- ચૂંટણી પ્રચાર પડઘમ શાંત
- હવે ડોર ટુ ડોર પ્રચાર થઈ શકશે, રેલીઓ અને સભા પૂર્ણ
- 3 નવેમ્બરના રોજ થશે મતદાન
- ચૂંટણી ક્ષેત્રોમાં જાહેર રજા
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક ઉપર 3 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે રવિવારે સાંજે 6 વાગ્યાથી તમામ પાઠ વિધાનસભાની બેઠકો પર પ્રચારનો અંત થયો છે. જ્યારે ઉમેદવારો હવે મતદારોના ઘરે-ઘરે જઈને પ્રચાર કરી શકશે. જ્યારે હવે બેઠક જીતવા રાજકીય પાર્ટીઓ દ્વારા બૂથ મેનેજમેન્ટ અંગેનું આયોજન કરવામાં આવશે.
હવે જાહેર સભા અને રેલીઓ પર પ્રતિબંધ
ચૂંટણીપંચના નિયમો પ્રમાણે મતદાનના 36 કલાક પહેલા સંપૂર્ણ આચારસંહિતા લાગુ પાડવામાં આવે છે. જેમાં કોઇપણ રાજકીય પક્ષ હવે જાહેરમાં સભા અને રેલીઓ કરી શકશે નહીં. રવિવારે સાંજે 6 વાગ્યા બાદ સંપૂર્ણ આચાર સહિતા લાગતી હોવાના કારણે 8 વિધાનસભા બેઠક પર હવે કોઈપણ પક્ષ જાહેર સભા અને રેલી કરી શકશે નહીં. જ્યારે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવાર મતદારોના ઘરે-ઘરે જઈને ચૂંટણીનો પ્રચાર કરી શકશે.
3 નવેમ્બરના રોજ ચૂંટણી ક્ષેત્રમાં રજા
ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે આઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. ત્યારે લોક પ્રતિનિધિત્વ અધિનિયમમાં દાખલ કરવામાં આવેલા કલમ 135 બી અનુસાર મતાધિકાર ધરાવતી વ્યક્તિ કોઈ પણ ધંધા રોજગાર ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈ પણ સંસ્થામાં નોકરી કરતા હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ છે. જેનું પાલન કરવામાં આવશે.
હવે રાજકીય પક્ષો બૂથનું આયોજન કરશે
મોટા પાયાના ચૂંટણીપ્રચાર ઉપર હવે સંપૂર્ણ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે હવે ઘરે ઘરે જઈને ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. આ સાથે જ રાજકીય પક્ષો દ્વારા બૂથ મેનેજમેન્ટને લઈને સવિશેષ આયોજન કરવામાં આવશે અને વધુમાં વધુ મતદારોને મતદાન કેન્દ્ર સુધી કઈ રીતે લઈ જવા તે અંગેનું પણ આયોજન કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાના કહેરમાં પ્રથમ ચૂંટણી
ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર છે, ત્યારે આઠ વિધાનસભાની બેઠકમાં કોરોના કહેર વચ્ચે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે કોરોના સંક્રમણ બાદ પ્રથમવાર યોજાયેલી ચૂંટણીને કારણે મતદાન પ્રક્રિયામાં પણ ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે જ્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન અને દર્દીઓ માટે પણ બેલેટ પેપરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રવિવારે સાંજે 6 વાગ્યા બાદ પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, ડોર ટૂ ડોર પ્રચાર થઈ શકશે - 3 નવેમ્બરના રોજ થશે મતદાન
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક ઉપર 3 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. ત્યારે રવિવારે સાંજે 6 વાગ્યાથી તમામ 8 વિધાનસભાની બેઠકો પર પ્રચારનો અંત થયો છે. જ્યારે ઉમેદવારો હવે મતદારોના ઘરે-ઘરે જઈને પ્રચાર કરી શકશે. જ્યારે હવે બેઠક જીતવા રાજકીય પાર્ટીઓ દ્વારા બૂથ મેનેજમેન્ટ અંગેનું આયોજન કરવામાં આવશે.
રવિવારે સાંજે 6 વાગ્યા બાદ ચૂંટણી પ્રચારના પડઘમ પડ્યા શાંત, ડોર ટૂ ડોર પ્રચાર થઈ શકશે