- રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો
- ધારાસભ્યો બાદ હવે CM કાર્યાલયમાં કોરોના પહોંચ્યો
- CM કાર્યાલયમાં નાયબ સચિવનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 15 દિવસ પહેલાની વાત કરવામાં આવે તો રોજ કુલ 250થી 300ની આસપાસ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા હતા, પરંતુ હવે છેલ્લા ત્રણ દિવસથી દરરોજ 1500થી ઉપર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. વિધાનસભાગૃહમાં મંગળવારે 5 ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યાં હતા, ત્યારે આજે બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવ્યાં છે.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભામાં કોરોનાનો કહેર, 9 જેટલા ધારાસભ્યો કોરોના પોઝિટિવ
ગત મોડી રાત્રે નાયબ સચિવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
CM કાર્યાલયમાં ફરજ બજાવતા નાયબ સચિવ કોરોના ગ્રસ્ત થયા છે, ગત રાત્રી દરમિયાન નાયબ સચિવ પરાગ શુક્લનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ આવતાં નાયબ સચિવ હોમ કોરેન્ટાઈન થયા હોવાની વાત સામે આવી છે. આમ સચિવાલયમાં વધુ એક અધિકારી કોરોના સંક્રમિત થયા છે. જ્યારે શુક્રવારે 5 સનદી અધિકારીઓ કોરોના સંક્રમિત થયા હતા.
ચાલુ સત્રમા સંક્રમિત થયેલા ધારાસભ્યો
- ઇશ્વરસિહ પટેલ, (રાજ્યપ્રધાન)
- બાબુભાઈ પટેલ
- શૈલેષ મહેતા
- મોહનસિંહ ઢોડિયા
મંગળવારે પોઝિટિવ આવેલા ધારાસભ્યો
- પુંજા વંશ
- નૌશાદ સોલંકી
- ભીખા બારૈયા
- વિજય પટેલ
- ભરતજી ઠાકોર
આમ, હવે સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે ગુજરાત વિધાનસભા સંકુલ પણ હવે કોરોનાથી બચી શક્યું નથી.