- શિક્ષણ વિભાગના કુલ 67,610 સહભાગી અધિકારીઓ/કર્મચારીઓએ ખાદી ખરીદી
- રુપિયા 397.4 લાખની 1.17 લાખ મીટર ખાદી ખરીદી
- 'ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન'નો મંત્ર
ગાંધીનગર: આઝાદીના અમુત મહોત્સવ (Amrut Mahotsav of Independence)ની ઉજવણીના ભાગ રૂપે 'ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન' (Khadi for Nation-Khadi for Fashion)ના મંત્રને ચરિતાર્થ કરવા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર (Education Department, Gujarat) દ્વારા રાજ્યના વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળી રહે, તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી તા. 25 ઓક્ટોબરના રોજ શિક્ષણ વિભાગના કર્મીઓને સામૂહિક ખાદી ખરીદવા તથા પહેરવા માટે આહવાન કર્યુ હતુ.
રૂપિયા 397.4 લાખની 1.17 લાખ મીટર ખાદી ખરીદી
આ આહવાનને સૌએ ઉપાડી લેતા રૂપિયા 397.4 લાખની 1.17 લાખ મીટર ખાદી ખરીદીને વણાટકામના કારીગરોને પ્રોત્સાહિત કર્યા છે. આ અભિયાન આવનારા સમયમાં પણ સક્રિયપણે ચાલું રહેશે. શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણી, પ્રધાન કુબેરભાઈ ડીંડોર, પ્રધાનશ્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા આ અભિયાનને સફળ બનાવવા બદલ સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
67,610 સહભાગી અધિકારીઓ/કર્મચારીઓએ ખાદી ખરીદી
શિક્ષણ વિભાગના પ્રાથમિક/માધ્યમિક અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સાથે સંકળાયેલા કુલ 67,610 સહભાગી અધિકારીઓ કર્મચારીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ હસ્તકના કચેરીઓમાં ફરજ બજાવતા આચાર્યો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને વ્યક્તિગત/સામૂહિક રીતે કુલ રુ. 397.4 લાખની 1.17 લાખ મીટર ખાદી ખરીદી આ અભિયાનમાં ગાંધી જયંતિથી આજ દિન સુધી સૌ સ્વેચ્છાએ બહોળી સંખ્યામાં સહભાગી થયા છે.
ખાદી પહેરી અભિયાનને સફળ બનાવાયું
ઉલ્લેખનીય છે કે, આ અભિયાન હેઠળ શિક્ષણ પ્રધાન અને અન્ય પ્રધાનોએ તેમજ તેઓના કાર્યાલય હેઠળના કર્મચારીઓ ઉપરાંત અગ્રસચિવ શિક્ષણ વિભાગ, સચિવ શિક્ષણ વિભાગ અને શિક્ષણ વિભાગ અંર્તગતના ઉચ્ચ અધિકારીઓ તેમજ તેઓના કાર્યાલય હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ખાદી પહેરી અભિયાનને સફળ બનાવતા અન્ય સહભાગીઓના ઉત્સાહમાં વધારો કરવાનો પ્રયાસ કરાયો છે.
આ પણ વાંચો: ગાંધીનગર બાળ સંરક્ષણ ગૃહના વધુ 7 કિશોરો ભાગ્યા, અગાઉ બની હતી આવી ઘટના
આ પણ વાંચો: પોલીસ ગ્રેડ પે બાબતે ગૃહપ્રધાન હર્ષ સંઘવી એક્ટિવ, પરિવારજનો સાથે કરી રહ્યા છે બેઠક