ETV Bharat / city

તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહોતજીએ ભાજપના ટેકાથી પ્રમુખ પદ માટે ફોર્મ ભરતાં નવો વળાંક આવ્યો - ઈટીવી ભારત ગુજરાત

ગાંધીનગર તાલુકા પંચાયતમાં અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આવતીકાલ 9મી સપ્ટેમ્બરે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. ઇલેક્શનમાં સીધી રીતે જ કોંગ્રેસ આગળ જોવા મળતી હતી, પરંતુ આજે પ્રમુખ ઉપપ્રમુખ માટેની ઉમેદવારી નોંધાઈ હતી જેમાં નવો વળાંક આવ્યો છે. પ્રમુખ પદ માટે 3 ફોર્મ ભરાયાં છે. જ્યારે ઉપપ્રમુખ માટે 2 ફોર્મ ભરાયાં છે. તેવા સમયે કોંગ્રેસના સભ્ય મહોતજી ઠાકોરે ભાજપના ટેકાથી પ્રમુખ પદ માટે ફોર્મ ભરતા નવો વળાંક આવ્યો છે.

તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહોતજીએ ભાજપના ટેકાથી પ્રમુખ પદ માટે ફોર્મ ભરતાં નવો વળાંક આવ્યો

author img

By

Published : Sep 8, 2020, 6:11 PM IST

ગાંધીનગરઃ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ માટે આજે ઉમેદવારી નોંધાવવાનો દિવસ હતો. ત્યારે પ્રમુખ તરીકે 3 અને ઉપપ્રમુખ તરીકે 2 ફોર્મ ભરાયાં છે. જેમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે ટીંટોડા બેઠકના ગોપાળજી સેંધાજી ઠાકોરએ ફોર્મ ભર્યું હતું, તેમને નાના ચીલોડા બેઠકના સરસ્વતીબહેન ભીલે ટેકો આપ્યો હતો. જ્યારે ભાજપમાંથી સરઢવ બેઠકના દીપકભાઈ અંબાલાલ પટેલ ફોર્મ ભર્યું હતું, તેમને વલાદ બેઠકના ભૂપતસિંહ ખોડાજી ઠાકોરએ ટેકો આપ્યો હતો. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપે વર્તમાન ઉપપ્રમુખ અને શિહોલી બેઠકના જગદીશ પટેલને ઉમેદવારી કરાવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી રૂપાલ બેઠકના સુરેશ પટેલને ઉમેદવારી કરાવી હતી.

તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહોતજીએ ભાજપના ટેકાથી પ્રમુખ પદ માટે ફોર્મ ભરતાં નવો વળાંક આવ્યો
તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહોતજીએ ભાજપના ટેકાથી પ્રમુખ પદ માટે ફોર્મ ભરતાં નવો વળાંક આવ્યો
ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન સિલસિલેવાર રહ્યો આ ક્રમ...

ઉવારસદ બેઠકના મહોતજીનું નામ કોંગ્રેસે અંતિમ સમયે હટાવ્યું

ઉવારસદ બેઠકના કોંગ્રેસના સભ્ય મહોતજી ઠાકોર અને કોંગ્રેસ પ્રમુખ તરીકે જાહેર કર્યાં હતાં પરંતુ નોમિનેશન કરવાના સમયે કોંગ્રેસ ટીટોડા બેઠકના ગોપાલજી ઠાકોર નામ આગળ ધરતાં મહોતજી રીસાઈ ગયાં હતાં. પરિણામે ઉમેદવારી સમયે ત્યાંથી નીકળી ગયાં હતાં અને ભાજપના આદરજ બેઠકના ભરતજી ઠાકોરના ટેકાથી પ્રમુખ તરીકેનું ફોર્મ ભર્યું હતું.

જિલ્લા પ્રમુખની હાજરીમાં જ મહોતજીએ ફોર્મ ભરતાં સોપો પડી ગયોપ્રમુખ ઉપપ્રમુખ માટેની નોમિનેશન ચાલી રહ્યું હતું, તે દરમિયાન એકાએક ઉવારસદ બેઠકના મહોતજી ઠાકોરનું નામ કપાઈ જતાં ઉભા થઈને ચાલ્યાં ગયાં હતાં. પરંતુ તેમને એક પણ ક્ષણનો વિચાર કર્યા સિવાય ભાજપના ટેકાથી ફોર્મ ભરતા હોલમાં હાજર રહેલાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી ઢીલા પડી ગયાં હતાં અને કોંગ્રેસ ખેમામાં સોપો પડી ગયો હતો.અંતિમ સમયે કોંગ્રેસી કાર્યકરો ધારાસભ્ય પાસે દોડી ગયાંપ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે સીધી રીતે સત્તા હાંસલ કરી શકે તેવી સ્થિતિમાં હતી. પરંતુ કોંગ્રેસમાંથી નારાજ થઈને બગાવત કરનાર ઉવારસદ બેઠકના મહોતજી ઠાકોરે ફોર્મ ભરતાં જિલ્લા પ્રમુખ સહિતના કોંગ્રેસી કાર્યકરો ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાને મળવા દોડી ગયાં હતાં અને અંતિમ સમય સુધી તેમને મનાવવાના પ્રયાસ ચાલુ કર્યાં હતાં.વર્તમાન પ્રમુખ શોભનાબહેન ઠાકોરે બેઠક રદ છતાં ફોર્મ ભર્યુંવર્તમાન તાલુકા પંચાયતના પ્રમુખ શોભનાબહેન વાઘેલા કોબા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યાં હતાં અને જીત્યાં હતાં. ત્યાર બાદ પ્રથમ અઢી વર્ષ સુધી તેમને પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સરકારના ગેઝેટમાં 9 સભ્યોનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે, તેમાં કોબા બેઠકનો પણ સમાવેશ થાય છે. તેવા સમયે પણ શોભનાબહેન વાઘેલાએ પ્રમુખ માટેનું ફોર્મ ભર્યું હતું. પરંતુ ઇન્ચાર્જ ટીડીઓએ તેમનું ફોર્મ તાત્કાલિક અસરથી રદ કર્યું હતું.

આખરે કોંગ્રેસ મહોતજી ઠાકોરનું ફોર્મ પરત ખેંચવામાં સફળ રહી

કોંગ્રેસના ઉવારસદ બેઠકના મહોતજી ઠાકોરે બગાવત કરીને ભાજપના સભ્યોના ટેકાથી ફોર્મ ભર્યું હતું. પરંતુ ચાર વાગ્યા દરમિયાન તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. મહોતજી ઠાકોર સાથે ટેલિફોનિક વાત થયા બાદ તેમણે કહ્યું હતું કે, આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું છે. સવા વર્ષ બાદ મને પ્રમુખ બનાવશે તેવી બાંહેધરી આપતાં ફોર્મ પરત ખેંચી લીધું છે. તેમણે કહ્યું કે આવતીકાલે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની બહુમતીથી વરણી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.