ગાંધીનગર: આંદોલનની ચીમકી આપતા દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, શનિવારે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાની મુલાકાતમાં સારો પ્રતિસાદ મળ્યા બાદ સમિતિ દ્વારા હવે આગામી દિવસોમાં યુથ આઈકોનની મુલાકાત કરવામાં આવશે. આ સાથે જ મુલાકાત દરમિયાન યુથ આઈકોનને મુદ્દાથી માહિતગાર કરવામાં આવશે. રાજ્યના લોકસાહિત્યકારો, કથાકારો, ફિલ્મ કલાકારો અને અન્ય સામાજિક યુવા આગેવાનો સાથે મુલાકાત કરીને આંદોલનને વધુ વેગવંતુ બનાવીશું.
ક્યાં સામાજિક યુથ આઇકોનને મળશે પ્રતિનિધિ
- જીગ્નેશ મેવાણી
- અલ્પેશ ઠાકોર
- શંકર ચૌધરી
- મહેશભાઈ વસાવા
- છોટુભાઈ વસાવા
- હાર્દિક પટેલ
- ગુલાબસિંહ રાજપૂત
- અમરીશ ડેર
- સંજય રાવલ
- જયેશ રાદડિયા
- રાજુભાઈ સોલંકી
- લાલજી પટેલ
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં આંદોલન બાબતે દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, અત્યારે 4 દિવસ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા બેઠક યોજીને આંદોલનને વધુ વેગવંતુ બનાવીશું. આમ હવે યુવા શિક્ષિત બેરોજગારો પણ ટૂંક સમયમાં સરકાર વિરુદ્ધ આંદોલન છેડશે.