ETV Bharat / city

Examination of Head Clerk 2022 : હેડ કલાર્ક પરીક્ષાના નિયમો વિશે ચેરમેન એ. કે. રાકેશ શું કહી રહ્યાં છે જૂઓ - જીએસએસએસબી હેડ કલાર્કની પુનઃપરીક્ષા એપ્રિલ 2022

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 24 એપ્રિલના રોજ ફરીથી પરીક્ષાનું (Examination of Head Clerk 2022) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભૂતકાળની પેપર લીકની ઘટનાને લઇ તંત્ર કેવું સતર્ક છે તેની વધુ જાણકારી ઇટીવી ભારતે મેળવી હતી. જૂઓ GSSSB ના ચેરમેન એ.કે. રાકેશ (GSSSB Chairman A K Rakesh ) સાથે ખાસ વાતચીત.

Examination of Head Clerk 2022 : હેડ કલાર્કની પરીક્ષા બાબતે કેવું આયોજન છે તે વિશે ચેરમેન એ. કે. રાકેશ શું કહી રહ્યાં છે જૂઓ

author img

By

Published : Apr 23, 2022, 5:45 PM IST

ગાંધીનગર : ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા 12 ડિસેમ્બરના રોજ હેડ કલાર્કની પરીક્ષા યોજાઇ હતી પરંતુ નવ અને 10 તારીખના રોજ પ્રિન્ટીંગ પ્રેસ પરથી નજર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કનું પરીક્ષાનું પેપર લીક (GSSSB Paper Leak 2021 )થયું હતું અને બાદમાં સરકારે તપાસ કરતા પરીક્ષા (GSSSB Head Clerk Exam Cancelled 2021) રદ કરી હતી. ત્યારબાદ બીજી વખત પરીક્ષાનું આયોજન થયું પરંતુ વહીવટી કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 24 એપ્રિલના રોજ ફરીથી પરીક્ષાનું આયોજન (Examination of Head Clerk 2022) કરવામાં આવ્યું છે, સવારે 11 કલાકે પરીક્ષા ((GSSSB Head Clerk Reexam April 2022))યોજાશે, જેમાં 11.15 મિનિટ સુધી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યારે ભૂતકાળનું પૂનરાવર્તન 24 એપ્રિલના દિવસે ન થાય તે બાબતે GSSSB ના ચેરમેન એ.કે. રાકેશ ((GSSSB Chairman A K Rakesh )) સાથે ખાસ વાતચીત આ વિશેષ અહેવાલમાં.

ભૂતકાળની પેપર લીકની ઘટનાને લઇ તંત્ર કેવું સતર્ક છે તેની વધુ જાણકારી ઇટીવી ભારતે મેળવી

3200 કેન્દ્રો, 6500 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત - 24 એપ્રિલના રોજ યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા (Examination of Head Clerk 2022)રાજ્યમાં કુલ 3200 કેન્દ્ર ઉપર યોજાશે. આ તમામ કેન્દ્રો સંપૂર્ણ રીતે સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે અને જે કેન્દ્ર ઉપર સીસીટીવી કેમેરાની સુવિધા નથી ત્યાં પણ ટેમ્પરરી સીસીટીવી સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે પોલીસ સુરક્ષાની વાત કરવામાં આવે તો 3200 કેન્દ્રોમાં આમ એક કેન્દ્ર પૈકી બે જેટલા પોલીસ કર્મચારીઓને ડ્યુટી સોંપવામાં આવશે. આમ કુલ 3200 કેન્દ્રમાં 3200 થી વધુ પોલીસ કર્મચારીઓ પરીક્ષા દરમિયાન હાજર રહેશે.

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Exam Cancelled 2021 : 70 પરીક્ષાર્થીઓ જેલ જશે, 30 લાખ જપ્ત, માર્ચમાં ફરી પરીક્ષા

ટેકનોલોજીનો ઉપયોગ - ભૂતકાળમાં જે રીતે પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં લીક થયું હતું અને ઉમેદવારો પેપર સોલ કરીને પરીક્ષા આપવા બેઠા હતાં. ત્યારે આવી જ ઘટનાઓનું ફરીથી પુનરાવર્તન ન થાય તેને ધ્યાનમાં લઈને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જે પૈકી પ્રશ્નપત્ર ગ્રુપમાંથી નીકળીને વર્ગખંડ સુધી પહોંચે ત્યાં સુધીનું સતત ટ્રેકિંગ રાખવામાં આવશે. જ્યારે પહેલા તમામ જિલ્લાઓમાં પ્રશ્નપત્ર માટે સ્ટ્રોંગ રુમ રાખવામાં આવ્યો હતો. પરંતુ ભૂતકાળની ઘટના થી બોધ લઈને ગૌણ સેવા મંડળ દ્વારા હવે સમગ્ર રાજ્યનું એક જનરલ સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાંથી પેપર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવશે.

મોબાઈલ પર પ્રતિબંધ - સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન એ કે. રાકેશે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્રોમાં (Examination of Head Clerk 2022)મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. કોઈપણ ઉમેદવાર મોબાઇલ લઇ જઇ શકશે નહીં અને જો મોબાઈલ કેન્દ્ર પર લઈ જવામાં આવશે તો કેન્દ્રની બહાર જ મોબાઈલ અને ઇલેક્ટ્રીક ગેજેટ મુકવામાં આવશે. સાથે જ પરીક્ષામાં શાળાની અંદર અથવા તો કેન્દ્રની અંદર પ્રવેશ કરવા દરમ્યાન પોલીસ દ્વારા પણ ખાસ ચેકિંગ કરીને જ ઉમેદવારોને પરીક્ષામાં મોકલવામાં આવશે.

જિલ્લામાં ફેરબદલી કરવામાં આવી - ભૂતકાળમાં જે રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ગેરરીતિ બાદ પરીક્ષા રદ કરાઇ હતી. તેને ધ્યાનમાં લઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાર્થીઓના જિલ્લા ફેરબદલી કરી નાખવામાં આવ્યા છે. આમ ફેરબદલી કરવાના કારણે કોઇપણ વિદ્યાર્થી ગેરરીતિ કરી શકે નહીં. સાથે જ 10 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા (Examination of Head Clerk 2022)આપવા જઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે જીએસઆરટીસી સાથે સંકલન કરી 1000થી વધુ બસોની વ્યવસ્થા કરી છે. આમ કોઈપણ પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઈને પરિવહન વિભાગ સાથે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હોવાનું નિવેદન એ. કે. રાકેશે આપ્યું હતું.

આ પણ વાંચોઃ બિન સચિવાલય પેપર લીક કૌભાંડના આરોપીની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ

પરીક્ષામાં ચોરી કરતા પકડાયા તો ફોજદારી ગુનો - જ્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેને ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જો પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ (Examination of Head Clerk 2022) ઉમેદવાર પરીક્ષામાં ચોરી કરતા પકડાય તો તેને પરીક્ષામાંથી દૂર રાખવામાં આવશે. સાથે જ તમામ પ્રકારના ફોજદારી ગુનાઓ અને પોલીસની કાર્યવાહી પણ કરવામાં આવશે. જ્યારે પરીક્ષા દરમિયાન જો કોઈ ઉમેદવારોને washroom જવું હશે તો એક સમયે એક જ ઉમેદવારને જવા દેવામાં આવશે. જ્યારે ખૂબ ઇમર્જન્સી હશે તો જ washroom જવાની પરવાનગી આપવામાં આવશે. આવા ઉમેદવારોને ફક્ત 2 મિનિટ આપવામાં આવશે, જો 2 મિનિટથી વધુ સમય જશે તો બહાર ઉભેલ સ્ટાફ ચેકીંગમાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.