ETV Bharat / city

સરકારે માગ સ્વીકારી છતાં માજી સૈનિકોનું આંદોલન યથાવત્

રાજ્યના માજી સૈનિકો પોતાની 14 માગને લઈને આજે ફરી ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. અહીં તેમણે ફરી આંદોલન કરવાની ચીમકી આપી હતી. જોકે, સરકારે ગણતરીની મિનીટોમાં જ તેમની માગણી સ્વીકારી લીધી હતી. તેમ છતાં માજી સૈનિકો પોતાનું આંદોલન યથાવત્ રાખશે અને તે શા માટે જૂઓ આ અહેવાલમાં. Former Army Officers Movement, Former Army Officers Demand, Government accepted the Former Army Officers demand.

સરકારે માગ સ્વીકારી છતાં માજી સૈનિકોનું આંદોલન યથાવત્
સરકારે માગ સ્વીકારી છતાં માજી સૈનિકોનું આંદોલન યથાવત્
author img

By

Published : Aug 22, 2022, 1:13 PM IST

Updated : Aug 22, 2022, 2:25 PM IST

ગાંધીનગર છેલ્લા ઘણા સમયથી રાજ્યના માજી સૈનિકો પોતાની 14 માગ સ્વીકારવા માટે આંદોલન કરી (Former Army Officers Movement) રહ્યા હતા. અગાઉ પણ 2 વર્ષથી તેઓ સચિવાલય આવીને આંદોલન કરતા હતા, પરંતુ આજે (સોમવારે) તેઓ વહેલી સવારે અચાનક જ સચિવાલય ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ફરીથી આંદોલન કરવાની ચીમકી આપી હતી.

માજી સૈનિકોનું સંગઠન પહોંચ્યું સચિવાલય ઉલ્લેખનીય છે કે, 2 મહિના પહેલાં રાજ્ય સરકારે કમિટી બનાવીને માજી સૈનિકોના પ્રશ્નો ઉકેલ લાવવાની બાંહેધરી (Government accepted the Former Army Officers demand) આપી હતી. જોકે, કોઈ નિર્ણય ન થતા આજે વહેલી સવારથી જ માજી સૈનિક સંગઠન સચિવાલય પહોંચ્યું હતું. અહીં ગણતરીના કલાકોમાં જ રાજ્ય સરકારે સૈનિકોની માગ સ્વીકારી (Government accepted the Former Army Officers demand) હતી.

જ્યાં સુધી GR નહીં ત્યાં સુધી આંદોલન યથાવત્

જ્યાં સુધી GR નહીં ત્યાં સુધી આંદોલન યથાવત્ માજી સૈનિકોએ સચિવાલયની બહાર ભેગા થઈને આંદોલન અને ઉપવાસની શરૂઆત કરી હતી. જ્યારે સરકારે ગણતરીની મિનિટોમાં જ તેઓની માગ સ્વીકારવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો દલિત યુવાનની હત્યાના વિરોધમાં મેવાણી મેદાનમાં આંદોલનની ચીમકી

સરકારે મુદ્દાઓને સ્વીકારવાની કરી જાહેરાત આ અંગે માજી સૈનિકોના આગેવાન જિતેન્દ્ર કુમાવતે (Former Army Officers Association President Jitendra Kumawat) ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારે 14 જેટલા મુદ્દા છે, જે રાજ્ય સરકાર દ્વારા અનેક વખત ઠેલવવામાં આવતા હતા, પરંતુ આજે તેઓને સ્વીકારવામાં આવ્યા છે. ભૂતકાળમાં આવી રીતે મુદ્દાઓને સ્વીકાર્યા હોવાની જાહેરાત કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનું અમલીકરણ થતું નહતું. ત્યારે આજે સરકારે જે જાહેરાત કરી છે. તેનું સત્તાવાર ગુજરાત સરકાર તેનો જીઆર કરે અને મીડિયા સમક્ષ તેની સત્તાવાર જાહેરાત કરે તો જ આંદોલન સમેટવામાં આવશે.

આ રીતે મળશે લાભ
આ રીતે મળશે લાભ

આ પણ વાંચો 1500 વિદ્યાર્થીઓની હડતાલનો અંત, સાંસદ દ્વારા સરકારમાં કરાશે માંગની રજૂઆત

આ 14 મુદ્દાની માગ

  • પરિવારને 1,00,00,000 રૂપિયાની સહાય તથા પરિવારના એક સભ્યને સરકારી નોકરી
  • ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક (State Level Martyrs Memorial in Gandhinagar) તથા સૈનિકો માટે આરામગૃહ (A Rest House for Soldiers)
  • સૈનિકો માટે રાજ્ય સરકાર તરફથી નોકરી માટેની અનામત
  • ખેતી માટે જમીન તથા રહેણાંક પ્લોટ
  • ભારતીય સેના માટે આપેલ દારૂ માટેની પરમિટ માન્ય ગણવી
  • કોન્ટ્રાકટ પદ્ધતિ નાબૂદ કરી સીધી ભરતી કરવામાં આવે
  • હથિયાર લાઈસન્સ રિન્યૂ કરવા અલગ અલગ વ્યવસ્થા કરવી
  • પૂર્વ સૈનિકના પરિવારની સમસ્યા માટે કચેરીઓમાં અલગથી ખાસ વ્યવસ્થા કરી જલ્દી ઉકેળવવામાં આવે તેવી વ્યવસ્થા કરવી
  • પૂર્વ સૈનિકના નોકરીના કિસ્સામાં સેનાના કરેલી નોકરીનો સમયગાળો ગણવામાં આવે
  • પૂર્વ સૈનિકો માટે 5 વર્ષના ફિક્સ પગારવાળી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે
  • પૂર્વ સૈનિકોને પોતાના વતનમાં સરકારી નોકરી આપવામાં આવે
  • ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં સૈનિકોના બાળકોને છૂટછાટ આપવામાં આવે
  • સૈનિકોના બાળકનો ખર્ચ રાજ્ય સરકાર આપે
  • સૈનિકો માટે લેવામાં આવતો વ્યવસાય વેરો માફ કરવામાં આવે

સરકારે આ માગ સ્વીકારી પૂર્વ સૈનિકોની ચિમકીને ધ્યાનમાં રાખી અને સચિવાલય બહાર વિરોધને ધ્યાનમાં રાખી (Former Army Officers Movement) રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય (Government accepted the Former Army Officers demand) કર્યો છે. મુખ્યપ્રધાને ગુજરાતના શહીદ પરિવારજનોના આશ્રિતોને સરકાર દ્વારા જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

અહેવાલ પછી નિર્ણય લેવાશે આ અંગે રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વિગત આપતા જણાવ્યું હતું કે, શહીદ થનારા જવાનોના કુટુંબીજનોને રાહત અને ગેલેન્ટ્રી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવની કમિટી વિચાણ કરશે અને તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

અનામતની માગ જ્યારે પ્રસંગોપાત માજી સૈનિકોને રાજ્ય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે. તે વર્ગ એક અને વર્ગ-2 માટે એક ટકા અને વર્ગ ત્રણ માટે 10 ટકા અને વર્ગ ચાર માટે 20 ટકા અપાય છે. જ્યારે જમીનની માગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવનનિર્વાહ ચલાવી શકે તે માટે 16 એકર જમીન સાથણીથી આપવામાં આવી છે..

સહાયમાં વધારો રાજ્ય સરકારે સહાયમાં પણ વધારો કર્યો છે, જેમાં પ્રથમ ચક્રમાં અત્યારે 22,500 રૂપિયાની સહાય મળતી હતી, જે વધારીને 1,00,00,000 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે અશોક ચક્રમાં 20,000 રૂપિયાની સહાયના બદલે હવે 1,00,00,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે.

Last Updated : Aug 22, 2022, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.