ETV Bharat / city

PIU હેલ્પ વિભાગના કર્મચારીઓએ વેતન વધારાની માગ સાથે વિરોધ કર્યો - PIU એન્જિનિયર હેલ્થ એસોસિએશન વિભાગ

મેડિકલ ક્ષેત્રે જોડાયેલા કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારની માગણીઓ કરવામાં આવી રહી છે, જેમાં હવે PIU (પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટ યુનિટ) એસોસિયેશન હેલ્પ વિભાગના એન્જિનિયરોએ પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓ સાથે શાંતિપૂર્ણ વિરોધ કરી સરકાર સમક્ષ મૂકી છે.

PIU હેલ્પ વિભાગના કર્મચારીઓએ વેતન વધારાની માગ સાથે વિરોધ કર્યો

author img

By

Published : Jun 4, 2021, 2:20 PM IST

  • સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું
  • મુખ્ય ચાર માગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી
  • પગાર વધારા સહિતની એસોસિયેશનની માગ છે

ગાંધીનગરઃ PIU એન્જિનિયર હેલ્થ એસોસિએશન વિભાગમાં કામ કરતા એન્જિનિયર્સે તેમના પડતર પ્રશ્નોની માગણી સરકાર સમક્ષ મૂકી છે. જોકે, આ પહેલા તેમને તેમના વિભાગીય વડાને પરિપત્ર લખી રજૂઆત કરી હતી. તેમને આ માગણીઓ સાથે પોસ્ટર પ્રદર્શન કરી સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ કર્યો હતો. તેમની માગણીઓ પગાર વધારા સહિતની છે, જેમાં તેમને લખેલા તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, અમે ન્યૂનતમ વેતન સાથે કામ કરી રહ્યા છીએ, જેથી અમારી માગણી સંતોષવા આ વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી હતી તેવું તેમને કહ્યું હતું.

આ પણ વાંચો- જ્વેલર્સ એસોસિએશને સીએમ રુપાણીને પત્ર લખી આ ફેરફાર કરવા માગણી કરી

તે પગાર વધારા સહિતની મુખ્ય ચારથી વધુ માંગણીઓ રજૂ કરી

PIU એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલે કહ્યું હતું કે, અમે ફરજ પર હાજર રહી શાંતિપૂર્ણ વિરોધ કરવામાં માનીએ છીએ. જોકે, આ પહેલા પણ અમે સરકાર સમક્ષ અમારી માગણીઓ માટે રજૂઆતો કરી છે. તેમની જે માગણીઓ છે તેમાં પગાર વધારો, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી, નોકરી અને તેને સંલગ્ન લાભો આપવા, પગાર ધોરણમાં દર વર્ષ વાર્ષિક ઈજાફો આપવો સહિતની બીજી અન્ય માગણીઓ ઘણા વર્ષો સુધી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ જામનગરના વેપારીઓએ આંશિક રાહતનો સમય વધારવાની કરી માગ

હેલ્થના એન્જિયર્સે પોતાની ફરજ પર હાજર રહી કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું

કર્મચારીઓની મુખ્ય ચાર માગણીઓ હતી, જેને સંતોષવા માટે તેમને સરકાર સમક્ષ આ પહેલા પણ રજૂઆત કરી છે. હેલ્થના એન્જિનિયર્સે પોતાની ફરજ પર હાજર રહી કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ માગણીઓ સાથે તમામ એન્જિનિયર હોવાથી પોતાની ફરજ પર હાજર રહી ફરજની કામગીરી ચાલુ રાખીને દરેક એન્જિનિયર્સે કાળી પટ્ટી બાંધી ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આથી તેમને જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ આજ પ્રકારે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. કોરોના કાળમાં બહુ ઓછા વેતન સાથે કામ કરતા એન્જિનિયર્સે નાછૂટકે પોતાની માગણીઓ સંતોષવા ગાંધી ચિંધ્યા માર્ગે સવિનય વિરુદ્ધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે તેવું આ એસોસિએશન જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.