ETV Bharat / city

જાણો...રાજ્યમાં ક્યારે થશે કમોસમી વરસાદ - રાજ્યમાં ક્યારે થશે કમોસમી વરસાદ

15 દિવસ પહેલા પણ રાજ્યમાં કમોસમી વરસાદ(Unseasonal rainfall in the state) પડયો હતો ત્યારે હવે ફરીથી હવામાન વિભાગ દ્વારા આગાહી(Forecast by the Meteorological Department)માં જણાવવામાં આવ્યું છે કે, આગામી 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધીમાં વરસાદ(Probability of non-seasonal rains from 30th November to 2nd December) પડી શકે છે. આ આગાહી વચ્ચે રાજ્યના ખેડૂતોએ ખેતીપાકોમાં થનાર સંભવીત નુક્શાનથી બચવા જરૂરી તકેદારી રાખવી આવશ્યક્તા છે.

જાણો...રાજ્યમાં ક્યારે થશે કમોસમી વરસાદ
જાણો...રાજ્યમાં ક્યારે થશે કમોસમી વરસાદ
author img

By

Published : Nov 29, 2021, 10:58 PM IST

  • રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાઓ
  • જાણો કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ
  • જાણો ક્યાં કેટલું થયું વાવેતર

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં(Forecast by the Meteorological Department) આવી છે. જે અંતર્ગત આગામી તારીખ 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર(Probability of non-seasonal rains from 30th November to 2nd December) સુધીમાં વચ્ચે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

જાણો કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 30 નવેમ્બરથી 2 ડીસેમ્બર દરમિયાન કમોસમી વરસાદની થવાની શક્યતા છે. જે અંતર્ગત તારીખ 30 નવેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ થવાની આગાહી છે. તેમજ તારીખ 01 ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તેમજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, સુરત, તાપી, જુનાગઢ, ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી અને કચ્છ જિલ્લામાં ઓછો-મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે તારીખ 02 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તથા છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી નવસારી, વલસાડ જિલ્લાઓમાં ઓછો- મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે.

જાણો ક્યાં કેટલું થયું વાવેતર

તારીખ 22 નવેમ્બર સ્થિતિએ રવી પાકનુ કુલ.15,14,078 હેક્ટરમાં વાવેતર થયેલ છે જેમા જીરુ 63,100 ૬૩ હેક્ટર, રાઇ 2,35,400 હેક્ટર, બિનપિયત ઘઉ 18,700 હેક્ટર તેમજ ચણા, અજમો અને શાકભાજીનો સમાવેશ થાય છે. તેમજ જીરુ અને ઘઉનુ વાવેતર ચાલુમા છે. જેમા ખેડુતોએ કાળજી લેવી જરુરી છે તેમજ કેટલાક ખરીફ પાકો કાપણીના તબક્કે છે.

આ પણ વાંચો : Rain in Gujarat: દ્વારકામાં કમોસમી વરસાદે જગતના તાતની ઉંઘ કરી હરામ

આ પણ વાંચો : વાપીમાં કમોસમી વરસાદમાં રાજકીય પક્ષના ચૂંટણી કાર્યાલયો થયા વેરવિખેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.