ETV Bharat / city

ગુજરાતના ખેડૂતો આનંદો: કૃષિ સહાય પેકેજમાં પ્રતિ હેક્ટર રૂપિયા 13,000 સહાય ચૂકવાશે - પ્રતિ હેક્ટર રૂપિયા 13,000 સહાય ચૂકવાશે

રાજ્યમાં ખરીફ -2021 સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદથી પાક-નુકશાન સામે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે. સૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ચાર જિલ્લાઓમાં અતિવૃષ્ટિના કારણે જમીન અને પાક ધોવાણ થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જેને અનુસંધાને આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના ખેડૂતો આનંદો: કૃષિ સહાય પેકેજમાં પ્રતિ હેક્ટર રૂપિયા 13,000 સહાય ચૂકવાશે

author img

By

Published : Oct 19, 2021, 8:51 PM IST

  • 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. 13,000 સહાય ચૂકવાશે
  • જામનગર, રાજકોટ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં થયેલ નુકશાન સામે રાહત પેકેજ
  • ચાર જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓનો રાહત પેકેજ આપવા કોઈ ઉલ્લેખ નહીં

ગાંધીનગર: જામનગર, રાજકોટ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-2021માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે. રાહત પેકેજ એસડીઆરએફ ના નિયમો તેમજ કરવામાં આવેલા સર્વેના આધારે ખેડૂતોને સિધા જ તેમના બેંકના ખાતામાં નાણા જમા કરવામાં આવશે.

આ પ્રમાણે સહાય ખેડૂતોને ચૂકવાશે

આવા અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને 33 (તેત્રીસ) ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ 2 (બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂપિયા 13,000 સહાય ચૂકવાશે. આ સહાયમાં SDRF ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ 2 (બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. 6,800 અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂપિયા 6,200 મહત્તમ 2 (બે) હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. જો જમીનધારકતા આધારે એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ રૂપિયા 5 (પાંચ) હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રૂપિયા 5 (પાંચ) હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે.

25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે

આ રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે તારીખ 25 (પચ્ચીસ) ઓક્ટોબરથી 20 (વીસ) નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આવી અરજી કરવાની કોઈ ફી ચૂકવવાની રહેશે નહી. રાહત સહાય પેકેજનો લાભ મેળવવા ઈચ્છુક અસરગ્રસ્ત ખેડૂતે 8 –અ,તલાટીનો વાવેતરનો દાખલો, 7-12, આધાર નંબર, બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ, મોબાઈલ નંબર તેમ જ સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના-વાંધા સંમતિપત્રક વગેરે સાથે ટીડીઓ(તાલુકા વિકાસ અધિકારી)ને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

ખાતેદારના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે

એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. આધાર નંબર ન હોય તો આધાર કાનૂન (એક્ટ)માં નિયત જોગવાઈ મુજબના જરૂરી દસ્તાવેજો સહાય માટે રજૂ કરવા પડશે. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે અને કોઈ એક જ વારસદારને સહાય મળવાપાત્ર થશે. અને તે અંગે અન્ય વારસદારો તથા ખાતાના અન્ય ખાતેદારઓએ સંમતિનું સોંગદનામું આપવું પડશે.

સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ સહાયો નહીં મળે

વનઅધિકારપત્ર સનદ હેઠળ મેળવેલી જમીનના ખેડૂતોને તથા વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ જરૂરી આધાર પુરાવા રજૂ કર્યેથી સહાયનો લાભ મળશે. સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે નહીં. રાજ્ય સરકારે આ અંગે વિસ્તૃત ઠરાવ પણ જારી કર્યો છે.

આ પણ વાંચો : C.R. Patil એ શિવસેના પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું

આ પણ વાંચો : ગુજરાત ભાજપ સરકારમાં રહેલા આ IAS અધિકારી છે PM મોદીની 'આંખ', 7વાર મળી ચૂક્યુ છે એક્સટેન્શન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.