ETV Bharat / city

પેટ્રોલ ડીઝલના ભાવ મામલે નીતિન પટેલે કહ્યું, કોંગ્રેસ શાષિત રાજ્યો કરતા પેટ્રોલ 9 રૂપિયા સસ્તુ છે

ગુજરાત રાજ્યના નાણા મંત્રી મંત્રી નીતિન પટેલે પેટ્રોલ, ડીઝલ મામલે કોંગ્રેસને વારંવાર વિરોધ કરતા ગૃહમાં જવાબ આપતા કહ્યું, તમારા કોંગ્રેસ શાસિત રાજ્યો રાજસ્થાન અને મહારાષ્ટ્ર કરતા 9 રૂપિયા પેટ્રોલના ઓછા ભાવ ગુજરાત લે છે.

પેટ્રોલ ડીઝલના ભાવ મામલે નીતિન પટેલે કહ્યું

author img

By

Published : Mar 30, 2021, 6:45 PM IST

  • રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાવ વધુ
  • કોંગ્રેસ સલાહ બંને બાજુ આપે
  • પેટ્રોલ, ડીઝલના વેટની આવક 100 ટકા રાજ્યમાં આવે છે

ગાંધીનગર: કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા મામલે વિરોધ કરાતા વિધાનસભા ગૃહમાં નાણાપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, રાજસ્થાનમાં 97.56 રૂપિયા તેમજ મહારાષ્ટ્રમાં 97.11 રૂપિયા પેટ્રોલના ભાવ વસુલવામાં આવે છે. જેની સરખામણીએ 9 રૂપિયા ગુજરાત સરકાર ઓછા લે છે. ગુજરાત 19માં નંબરનું દેશમાં ભાવ ધરાવતું રાજ્ય છે. આમ કહી તેમને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. દેશના હિતમાં ભારત સરકાર એવી કોઈ ફોર્મ્યુલા બનાવે જેનાથી વેટની આવક યથાવત રહે.

પેટ્રોલ, ડીઝલની આવક 100 ટકા રાજ્યની તિજોરીમાં જમા થાય છે

પેટ્રોલ, ડીઝલ, CNG, PNGની વેટની આવક 100 ટકા રાજ્યની તિજોરીમાં જમા થાય છે. પેટ્રોલ, ડીઝલ, CNG, PNG વેટની આવકનો એક પણ રૂપિયો કેન્દ્ર સરકારને ચૂકવાતો નથી. પેટ્રોલ ડીઝલ, સીએનજી, પીએનજી જીએસટી હેઠળ આવશે તો રાજ્યને નુકસાન થશે. જો એવું થશે તેનો 50 ટકા આવકનો હિસ્સો કેન્દ્ર સરકારને ચૂકવવો પડશે.

4.70 લાખ પેન્શનરો ગુજરાતમાં છે

4.70 લાખ પેન્શનરો ગુજરાતમાં છે. દર મહિને 1,100 કરોડ પેન્શનરોને દર મહિનાના પ્રથમ દિવસે આપવામાં આવે છે. પેન્શનરોને 17 ટકા મોંઘવારી ભથ્થું અપાય છે. જેમાં 80 વર્ષ પછીના પેન્શનરો માટે 20 ટકા વધે છે. 85 વર્ષ પછી પછી 30 ટકા વધુ અપાય છે. 90 વર્ષ પછી 40 ટકા તેમજ 95 વર્ષ પછી 50 ટકા વધે છે. 100 વર્ષના થાય તેમને 100 ટકા મોંઘવારી ભથ્થું અપાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.