ETV Bharat / city

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: 8 બેઠક માટે 102 ઉમેદવાર મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ - main confrontation is between BJP and Congress

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક માટે આગામી 3 નવેમ્બરે મતદાન યોજાશે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. હવે બાકી રહેલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જોકે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
author img

By

Published : Oct 19, 2020, 9:18 PM IST

  • ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી
  • 8 બેઠક માટે 102 ઉમેદવાર મેદાનમાં
  • મુખ્ય જંગ ભાજપ-કોંગ્રેસ વચ્ચે

ન્યૂઝ ડેસ્ક: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક માટે આગામી 3 નવેમ્બરે મતદાન યોજાશે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. હવે બાકી રહેલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જોકે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે.

કોંગ્રેસના ઉમેદવારોએ રાજીનામા આપ્યા બાદ ખાલી પડી હતી બેઠકો

રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ઉમેદવારોએ પક્ષના આંતરિક વિખવાદને કારણે પાર્ટીમાંથી રાજીનામા આપ્યા હતા. જેના લીધે ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠક ખાલી પડી હતી. જેની પેટા ચૂંટણી માટે આગામી 3 નવેમ્બરે મતદાન યોજાશે. આ 8 બેઠક માટે કુલ 133 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. તેમાંથી 33 ફોર્મ રદ્દ થયા છે અને 102 ફોર્મ માન્ય રખાયા છે.

લીંબડી બેઠક પરથી 20 ઉમેદવારો મેદાનમાં

ઉમેવારીપત્ર ભરવાનાં છેલ્લા દિવસે 71 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. જેમાં સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પરથી 20 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે. આ સિવાય ગઢડા વિધાનસભા બેઠક માટે પણ 12 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. રાજ્યના મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસે બધી જ 8 બેઠક માટે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગતરી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.