ETV Bharat / city

શૈક્ષણિક વર્ષ 2021-22માં 100 ટકા અભ્યાસક્રમ સાથે યોજાશે પરીક્ષા, શિક્ષણ વિભાગનો નિર્ણય - ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

રાજ્ય સરકાર (state government)ના શિક્ષણ વિભાગ (department of education) દ્વારા શૈક્ષણિક (academic year 2021-22) વર્ષ 2021-22માં 100 ટકા અભ્યાસક્રમ સાથે પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ (board of education) દ્વારા રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ માર્ચ મહિનામાં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શૈક્ષણિક વર્ષ 2021-22માં 100 ટકા અભ્યાસક્રમ સાથે યોજાશે પરીક્ષા, શિક્ષણ વિભાગનો નિર્ણય

author img

By

Published : Nov 23, 2021, 5:51 PM IST

  • આ વર્ષે 100 ટકા અભ્યાસક્રમ સાથે પરીક્ષાઓ યોજાશે
  • ગત વર્ષે કોરોનાને કારણે 30 ટકા અભ્યાસક્રમ કટ કરવામાં આવ્યો હતો
  • પરીક્ષા માર્ચ મહિનામાં યોજવામાં આવશે

ગાંધીનગર: રાજ્ય સરકાર (state government) દ્વારા કોરોના (coronavirus)ને ધ્યાનમાં લઈને વર્ષ 2020-21માં લોકડાઉન (lockdown) અને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમ (curriculum)માં 30 ટકાનો કાપ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, ત્યારે આ વર્ષે આ નિર્ણય પર ચર્ચા વિચારણા કર્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ (department of education) દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 (academic year 2021-22)માં 100 ટકા અભ્યાસક્રમ સાથે પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજવામાં આવશે

દિવાળી બાદ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે, જેમાં ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે, ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (board exams) પણ માર્ચ મહિનામાં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સરકારે પરિપત્ર કરીને જાહેરાત કરી છે : ડી.એસ.પટેલ

ઉલ્લેખનીય છે કે, 22 નવેમ્બરથી રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની ઓનલાઈન શરૂઆત કરવામાં આવી છે. આ માટે પરીક્ષા ફીની પણ જાહેરાત શિક્ષણ બોર્ડ દ્વારા કરી દેવામાં આવી છે. રાજ્ય શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ બાબતે સત્તાવાર રીતે નોટિફિકેશન જાહેર કરીને જાહેરાત કરી દેવામાં આવી છે, જ્યારે ગત વર્ષે 30 ટકા જેટલો અભ્યાસક્રમ રદ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના મહામારી દરમિયાન પ્રથમ વખત પૂર્ણ અભ્યાક્રમ સાથે પરીક્ષા લેવામાં આવશે.

રાજ્યમાં 100 ટકા શિક્ષણ શરૂ

કોરોનાની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ધોરણો અને વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે જીતુ વાઘાણીએ 21 નવેમ્બરના રોજ સુરત ખાતે જાહેરાતમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે સમગ્ર રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે અને તમામ વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. આમ ગુજરાત રાજ્યમાં ધોરણ 1થી 12 અને કૉલેજ તથા કોલેજના તમામ વર્ગો ફરીથી શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોનાની ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

ગત વર્ષે આપવામાં આવ્યું હતું માસ પ્રમોશન

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ગત વર્ષે હળવી થઇ હતી, પરંતુ માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યારબાદ પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી હતી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જ્યારે ધોરણ 12ની પરીક્ષાની જાહેરાત બાદ કેન્દ્ર સરકારના નિયમ અને હુકમ પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે ફરજિયાત રીતે પરીક્ષા યોજીને પરિણામ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજ્યમાં કતલખાનાઓમાં ધારા ધોરણોનું પાલન ન થવાને લઈ હાઇકોર્ટમાં કરાઇ અરજી, 22 ડિસેમ્બરે યોજાશે સુનાવણી

આ પણ વાંચો: પાટણ જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની ચૂંટણી 19 ડિસેમ્બરે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.