ગાંધીનગર રાજ્યનું પાટનગર ગાંધીનગર હવે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) નજીક આવતા જ આંદોલન નગર બની રહ્યું છે. છેલ્લા 10 દિવસથી ગાંધીનગરમાં અનેક આંદોલનકારીઓ આંદોલન કરી રહ્યા છે. તેમ જ તેઓ પોતપોતાની માગણીઓ (forest employees demand) સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. ત્યારે આજે તો વન વિભાગના કર્મચારીઓ જંગલ છોડીને આંદોલન કરવા (Forest Employees Protest at Gandhinagar) ગાંધીનગર પહોંચી ગયા હતા.
2 વર્ષથી માગ નથી થતી પૂરી 3,000 જેટલા વનરક્ષકો પોતાની 2 વર્ષથી પડતર માગણીઓને (forest employees demand) લઈને સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ (Forest Employees Protest at Gandhinagar) કરવા પહોંચ્યા હતા. જ્યાં સુધી સરકાર (gujarat government news) તેમની પડતર માગણીઓનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી તેઓ ગાંધીનગરમાં જ આંદોલન (Forest Employees Protest at Gandhinagar) કરશે તેવી ચિમકી આપી હતી.
તેમની પડતર માગણીઓ વન રક્ષકના આગેવાન પ્રવીણસિંહે આ અંગે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા રાજ્ય સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. તેમણે પોતાની માગ (forest employees demand) અંગે જણાવ્યું હતું કે, વન વિભાગની નોકરી 24 કલાકની હોય છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા પગાર પણ આપવામાં આવતો નથી. ત્યારે પડતર માંગણીઓ (forest employees demand) પૈકી ગ્રેડ પેમાં વધારો, બઢતીનો રેશિયો વધારવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે. સરકારને અગાઉ પણ ચિમકી આપવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારે (gujarat government news) કોઈ નિર્ણય ન કરતા 6 સપ્ટેમ્બરથી રાજ્યના તમામ વનરક્ષક અચોક્કસની મુદતથી રજા ઉપર પણ ઉતરી ગયા છે.
જ્યાં સુધી નિર્ણય નહીં ત્યાં સુધી આંદોલન યથાવત્ આ અંગે પ્રવિણસિંહે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને ભૂતકાળમાં પણ રજૂઆત કરી હતી. અમે પહેલા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પૂર્વ પ્રધાન ગણપત વસાવાને આ અંગે રજૂઆત (forest employees demand) કરી હતી. જ્યારે છેલ્લા એક વર્ષથી વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને નવા વન પ્રધાન કિરીટસિંહ રાણાને રજૂઆત કરીએ (forest employees demand) છીએ, પરંતુ હજી સુધી કોઈ સમાધાન થયું નથી. જો રાજ્ય સરકાર (gujarat government news) જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં કરે ત્યાં સુધી ગાંધીનગર છોડવામાં નહીં આવે.
પોલીસને સોંપવામાં આવી છે જવાબદારી છેલ્લા 15 દિવસથી ગુજરાતના વન રક્ષકો જંગલો છોડીને ગાંધીનગર આવીને આંદોલન (forest employees demand) કરી રહ્યા છે. ત્યારે જંગલ અત્યારે રેઢું પડ્યું છે. અત્યારે રાજ્યના વનરક્ષકો અને વનપાલકો રજા ઉપર છે. ત્યારે જંગલની સમગ્ર જવાબદારી ગુજરાત પોલીસના જવાનોને સોંપવામાં આવી છે, પરંતુ ગુજરાત પોલીસના જવાનો વનરક્ષકની જેમ કામગીરી ન કરી શકે. જ્યારે કોઈ વન્ય પ્રાણી કૂવામાં ખાબકે તો તેને કઈ રીતે રેસ્ક્યૂ કરવા તે માત્ર વનરક્ષક જ જાણે છે. વનરક્ષકની ગેરહાજરીમાં પશુઓના શિકાર અને અન્ય ઘટનાઓની શક્યતાઓ (Forest Employees Protest at Gandhinagar) પણ વધુ રહેલી છે.