ETV Bharat / city

હાર્દિકના ભાજપ આગમન અંગે નીતિન પટેલ નારાજ કે ખુશ, તેઓ શું બોલી ગયાં?

કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ 2 જૂને હવે ભાજપમાં (Hardik Patel to join BJP) જોડાશે. ત્યારે આ અંગે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન (Nitin Patel on Hardik Patel) આપ્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જે યુવાનોને સમાજની સેવા કરવી હોય તે લોકોનું ભાજપમાં સ્વાગત છે.

હાર્દિકના ભાજપ આગમન અંગે નીતિન પટેલ નારાજ કે ખુશ, તેઓ શું બોલી ગયા...

author img

By

Published : May 31, 2022, 3:33 PM IST

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને ભાજપમાં ભરતી મેળો શરૂ થશે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય શહેરો અને કૉંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Congress Former Leader Hardik Patel) 2 જૂને સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે અગાઉ ભૂતકાળમાં પાટીદાર આંદોલન સમયે અને કૉંગ્રેસમાં જ્યારે તેઓ કાર્યકારી અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય વિજય રૂપાણી હોય કે પછી નીતિન પટેલ હોય આ તમામ વિરુદ્ધ અનેક નિવેદનો આપ્યા છે. જોકે, હવે હાર્દિક પટેલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ (Hardik Patel to join BJP) રહ્યા છે ત્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું હતું.

નીતિન પટેલે અનેક મુદ્દે નિવેદન આપવાનું ટાળ્યું

નીતિન પટેલે અનેક મુદ્દે નિવેદન આપવાનું ટાળ્યું - આપને જણાવી દઈએ કે, હાર્દિક પટેલે પાટીદાર આંદોલન સમયે અને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ દરમિયાન સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા. જ્યારે વ્યક્તિગત રીતે નીતિન પટેલ પર પણ અનેક પ્રહાર કર્યા હતા. જ્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ જો નીતિન પટેલ કૉંગ્રેસ પક્ષમાં તેમના ધારાસભ્યો લઈને આવી જાય તો સરકાર બનાવી દેવાય તેવું હાર્દિક પટેલે (Congress Former Leader Hardik Patel)જાહેરમાં નિવેદન પણ આપ્યું હતું. ત્યારે આવા અનેક મુદ્દાઓ ઉપર અને હાર્દિક પટેલ અંગે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બોલવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચો- PM Modi in Shimla : પીએમ મોદીએ અહીં 21,000 કરોડથી વધુ માતબર રકમ કોને ફાળવી અને ભ્રષ્ટાચાર વિશે શું કહ્યું?

અગ્રણીઓ જોડાઈ રહ્યા છે ભાજપમાં - પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેના જવાબમાં ફક્ત એક જ પ્રત્યુત્તર આપ્યો હતો કે, કોઈ પણ વ્યક્તિને ભાજપના માધ્યમથી સમાજ સેવા કરવાનો ઉત્સાહ હોય તેને આવકારીએ છીએ. અત્યારે અલગ અલગ અગ્રણીઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને બીજા ભાજપના સિદ્ધાંતોથી જેમને સેવા કરવી હોય તે જોડાઈ શકે છે.

આ પણ વાંચો- આવું જ ચાલશે કૉંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવા તરસી જ જશેઃ કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ

ભાજપ વહેતી ગંગા છે, કોઈ પણ વ્યક્તિ પાપ ધોઈ શકે છે: નીતિન પટેલ - રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તરીકે સત્તામાં રહેલા નીતિન પટેલે ભૂતકાળમાં એવું નિવેદન આપ્યું હતું કે, ભાજપ વહેતી ગંગા છે અને કોઈ પણ વ્યક્તિ ભાજપમાં જોડાઈને પાપ ધોઈ શકે છે. જ્યારે સરકારે હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો ગુનો પણ દાખલ કર્યો હતો.ત્યારે ભાજપમાં જોડાયા બાદ રાજદ્રોહનો ગુનો માફ કરવામાં આવશે કે નહીં. તે બાબતે નીતિન પટેલે ફરીથી બોલવાનું (Nitin Patel on Hardik Patel) ટાળ્યું હતું. સાથે જ ફક્ત એક જ વાક્યમાં જવાબ આપ્યો હતો કે, જજો અને અન્ય કેસ મામલે અત્યારે કંઈ પણ કહેવું અઘરું છે.

2 જૂને કરશે કેસરિયા - ભાજપમાંથી મળતી માહિતી પ્રમાણે, 2 જૂને (ગુરુવારે) હાર્દિક પટેલ (Hardik Patel to join BJP) સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. આ જ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહે તેવી શક્યતા પણ છે. આમ, હાર્દિકના ભાજપમાં જોડાવાના કાર્યક્રમમાં ભાજપના ઉચ્ચ પદાધિકારીઓ રાજ્ય સરકારના પ્રધાનો અને કેન્દ્ર સરકારના અમુક પ્રધાનો પણ હાજર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.