ગાંધીનગરઃ અનાજમાં 19,37,161 ક્વિન્ટલ ઘઉં 14,66,492 ક્વિન્ટલ એરંડા, 3,53,182 ક્વિન્ટલ કપાસ તેમજ 1,83,794 ક્વિન્ટલ તમાકુ અને 2,85,197 ક્વિન્ટલ ચણા મુખ્યત્વે ખેત ઉત્પાદનોનો સમાવેશ થાય છે. માર્કેટયાર્ડમાં ખરીદી અને વેચાણની પ્રક્રિયા દરમિયાન કોરોના સંક્રમણ નિયંત્રણ સુરક્ષા માટે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનીટાઈઝરનો ઉપયોગ તેમજ માર્કેટયાર્ડમાં થર્મલ ગનથી સ્ક્રિનિંગની પણ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવેલી છે.
રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને તુવેર તેમજ રાયડો અને ચણાની ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને ગુજકોમાસોલ દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા 23,437 મેટ્રિક ટન ઘઉં તેમજ 11,583 મેટ્રીક ટન તુવેરની ખરીદી અત્યાર સુધીમાં કરવામાં આવેલી છે. ગુજકોમાસોલ પણ રાજ્ય સરકાર વતી ચણા અને રાયડાની ખરીદી કરે છે, તે અંતર્ગત 73,574 ચણા અને 12,213 મેટ્રિક ટન રાયડો ખરીદ થયો છે.
લોકડાઉનને કારણે ખેડૂતોના ખેત ઉત્પાદન વેચાણ પ્રવૃત્તિને જે વિપરીત અસર પડી હતી તેમાંથી હવે આ લોકડાઉન-4માં અપાયેલી વ્યાપક છૂટછાટોને પરિણામે રાહત થતા ધરતીપુત્રોને પણ પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ સાથોસાથ આર્થિક આધાર પણ મળતો થયો છે.