ETV Bharat / city

અનાજના ટેસ્ટિંગ માટે પ્રથમ સંપૂર્ણ સ્વદેશી કીટ વિકસાવાઈ, ટૂંક સમયમાં તમામ APMC ખાતે થશે ઉપલબ્ધ - made in India crop testing kit

વર્તમાન સમયમાં કોરોના રિપોર્ટ જાણવા માટે RT-PCR તેમજ રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ માર્કેટમાં ઉપલબ્ધ છે. તેવી જ રીતે નિકાસ કરવાના અનાજમાં માઈક્રો ટોક્સિન તેમજ એન્ટી ઓક્સાઈડ છે કે નહીં ? તે જાણવા માટે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (National Forensic Science University) દ્વારા એક સ્વદેશી કીટ (made in India crop testing kit) નું નિર્માણ કરવામાં આવ્યું છે. જે માત્ર 3 મિનિટમાં જ પરિણામ આપી દે છે.

made in India crop testing kit
made in India crop testing kit
author img

By

Published : Jul 2, 2021, 3:50 PM IST

Updated : Jul 2, 2021, 4:57 PM IST

  • ગુજરાતમાં બની પ્રથમ સ્વદેશી અનાજ ટેસ્ટિંગ કીટ
  • Quality Assessmentમાં ફેઈલ થતા પરત આવતું હતું અનાજ
  • માત્ર 3 મિનિટમાં અનાજનો ટેસ્ટ કરીને તેનું પરિણામ જાણી શકાશે

ગાંધીનગર : ભારતમાંથી વિવિધ અનાજની નિકાસ કરવામાં આવે છે. આ માટે નિકાસ અગાઉ અનાજની ગુણવત્તા ચકાસણી (Quality Assessment) કરવામાં આવે છે. જો અનાજ આ ટેસ્ટમાં નિષ્ફળ થાય તો સમગ્ર કન્સાઈન્મેન્ટ વિદેશથી પરત ફરે છે. ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (National Forensic Science University) દ્વારા એક સ્વદેશી કીટ (made in India crop testing kit) નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કીટની મદદથી માત્ર 3 મિનિટમાં જ અનાજની ગુણવત્તા ચકાસી શકાય છે.

માઇકોટોક્સિનથી શરીર પર પડી શકે છે ગંભીર અસર

અનાજમાં ફૂગ (Fungus) થી ઉદ્ભવતો માઇકોટોક્સિન (Mycotoxin) નામનો પદાર્થ જો માણસના શરીરમાં પહોંચે તો તેના લીવર પર સૌથી ખરાબ અસર પડે છે. અમુક કિસ્સાઓમાં વ્યક્તિ કેન્સરનો પણ શિકાર થઈ શકે છે. વિવિધ દેશોમાં આ પ્રકારના ટોક્સિન ધરાવતી અનાજ પર પ્રતિબંધ છે. ભારતમાંથી નિકાસ કરવામાં આવતા અનાજમાં વધુ પ્રમાણમાં માઇકોટોક્સિન (Mycotoxin) હોય છે. ભારતની આબોહવા પણ વિષમ હોવાથી અનાજમાં માઈકોટોક્સિનને રોકી શકતી નથી. જેથી વિદેશમાં મોકલતા પહેલા ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ કુલ 2 વખત કરવામાં આવે છે અને ટેસ્ટમાં ફેઈલ થનારુ સમગ્ર કન્સાઈન્મેન્ટ પરત મોકલવામાં આવે છે.

અનાજના ટેસ્ટિંગ માટે પ્રથમ સંપૂર્ણ સ્વદેશી કીટ વિકસાવાઈ, ટૂંક સમયમાં તમામ APMC ખાતે થશે ઉપલબ્ધ

ઘણી વખત વિદેશથી પણ અનાજ પરત આવ્યું

રિસર્ચર અને આ ટેક્નોલોજી વિકસાવનારા જયરાજસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, અગાઉ અનાજ ટેસ્ટિંગ કીટ (crop testing kit) ચીનથી મંગાવવામાં આવતી હતી. જે કિંમતમાં મોંઘી હતી. કેટલાક કિસ્સાઓમાં સચોટ પરિણામ પણ પ્રાપ્ત થઈ શકતું ન હતું. આવા કિસ્સાઓમાં અનાજ વિદેશ પહોંચ્યા બાદ પરત મોકલવામાં આવતી હતી. આવી ઘટના વારંવાર ન બને તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મદદથી એક ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે.

ટૂંક સમયમાં તમામ APMC ખાતે કીટ અપાશે

મહત્વની વાત છે કે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (National Forensic Science University) દ્વારા આ ખાસ ટેસ્ટ કીટ બનાવવામાં આવી છે. જે હાલમાં અંતિમ તબક્કામાં છે. જ્યારે આ ટેસ્ટ કીટ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે ત્યારે રાજ્ય અને દેશના તમામ APMC ખાતે આ કીટ આપવામાં આવશે. જેથી તાત્કાલિક ધોરણે અનાજનું ટેસ્ટિંગ થઈ શકશે અને વિદેશ પણ સરળતાથી મોકલાવી શકાશે.

ગાંધીનગરથી પાર્થ જાનીનો વિશેષ અહેવાલ...

Last Updated : Jul 2, 2021, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.