ETV Bharat / city

DGP Ashish Bhatiya : સાયબર ક્રાઇમના કેસોમાં અત્યારસુધીમાં 6 કરોડની રકમ પરત કરી, હજુ કડક થશે સાયબર સુરક્ષા

NFSU ગાંધીનગરમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatiya ) સાઈબર સુરક્ષા સેમિનાર (Cyber Security Seminar) દરમિયાન મહત્ત્વની જાણકારીઓ આપી હતી. તેમણે જણાવ્યું કે અત્યારસુધીમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ફરિયાદીઓની કુલ 6 કરોડ જેટલી રકમ પરત કરવામાં સાયબર સેલને (Cyber Cell ) સફળતા મળી છે.

DGP Ashish Bhatiya : સાયબર ક્રાઇમના કેસોમાં અત્યારસુધીમાં 6 કરોડની રકમ પરત કરી, હજુ કડક થશે સાયબર સુરક્ષા
DGP Ashish Bhatiya : સાયબર ક્રાઇમના કેસોમાં અત્યારસુધીમાં 6 કરોડની રકમ પરત કરી, હજુ કડક થશે સાયબર સુરક્ષા
author img

By

Published : Jun 10, 2022, 5:05 PM IST

ગાંધીનગર : આઝાદી કા 75માં અમૃત મહોત્સવ નિમિત્તે આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (National Forensic Science University in Gandhinagar ) ખાતે સાઈબર સુરક્ષા સેમિનાર (Cyber Security Seminar) યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારે અને ગુજરાત પોલીસે સાઈબર સુરક્ષા બાબતે કઈ રીતે કામગીરી કરી છે, આવનારા ભવિષ્યમાં કઈ રીતે કામગીરી કરવામાં આવશે તે બાબતે પોલીસ વડા આશિષ ભાટિયાની ઉપસ્થિતમાં (DGP Ashish Bhatiya) ચર્ચા કરવામાં આવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસના જવાનોને એવોર્ડ આપવામાં આવ્યા હતાં. જ્યારે સાઇબર ક્રાઇમને (Cybercrime ) લગતા સ્લોગન બનાવનારા વિદ્યાર્થીઓને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં. આવનાર દિવસોમાં આવા જ કાર્યક્રમ રાજ્યની અલગ અલગ 20 જગ્યા ઉપર કરવામાં આવશે તેમ જ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ 20 જૂનના રોજ દિલ્હી ખાતે યોજવામાં આવશે.

અત્યારસુધીમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ફરિયાદીઓની કુલ 6 કરોડ જેટલી રકમ પરત કરવામાં સાયબર સેલને સફળતા મળી

વર્ષ 2008માં ફક્ત અમદાવાદ સાયબર યુનિટની શરૂઆત થઈ હતી - રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatiya) પોતાના ભૂતકાળને વાગોળતા જણાવ્યું હતું કે વર્ષ 2008માં ફક્ત અમદાવાદમાં જ સાયબર સેલની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારે ફક્ત ગણતરીના જ કર્મચારીઓને સાયબર સેલમાં લેવામાં આવ્યા હતાં. વર્ષ 2011માં સ્ટેટ લેવલનું સાયબર ક્રાઇમ ઊભું કરવામાં આવ્યું હતું અને વર્ષ 2018માં કેન્દ્ર સરકારે 400 કરોડ રૂપિયાની બજેટમાં આ શાશ્વત પ્રોજેક્ટ જાહેરાત કરી હતી. ત્યારે હવે રાજ્યમાં તમામ રેન્જમાં અને તમામ પોલીસ કમિશનર વિસ્તારમાં એક સાયબર સેલ (Cyber Cell) યુનિટ ઊભું કરવામાં આવ્યું છે. અત્યારે વર્તમાન સમયમાં 14 જેટલા પોલીસ સ્ટેશન પણ કાર્યરત છે, જેમાં તમામને લગતી કિટ પૂરી પાડવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે ફરિયાદ કરનારના તમામ પ્રશ્નોનો ઉકેલ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ GSRTC બસો ઉપડી ગયા બાદ એજન્ટો ટ્રિપ કેવી રીતે કેન્સલ કરાવતા જૂઓ

રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ અરજીઓ - સાયબર ક્રાઇમ બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2008થી અત્યાર સુધીમાં એક લાખથી વધુ અરજીઓ આવી ચૂકી છે અને કરોડો રૂપિયા લોકોને પરત આપવામાં આવ્યા છે. રાજ્યમાં પાંચ વર્ષમાં પાંચ હજાર જેટલા સાયબર ક્રાઈમના ગુનાઓે નોંધાયા હતાં. જેમાંથી ચાર હજાર જેટલા ગુનેગારોની ધરપકડ પણ કરી દેવામાં આવી છે. ઓનલાઇન પૈસાની છેતરપિંડીમાં અત્યારે સાયબર સેલ દ્વારા કુલ 6 કરોડ 75 લાખ રૂપિયાની ચૂકવણી પરત કરવામાં વિભાગ સફળ રહ્યો છે. જ્યારે 5.85 કરોડ રૂપિયા સાયબર ક્રાઈમના ગુનામાં આચરનારા ઉપયોગ ન કરી શકે તે માટે 45 હજાર એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો -અમદાવાદ સાયબર ક્રાઈમે બોગસ ડિગ્રીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, સાયબર ક્રાઈમે પશ્ચિમ બંગાળથી કરી આરોપીની ધરપકડ

ઉત્તરપ્રદેશ અત્યારે સાયબર ક્રાઈમ હબ - રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ સાયબર ક્રાઇમ વિશે વધુમાં નિવેદન કર્યું હતું કે સાયબર ક્રાઈમના ગુનામાં અત્યારે ઉત્તરપ્રદેશ, દિલ્હીમાં વધારે પડતું પ્રમાણ જોવા મળે છે. જ્યારે હાલના સમયમાં ઉત્તર પ્રદેશના એક નાના શહેરમાંથી સાયબર ક્રાઇમની ઘટનાઓને વધુમાં વધુ અંજામ આપવામાં આવી રહ્યો છે.

સાયબર સેલ સજ્જ - રાજ્યના ગૃહ વિભાગના સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં સાયબર ગુનાઓને રાજ્યની પોલીસ અને સાઇટ પર શેર કરવામાં આવ્યાં છે. રજાના દિવસે પણ બેંકોમાં જો કોઈપણ પ્રકારની પ્રગતિ નથી થતી હોય તો તે પણ જલદી અટકાવી શકે છે અને કોઇપણ નાગરિકને સાયબર ગુનો થયો હોય તો તાત્કાલિક ધોરણે ગોલ્ડન આવરમાં તે બાબતની જાણકારી આપવી જોઈએ અને સાયબર સેલ 24 કલાક કાર્યરત રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.