ગાંધીનગરઃ રાજ્યમાં શરૂ કરવામાં આવેલી જીવન આસ્થા હેલ્પલાઇન આજે સીમાચિન્હરૂપ કામગીરી કરી રહી છે. પાંચ વર્ષ દરમિયાન આ હેલ્પલાઇનનો 70 હજાર લોકોએ ઉપયોગ કર્યો છે. જેમાં મોતને આરે ઉભાં રહેલાં 70 જેટલા લોકોને આ કાઉન્સિલરોએ સ્થળ ઉપરથી પોલીસની પીસીઆર વાન મોકલીને બચાવી લીધાં હતાં તે મોટી સફળતા છે. પાંચ વર્ષની ઉજવણીમાં મનોચિકિત્સકો અને ગાંધીનગરની સેવાભાવી સંસ્થાના લોકોને પણ બોલાવવામાં આવ્યાં હતાં. તે સમયે આગામી સમયમાં આત્મહત્યા નિવારવા માટે વધુ શું કરવું જોઈએ ? તેના ઉપર મનોમંથન પણ કરવામાં આવ્યું હતું.
લોકડાઉનમાં આર્થિક રીતે સંકડામણના, સુશાંતના મોત બાદ સૌથી વધુ ડિપ્રેશનના કેસ સામે આવ્યાં - depression
ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં પાંચ વર્ષ પહેલા જીવન આસ્થા હેલ્પ લાઇનની શરૂઆત કરવામાં આવી હતી. આ હેલ્પલાઇનનો ઉપયોગ જીવનથી કંટાળીને દુનિયાને અલવિદા કરવા માગતાં હોય તેવા લોકો સંપર્ક કરતાં હોય છે અને હેલ્પલાઇનમાં બેસેલા કાઉન્સિલરો તેમનું કાઉન્સિલિંગ કરીને જીવન બચાવવાની કામગીરી કરી રહ્યાં છે. આજે રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ અધિક્ષકની રાહબરી હેઠળ પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.