ETV Bharat / city

DGP આશિષ ભાટીયાનો ગુજરાતના નાગરીકોને સંદેશો

ગુજરાતના નાગરીકોને DGP આશિષ ભાટીયાએ કોરોનાને લઈને સંદેશો આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે તેમજ રાજ્ય સરકારે જે HRCTના ભાવ નક્કી કર્યા છે, તેનાથી જો વધુ ભાવ લેવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

છેલ્લા 7 દિવસમાં 188 કલમ હેઠળ 20,381 કેસ નોંધાયા

author img

By

Published : Apr 22, 2021, 9:34 PM IST

  • ગુજરાતના નાગરીકોને DGP આશિષ ભાટીયાનો સંદેશ
  • મેડિકલ ક્ષેત્રના લોકો જાહેર જનતાનો લુંટે તો કરો પોલીસને જાણ
  • છેલ્લા 7 દિવસમાં 188 કલમ હેઠળ 20,381 કેસ નોંધાયા
  • કરફ્યૂમાં કુલ 15,964 વાહનો કરાયા જપ્ત

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે લગ્નની સિઝન પણ આવી રહી છે, ત્યારે લગ્ન પ્રસંગમાં કોરોનાનું સંક્રમણ વધુના ફેલાઇ તે માટે રાજ્ય સરકાર દ્વારા 50 વ્યક્તિઓની લિમિટ નક્કી કરવામાં આવી છે. 22 એપ્રિલે રાજ્યના DGP આશિષ ભાટીયાએ ગુજરાતના નાગરીકોને અનેક મુદ્દાઓ પર સુચન અને સંદેશો આપ્યો છે. જેમાં લગ્નની કામગીરી કંઇ રીતે કરવી, મેડિકલ ક્ષેત્રના લોકો જાહેર જનતાને લુંટે તો શું કરવું, અને કરફ્યૂમાં લોકોએ શું કરવું તે બાબતે સંદેશો આપ્યો છે. જ્યારે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા વિરુધ્ધ પણ DGPએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, પોલીસની નજર સોશિયલ મીડિયા પર છે. જેથી કોઇએ ખોટી અફવા ફેલાવવી નહી.

ગુજરાતના નાગરીકોને DGP આશિષ ભાટીયાનો સંદેશ

ફરજિયાત લગ્નની નોંધણી કરાવવી પડશે

આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, લગ્ન પહેલા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેમાં લગ્ન સમારોહમાં ફક્ત 50 જ લોકો જ હાજર રહી શકશે. ઓનલાઈન મેરેજનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ એક ફોર્મ પણ ભરવાનું રહેશે. જેથી સીધા પોલિસ અધિકારી જાણ થશે અને પોલીસ મોનિટરિંગ કરશે. આ ઉપરાંત 20 શહેરોમાં રાત્રી કરફ્યૂ છે. જેથી આ સમય દરમિયાન લગ્ન સમારોહ યોજી શકાશે નહીં. જો રાત્રી લગ્ન યોજવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી થશે. કાર્યવાહીમાં પાર્ટી પ્લોટ, DJ, ફોટોગ્રાફર, મંડપ સર્વિસ તમામ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ કમિશ્નરની ચેતવણી સાંભળો, બંદોબસ્ત છે કડક...

મેડિકલ ક્ષેત્રના લોકોને પોલીસની ચિમકી

રાજ્યમાં કોરોનાનો હાહાકાર છે અને રેમડેસીવીર ઇન્જેક્શન અને ટોક્સિલીઝુમેબ ઇન્જેક્શનની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આ ઇન્જેક્શનમાં બ્લેક માર્કેટિંગ થઈ રહી હોવાનું DGPએ ટીપ્પણી કરી છે, ત્યારે જો કોઇ મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિ અથવા તો કોઇ પણ વ્યક્તિ આવી કાળી બજારી કરે તે તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે બરોડામાં જ નકલી સેનિટાઇઝર સામે આવ્યા છે, તેવી રીતે અન્ય જગ્યાએ નકલી સેનિટાઈઝર પણ નકલી સામે આવી રહ્યા છે. તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે જે HRCTના ભાવ નક્કી કર્યા છે, તેનાથી જો વધુ ભાવ લેવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જો આવું કંઇ હોય તો જાહેર જનતા સીધી પોલીસને જાણ કરશે તો તરત જ પગલાં ભરવામાં આવશે.

રેમડેસીવીર બ્લેક માર્કેટીંગના પોલીસ કેસ

અમદાવાદ- 2

બરોડા- 1

વલસાડ- 1

દાહોદ- 1

રાજકોટ- 1

આ પણ વાંચો: ભારત બંધના એલાનને પગલે સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ થશે, તમામ એસપીને સૂચનાઓ અપાઇ

રાજ્યમાં કરફ્યૂ ભંગ અને જાહેરનામાંના કેટલા કેસ

DGP આશિષ ભાટીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે 2 શહેરોમાં રાત્રીના 8 વાગ્યાથી કરફ્યૂ લાગું કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા 7 દિવસનો ડેટા આપતા ભાટીયાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 7 દિવસમાં 188 કલમ હેઠળ કુલ 20,381 કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે જાહેરનામા ભંગના કેસ, સોશિયલ ડિસ્ટન્સ, કરફ્યૂ ભંગ, અને માસ્ક ન પહેરવા બદલ 1,13,709 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કરફ્યૂમાં કુલ 15,964 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.