- રાજ્ય સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી
- ઘઉંની થશે ટેકાના ભાવે ખરીદી
- 1975 પ્રતિ ક્વિન્ટલનો ભાવ કરાયો નક્કી
ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો પાસેથી મગફળી અને કઠોળની ટેકાના ભાવથી ખરીદી બાદ હવે રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2021- 22 માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેની આજે સોમવારે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
ક્યારે ખરીદી થશે શરૂ?
રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2021- 22 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી આગામી 16 માર્ચથી 31મી જુલાઇ- 2021 દરમિયાન કરવામાં આવશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના 235 જેટલા ગોડાઉન કેન્દ્રો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે.
કેટલા રૂપિયામાં થશે ખરીદી
ભારત સરકાર દ્વારા ઘઉં માટે લઘુત્તમ ટેકાનો ભાવ રૂપિયા 1975/ પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યો છે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઇચ્છા ધરાવતાં ખેડૂતોની ઓનલાઇન નોંધણી સંબંધિત નિગમના ગોડાઉન કેન્દ્ર ખાતે તથા ગ્રામ્ય કક્ષાએ V.C.E.મારફતે 8 માર્ચથી 31 માર્ચ- 2021 સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચો : રાજ્યમાં દારૂબંધીમાં છુટ નહીં અપાઈઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી