ETV Bharat / city

મહુડી કાળી ચૌદસનું મહત્વ: ચંદન પર સોનાની વરખ સાથેનો ચાંદલો, ભક્તો વર્ષમાં એક જ દિવસ કરી શકે છે મૂર્તિની પૂજા - Mahudi News

ગાંધીનગર શહેરથી 37 કિલોમીટર દૂર મહુડી ગામ (Mahudi) માં ઘંટ કર્ણ મહાવીર સ્વામીનું મંદિર આવેલું છે, જ્યાં કાળી ચૌદસની પૂજાનું મહત્વ ખૂબ જ હોય છે. દર વર્ષે લાખો લોકોની જન મેદની મંદિર ખાતે ઉમટી પડતી હોય છે. આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના નિયમ પ્રમાણે 400 લોકો સાથે જ કાળી ચૌદસ હવનમાં હાજર રહેશે.

Latest news of Gandhinagar
Latest news of Gandhinagar
author img

By

Published : Nov 3, 2021, 4:14 PM IST

  • ગાંધીનગરના મહુડી મંદિરનું મહત્વ
  • મહુડી મંદિરમાં કાળી ચૌદસનું છે અનેરું મહત્વ
  • ચંદન સાથે સોનાની વરખથી ભગવાન અને ભક્તોને કરવામાં આવશે ચાંદલો
  • કોરોના નિયમોને લીધે ફક્ત 400 લોકોને જ પરવાનગી

ગાંધીનગર: ગાંધીનગર પાસે આવેલા મહુડી (Mahudi) ના ઘંટાકર્ણ મહાવીર મંદિર ખાતે કાળી ચૌદસની પૂજાનો ખૂબ જ મહત્વ છે. કાળી ચૌદસના દિવસે જ ભાવિક ભક્તો માટે ગર્ભ ગૃહ ખુલ્લુ રાખવામાં આવે છે અને ભાવિક ભક્તો મૂર્તિને સ્પર્શ કરીને ભગવાન મહાવીરને ચંદનનો ચાંદલો અને સોનાની વરખ પહેરાવે છે કે, જ્યારે ભગવાનને ચડાવેલા અને લગાવેલા ચંદનનો ચાંદલો અને સોનાની વરખ મંદિરના પૂજારી ભાવિક ભક્તોને ચાંદલો કરી આપે છે.

મહુડીમાં ભક્તો વર્ષમાં માત્ર એક જ વાર મૂર્તિની પૂજા કરી શકે છે

આ પણ વાંચો: રામનગરી અયોધ્યામાં બનશે વર્લ્ડ રેકોર્ડ: લાખોની સંખ્યામાં દીવા પ્રગટાવી યોગી આદિત્યનાથ ઉજવશે દિવાળી

સુખડી પ્રસાદીનું છે મહત્વ

મહુડી (Mahudi) મંદિરમાં પ્રસાદીના મહત્વનું પણ અનેરો મહિમા છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરને સુખડીની પ્રસાદી ધરાવવામાં આવે છે. એવું પણ મહત્વ છે કે, જ્યારે મહુડી ગામના લોકો સુખ- સંપત્તિથી રહી શકે અને સારી રીતે જીવન જીવી શકે તેને ધ્યાનમાં લઈને જ સુખડીને પ્રસાદ તરીકે માનવામાં આવ્યો હતો અને મહુડીની મંદિરના કેમ્પસની બહાર પ્રસાદ લઈ જવા પર પણ પ્રતિબંધ છે અને જો કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લઈને બહાર જાય તો તેવા ભક્તોને ચમત્કારનો પણ અનુભવ થાય છે.

આ પણ વાંચો: જાણો કાળી ચૌદસનું શું છે મહત્વ, શા માટે ભજીયા મૂકી કાઢવામાં આવે છે કકળાટ

દર વર્ષે આવે છે લાખોની મેદની

કોરોના સંક્રમણ ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ચારસો લોકોની જ પરવાનગી સમગ્ર રાજ્યમાં લાગૂ કરવામાં આવી છે. મહુડી (Mahudi) ખાતે કાળી ચૌદસની પૂજા દરમિયાન આજે ચારસો લોકોની મર્યાદા લાગુ કરવામાં આવી છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો કાળી ચૌદસના દિવસે મહુડી ખાતે મંદિરમાં એક લાખથી વધુ મેદની ઉમટી પડતી હોય છે પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના પ્રતિબંધોને કારણે ફક્ત ગણતરીના લોકો જ હવન દરમિયાન હાજર રહેશે.

હવન હોય ત્યારે લોકો દોરાને 108 ગાંઠ લગાવે છે

મહુડીમાં હવન દરમિયાન જે લોકો હવનમાં હાજર હોય છે અને જે લોકો પ્રાંગણમાં હાજર હોય છે, તેવા તમામ ભાવિક ભક્તો લાલ દોરા સાથે પ્રતિ એક કલાકે એક ગાંઠ મારે છે અને કુલ 108 જેટલી ગાંઠ મારીને ભક્તિ સાથે જોડાય છે. અહીંયા આવતા ભાવિક ભક્તો પણ આ મંદિર પાવર સ્ટેશન હોવાનું માને છે.

પ્રદીપસિંહ જાડેજા પણ દર વર્ષે આવે છે મહુડી મંદિર

મહત્વની વાત કરવામાં આવે તો વિજય રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન તરીકે પ્રદિપસિંહ જાડેજા હતા અને તેઓએ પણ આજે મહુડી (Mahudi) મંદિર ખાતે ભગવાનના દર્શન કર્યા હતા. પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) છેલ્લા કેટલાય વર્ષોથી મહુડી ખાતે કાળી ચૌદસના દર્શન કરવા આવે છે. આ વર્ષે પણ તેઓ કાળી ચૌદસના દિવસે મંદિરના દર્શને આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.