદૂષણ ફેલાવે છે. આમ જો આ પોલિસીનું અમલીકરણ થશે ત્યારે સમગ્ર દેશમાં વાહનોના કારણે થતાં ઉત્સર્જનમાં 15થી 20 ટકા ઘટાડો નોંધાશે. જ્યારે નવા વાહનોના ઉપયોગથી એકસીડન્ટની ઘટનામાં પણ ઘટાડો જોવા મળશે.
કઈ રીતે અમલ થશે પોલિસીનો - અમેરિકાની વાત કરવામાં આવે તો વાણિજ્યક વાહનોના વાહનનું રજીસ્ટ્રેશન ફિટનેસ સર્ટિફિકેટની(Vehicle Registration Fitness Certificate) માન્યતાઓ સાથે જોડાયેલું છે. વાણિજ્યિક વાહનો પ્રથમ આઠ વર્ષ સુધી દર બે વર્ષે અને ત્યારબાદ દર વર્ષે ફિટનેસ ટેસ્ટ માંથી પાસ થાય છે. જ્યારે ખાનગી વાહનોમાં પ્રથમ પંદર વર્ષની રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન આપવામાં આવે છે. 15 વર્ષ બાદ રજિસ્ટ્રેશનના નવીનીકરણ માટે માન્ય ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી છે. આવું નવીનીકરણ ફિટનેસ સર્ટિફિકેટ પાંચ વર્ષ માટે માન્ય(Vehicle Registration Fitness Certificate Validity) રહેશે. જ્યારે 1 એપ્રિલ 2013થી ભારે કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ પરીક્ષણ માત્ર સ્વયંસંચાલિત પરીક્ષણ સેન્ટર મારફત જ કરવાનું રહેશે અને કોમર્શિયલ વાહનોના અન્ય તમામ વર્ગોની સાથે ખાનગી વાહનો માટે સ્વચાલિત પરીક્ષણ સ્ટેશન(Automated testing station) મારફત ફિટનેસ પરીક્ષણ 1 જૂન 2024થી તબક્કાવાર ફરજિયાત કરવાનું રહેશે. આમ એક જૂન 2024 થી આ કાયદો અમલીકરણમાં આવશે.
રાજ્ય સરકારે કામગીરી શરૂ કરી - આ બાબતે રાજ્ય સરકારના વાહન વ્યવહાર પ્રધાન પૂણેશ મોદી અગાઉ પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોમર્શિયલ વાહનો માટેના પીપીપી ધોરણે ઓટોમેટેડ સેન્ટર માટેની અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં ગત મહિના સુધીમાં કુલ 137 જેટલી અરજીઓ રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે દ્વારા સ્ક્રેપ યુનિટના 3 જેટલા યુનિટના મંજૂરી પણ આપી દેવામાં આવી છે આમ ખેડા અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં સ્ક્રેપ માટેની તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે.
આ પણ વાંચો: વ્હીકલ સ્ક્રેપ યાર્ડથી સેકન્ડહેન્ડ માલ-સામાનના વેપારીઓ પડ્યા મૂંઝવણમાં...
ફિટનેસ ટેસ્ટ ફીમાં વધારો - જૂના વાહનોના રજીસ્ટ્રેશન અને ફિટનેસ ટેસ્ટ માટેનું આયોજન બાબતે કેન્દ્ર સરકારે જ પોલિસીમાં ઉલ્લેખ કર્યો છે. રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ અથવા તો રીન્યુઅલ કરવા માટે હાલનું ધોરણ છ સો રૂપિયા રાખવામાં આવ્યું છે. જે 15 વર્ષ બાદ રજિસ્ટ્રેશનના નવીનીકરણ માટે 5000 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે અત્યારે ઓટોમેટેડ પરીક્ષણ માટે 1000 હજાર રૂપિયા ફી અલગથી નક્કી કરવામાં આવી છે.
સ્ક્રેપના વાહનો આપ્યા બાદના વાહન માલિકોને ફાયદો - સરકારે જાહેર કરેલી નવી પોલિસીમાં વાહન માલિકોને જુના વાહન સ્ક્રેપ કરવા અંગે પ્રોત્સાહિત કરવા માટે આ નવી પોલિસીમાં પ્રોત્સાહક અને હતોત્સાહ પરિબળો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જૂના વાહનો સ્ક્રેપ વેલ્યુ દ્વારા નવા વાહનોની એક્સ શોરૂમ કિંમતના લગભગ 4થી 6 ટકા સુધી રાખવામાં આવશે આ ઉપરાંત મોટર વાહન પર છૂટછાટ આપવા રાજ્ય સરકાર માટે નિયમોનો મુસદ્દો જાહેર કરેલો છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ વાહનો પર 25 ટકા અને ટ્રાન્સપોર્ટ વાહનો પર 15 ટકાની કિંમત આપવામાં આવશે જ્યારે નવા વાહનની ખરીદી પર સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ સામે રજીસ્ટ્રેશન થઇ જતી કરવી તે પણ સૂચના આપવામાં આવી છે. આમ જે વાહન માલિકે પોતાની વાહન સ્ક્રેપ આ મોકલ્યું હશે. તેઓને નવું વાહન ખરીદી છે ત્યારે 5 ટકા જેટલું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
રાજ્યમાં 3,29,97,291 વાહનો સ્ક્રેપમાં જશે ?? - કેન્દ્ર સરકારની નવી આવી રહેલ સ્ક્રેપ પોલીસી પ્રમાણે 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપ માં મોકલવાની નિયમો કરાઈ રહ્યા છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી કુલ વર્ષ 2000થી વર્ષ 2005 સુધીમાં રજિસ્ટર થયેલા 3,29,97,291 વાહનો સ્ક્રેપ પોલીસી હેઠળ આવી જશે આ ઉપરાંત એવા અનેક વાહનો ગુજરાતના રસ્તા ઉપર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી રહ્યા છે. જેનું રજીસ્ટ્રેશન વર્ષ 1991થી 1999 વચ્ચે પણ થયું હોય તેવા વાહનો પણ હજી કાર્યરત છે. રાજ્યમાં પાંચ કરોડથી વધુ વાહનો સ્ક્રેપમાં જાય તેવી પણ સંભાવનાઓ નવી આવી રહેલી પોલિસીને આધીન લાગી રહી છે.
1 એપ્રિલ 2023થી થશે લાગુ - રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીએ જાહેરાત કરતા સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જે અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા કાર્યવાહી કરવાની હતી તે વખતે પણ કેન્દ્ર સરકારની જોગવાઈને ધ્યાનમાં લઇને રાજ્યમાં પીપીપી મોડલ આધારિત પોલીસી જાહેર કરવામાં આવી છે, જે મુજબ 1 એપ્રિલ 2023થી રાજ્યના કોમર્શિયલ વાહનોનું ટેસ્ટિંગ(Testing of commercial vehicles) પીપીપી ધોરણે કરવામાં આવશે અને આ બાબતે અત્યારથી પીપીપી ધોરણે સેન્ટરો ખોલવા માટે કુલ 144 જેટલી અરજીઓ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પ્રાપ્ત થઈ છે.
કઈ કંપનીએ કર્યા એમ.ઓ.યુ:
1. મહિન્દ્રા મોટર્સ
2. કટારીયા મોટર્સ
3. ટાટા મોટર્સ
4. મોર્ડન ઈન્ફ્રાસ્ટ્રક્ચર
એક સેન્ટર સ્થાપવા માટે 10 કરોડનો ખર્ચ - કેન્દ્ર સરકાર દ્વારા કોમર્શિયલ વાહનોજે ફિટનેસ સેન્ટર પીપીપી ધોરણે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં વાત કરવામાં આવે તો એક સેન્ટર સ્થાપવા માટે જમીન સહિત કુલ દસ કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેવી પણ શક્યતાઓ છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા જમીનની કિંમત અને મશીનરી કિંમત પર આધાર રાખે છે. તેમ છતાં પણ અંદાજે 4 કરોડથી વધારેનો ખર્ચ થઇ શકશે.
આ પણ વાંચો: ભાવનગર સહિત ગુજરાતના ભંગારીની ભાંગશે કમાણી ? વ્હીકલ સ્ક્રેપ યાર્ડની દેશના ભંગારી પર પડશે અસર ? જાણો
10,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ઓગસ્ટના પોતાના સંબોધનમાં જ પોલીસની દરમિયાન જણાવ્યું હતું કે આ પોલિસીના કારણે સમગ્ર દેશમાં આવનારા દિવસોમાં 10 હજાર કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ પણ આવશે. જેથી આવનારા દિવસોમાં આ પોલીસી થકી સમગ્ર 30 અને રાજ્યમાં નવી રોજગારીનું પણ સર્જન થશે. આ સાથે જ આવનારા 25 વર્ષ દેશ માટે મહત્વના છે. આ પોલીસી દેશના આત્મનિર્ભરની થીમ પર આધારિત હોવાનું નિવેદન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. જ્યારે આ પોલિસીના કારણે અમુક મટીરીયલ કે જે આપણે વિદેશી આયાત કરવું પડે છે. તે પણ બંધ થશે આમ કીમતી મેટલની રિકવરી જે ભારત દેશમાં નહિવત છે, પરંતુ વૈજ્ઞાનિક આધારિત વાહનોની થશે ત્યારે આવા મહત્વના મેટર પણ રિકવર કરી શકાશે.