ગાંધીનગર રાજ્યમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી (Gujarat Assembly Elections 2022) છે. તેવામાં રાજકીય પાર્ટીઓ તો ચૂંટણીની તૈયારીમાં લાગી જ ગઈ છે. બીજી તરફ ચૂંટણી પંચ (election commission) પણ તૈયારી કરી રહ્યું છે. તો હવે ચૂંટણી પંચ નવરાત્રિ પછી અથવા તો દિવાળીના તહેવારો પછી તાત્કાલિક ધોરણે ચૂંટણી જાહેર કરે તેવી પ્રબળ શકયતાઓ છે. જ્યારે રાજ્યમાં 25 ડિસમ્બર સુધી નવી સરકાર (gujarat new government) કાર્યરત્ થઈ જશે.
CM અને પ્રધાનોએ આપવું પડે છે રાજીનામું ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ (Election commission) દ્વારા ચૂંટણીની જાહેરાત થાય ત્યારથી જ રાજ્યમાં આચારસંહિતા (code of conduct for gujarat elections) લાગુ થઈ જાય છે અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે મુખ્યપ્રધાન અને તમામ પ્રધાનોએ રાજીનામું આપવું પડે છે. આ ઉપરાંત સરકારી આવાસ પણ ખાલી કરવામાં આવે છે અને સમગ્ર રાજ્ય મુખ્ય સચિવના હસ્તક થઈ જાય છે.
5 ઓક્ટોબર દશેરા, પછી જાહેરાત થાય તો રાજ્યમાં 26 સપ્ટેમ્બરથી નવરાત્રિનો (gujarat navratri 2022) પ્રારંભ થઈ રહ્યો છે અને 5 ઓક્ટોબરે દશેરા છે. ત્યારે જો 6 ઓક્ટોબરે દિવસે ચૂંટણી પંચ (election commission) દ્વારા વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તો 21 નવેમ્બર સુધી એટલે કે, 45 દિવસમાં સંપૂર્ણ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ નવી સરકારનો ગઠન થઈ જાય તેવી શક્યતાઓ પણ છે, પરંતુ આચારસંહિતામાં (code of conduct for gujarat elections) દિવાળીના મહત્વના તહેવારો આવતા હોવાના કારણે તે શક્યતા ઓછી દેખાઈ રહી છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભૂતકાળની વાત કરવામાં આવે તો, દિવાળી પછી જ ચૂંટણીની સત્તાવાર જાહેરાત થાય છે.
દિવાળી બાદ ચૂંટણીની જાહેરાત થાય તો ક્યારે? દિવાળીના તહેવારોની વાત કરવામાં આવે તો, 25 ઓક્ટોબરે દિવાળી છે અને ત્યારબાદ 26 ઓક્ટોબરે બેસતું વર્ષ અને 27 ઓક્ટોબરે ભાઈબીજ છે. અને જો 28 ઓક્ટોબર અથવા તો 30 ઓક્ટોબરે દિવસે ચૂંટણીની જાહેરાત થાય તો 45 દિવસથી આચારસંહિતા (code of conduct for gujarat elections) લાગુ પડી જાય છે અને 12 ડિસેમ્બર સુધી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈને ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ જશે. જો 30 ઓક્ટોબરના દિવસે ચૂંટણીની જાહેરાત થાય તો 15 ડિસેમ્બરની આસપાસ આચારસંહિતા પૂર્ણ થઈ શકે છે. આમ, 45 દિવસની આચારસંહિતાના દિવસોમાં રાજકીય પક્ષો ઉમેદવારોની જાહેરાત કરવી ફોર્મ ભરવા ફોર્મ પરત ખેંચવું, સ્ક્રૂટિની કરવી, પ્રચાર પ્રસાર કરવો (election campaign in gujarat ) આમ તમામ પ્રક્રિયા 45 દિવસની હોય છે.
આચારસંહિતાના નિયમો ચૂંટણીની આચારસંહિતા (code of conduct for gujarat elections) લાગુ થયા પછી મુખ્યપ્રધાન અથવા કોઈ પણ પ્રધાન કોઈ પ્રકારની સરકારી જાહેરાત કરી શકતા નથી. રાજકીય પક્ષ કે પછી કોઈ વ્યક્તિ ચૂંટણી માટે ઝૂંબેશ ચલાવી શકે નહીં. કોઈ પણ રાજકીય પક્ષ કાર્યક્રમ કરે તો તેની કિંમત સરકારી ખર્ચમાંથી લેવામાં આવતો નથી. જાહેરમાં કોઈ પણ પક્ષ તેના પ્રચાર માટે બેનરો અથવા પોસ્ટરો મૂકી શકે નહીં. જે જગ્યાએ રાજકીય પક્ષોના બેનરો અથવા તો પોસ્ટર અથવા તો દિવાલ ઉપર ચિત્રેલા ફોટા હોય તો ચૂંટણી પંચ (election commission) તાત્કાલિક ધોરણે તેવા પોસ્ટરો દૂર કરવાની સઘન ઝૂંબેશ હાથ ધરે છે અને જો કોઈ વ્યક્તિ અથવા પક્ષ આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, તેમને જેલ અથવા દંડ ભરવો પડશે.
મતદાનના દિવસના નિયમો આચારસંહિતા (code of conduct for gujarat elections) દરમિયાન મતદાન યોજાય છે. ત્યારે મતદાનના દિવસની વાત કરીએ તો, જેતે વ્યક્તિએ ચૂંટણી સ્ટાફને ઓળખકાર્ડ અથવા બિલ આપવું જરૂરી છે. જ્યારે બેલેટ પર મતદારોની કાપલીમાં કોઈ પક્ષનું નિશાન નથી. તેની ખાતરી કરવાની જવાબદારી હોય છે. આ ઉપરાંત મતદાનના દિવસના 24 કલાક પહેલા કોઈને પણ દારૂનું વિતરણ કરી શકાતું નથી. જ્યારે મતદાનમથક બહાર 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પ્રચાર પ્રસાર (election campaign in gujarat) થઈ શકતો નથી.
15 ડિસેમ્બર પહેલા ચૂંટણી પૂર્ણ કરવાનું આયોજન મળતી માહિતી પ્રમાણે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) 15 ડિસેમ્બર પહેલા પૂર્ણ કરવાનું આયોજન પણ સામે આવી રહ્યું છે. મહત્વની વાત કરીએ તો, સ્વામિનારાયણ મંદિરનો એક ભવ્ય કાર્યક્રમ 15મી ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. અનેક લોકો આ કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે પ્રમુખસ્વામી મહારાજની યાદમાં મોટા ભવ્ય મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ દેવલોક પામ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના અંતિમ દર્શન માટે સારંગપુર પહોંચ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈએ તો 15 ડિસેમ્બર પહેલા ચૂંટણી પૂર્ણ થઈ શકે તેવી શક્યતાઓ છે.