ETV Bharat / city

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મધ્યાહન ભોજન યોજનાનો કરાવ્યો પ્રારંભ, 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં યોજના થશે લાગું - Education Minister Jitu Waghan inaugurated the mid-day meal scheme

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મધ્યાહન ભોજન યોજનાના પ્રારંભ કરાવ્યો છે. 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં આ યોજના લાગું કરવામાં આવશે. કોરોનાને કારણે 2 વર્ષથી મધ્યાહન ભોજન યોજના બંધ રાખવામાં આવી હતી.

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મધ્યાહન ભોજન યોજનાના કરાવ્યો પ્રારંભ, 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં યોજના થશે લાગું

author img

By

Published : Mar 29, 2022, 11:28 AM IST

Updated : Mar 29, 2022, 2:18 PM IST

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા આજ મંગળવારથી 8 કોર્પોરેશન વિસ્તાર અને 2 નગરપાલિકા વિસ્તારમાં મધ્યહન યોજના પ્રારંભ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ બોરીજ પ્રાથમિક શાળામાંથી મધ્યાહન ભોજનની શરૂવાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 વર્ષથી કોરોના વૈશ્વિક મહામારીને કારણે યોજના બંધ રાખવામાં આવી હતી. કોરોનાને કારણે બાળકોને આર્થિક સહાય આપવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં મધ્યાહન યોજના ફરી લાગુ થશે.

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મધ્યાહન ભોજન યોજનાના કરાવ્યો પ્રારંભ, 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં યોજના થશે લાગું

2 વર્ષથી બંધ હતી યોજના: રાજ્યની 8 મહાનગરપાલિકા અને બે પાલિકા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના કારણે બાળકોને મધ્યાહન ભોજનની જગ્યા આર્થિક સહાય આપવામાં આવતી હતી, આ ઉપરાંત અમુક ભોજન પણ ઘરે પહોંચાડવામાં આવતું હતું, તેવું નિવેદન પણ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કર્યું છે. આમ હવે શાળામાંથી જ રાજ્યના વિધ્યાર્થીઓને મધ્યાહન ભોજન રૂપે મિડ ડે મિલ આપવામાં આવશે.

આ પણ વાંચો: Tamilnadu news: યુવકે ત્રણ વર્ષ 1-1 રૂપિયાના સિક્કા જમા કર્યા, 2.6 લાખની બાઇક ખરીદી

1 એપ્રિલથી તમામ જગ્યાએ શરૂ: રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે, ગુરુવારથી એટલે કે 31 માર્ચના દિવસથી રાજ્યના તમામ કોર્પોરેશન જિલ્લા તાલુકા અને તમામ ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. તેની વાત કરવામાં આવે તો મધ્યાહન ભોજન માટે રાજ્ય સરકારે 1400 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે.

આ પણ વાંચો: રાજકોટમાં વન રક્ષકની પરીક્ષાના પેપરનું પેકેટ તૂટેલું હોવાનો દાવો, ઉમેદવારે કર્યો આક્ષેપ

ક્યારે શરૂ કરવામાં આવી હતી યોજના: યોજનાની વાત કરવામા આવે તો, રાજ્ય સરકાર દ્વારા 1984થી આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા પણ 15 ઓગસ્ટ 1995થી શરૂ કરવામાં આવી હતી. જ્યારે પીએમ પોષણ યોજના વર્ષ 2021-22થી 2025-26 સુધી 5 વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં વર્ષ 2022-23 માટે કુલ 1071.35 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

Last Updated : Mar 29, 2022, 2:18 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.