ETV Bharat / city

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે યુ.એન. મહેતા હોસ્પિટલની મુલાકાતે, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી રીવ્યુ બેઠક

author img

By

Published : Apr 18, 2021, 8:08 PM IST

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રવિવારે યુ.એન.મહેતા હોસ્પિટલની મુલાકાત લઈને દર્દીઓને દાખલ થવાની કામગીરી અને બેડ વધારવાની સુવિધા અંગે રીવ્યુ લઇ સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ પત્રકારોને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય અને દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા અચાનક છેલ્લા 10 થી 12 દિવસમાં વધી છે. ગુજરાતમાં પણ 9000 દર્દીઓ પોઝિટિવ આવી રહ્યા છે. જેટલા બેડ ઉભા કરીએ તેની સામે કેસ વધતાં વ્યવસ્થાની સુવિધા ઉભા કરવાનો પડકાર આવે છે. ઓક્સિજન, બેડ વધારવા, ઈન્જેક્શન વધારવાનો સરકાર દ્વારા સતત પ્રયાસો થઇ રહ્યાં છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

  • વધતા કોરોના કેસ સંદર્ભે ડેપ્યુટી સીએમ સિવિલ કેમ્પસની મુલાકાતે
  • કામગીરી અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠકનું આયોજન
  • વધતા કેસને પગલે બેડ વધારવા માટે ચર્ચા
    નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

ગાંધીનગર: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે પહેલા પીકમાં ગુજરાતના માત્ર અમુક વિસ્તારોમાં જ કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. પરંતુ બીજા પીકમાં ગુજરાતનો કોઇ જિલ્લો બાકી રહ્યો નથી. અમારી વ્યવસ્થા સામે દર્દીઓની સંખ્યા વધારે છે.

હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈન અમને પણ ગમતી નથી, પણ એ મજબૂરી છે: નીતિન પટેલ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સરકારની, કોર્પોરેશનની અને ખાનગી હોસ્પિટલો આ તમામ જગ્યાઓએ બેડની તંગી છે. તેથી જ અમે વિનંતી કરી રહ્યા છે કે, જરૂરિયાત મુજબના દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખે. સિવિલ હોસ્પીટલ સરકારની સૌથી મોટી હોસ્પિટલ છે. તેથી આરોગ્ય વિભાગની જવાબદારી છે કે હોસ્પિટલ આવેલા દર્દીઓને દાખલ કરવાનો ડૉક્ટર પ્રયત્ન કરે છે. બીજી હોસ્પીટલો વધતી ઓછી જવાબદારી નિભાવતા હોય, પણ સરકાર તમામ દર્દીઓને સિવિલમાં દાખલ કરવા કટીબદ્ધ છીએ. તેથી 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં અહી ભલે લાઈન લાગે, આ ચિત્ર સારુ નથી, આ શોભતું નથી, પણ આ અમારી મજબૂરી છે. 108માં પણ દર્દી હોય, તો પણ તેમાં ઓક્સિજન ચાલુ રાખીને દર્દીનો જીવ બચાવવાનો પ્રયાસ કરીએ છીએ. જેમ જેમ બેડ ખાલી થાય તેમ તેમ અમે દર્દીને દાખલ કરીએ છીએ.

108 પર ભારણ વધ્યું છે: નીતિન પટેલ

નાયબ મુખ્યપ્રધાને રાજ્યની હોસ્પિટલોની માહિતી આપતા કહ્યું કે, દર્દીઓને રાખવા માટે જગ્યા ઓછી પડી રહી છે. તેથી જેટલું બને તેટલી વધુ બેડ ઉભા કરવામાં આવી રહ્યાં છે. 108 એમ્બ્યુલન્સમાં ફોનનું પ્રમાણ વધી રહ્યું છે. 108 પર બે પ્રકારનું ભારણ વધ્યું છે. કોરોનાની સાથે સામાન્ય દર્દીઓ જેમ કે રોડ અકસ્માત અને બીજી બીમારીના દર્દીઓ પણ ફોન કરી રહ્યાં છે. અનેક ફોન આવવાને કારણે લાઈન બિઝી મળી રહી છે. હાલ દર્દીઓને એમ્બ્યુલન્સ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ પર ભારણ વધી રહ્યું છે. હાલ તમામ તબીબો રજા માંગ્યા સિવાય તમામ લોકો કામ કરી રહ્યાં છે. હાલ જે વેવ ચાલી રહ્યો છે, તેને કારણે અમારી ક્ષમતા કરતા જરૂરિયાત વધી છે. તેથી અમે વ્યવસ્થા વધારવાનું કામ અમે કરી રહ્યાં છે. બીજા ફેઝનો વાઇરસ સીધો ફેફસા પર અસર છે. જે દર્દી અહી આવે છે તે શ્વાસની તકલીફવાળા આવે છે. નર્સીગ અને ડોકેટર સ્ટાફ સાથે અત્યારથી ભરવાની 108ને સૂચના અપાઇ છે. મંજુશ્રી હોસ્પિટલમાં વધુ 80 પથારીની સુવિધા ઉભી કરાઇ છે. કુલ 240 નવી પથારી ઊભી કરી છે. કેન્સર હોસ્પીટલમાં આવતીકાલે સાંજ સુધીમાં 30 પથારી ઉભી કરાશે. GMDCમાં 900 બેડની હોસ્પિટલ એક અઠવાડિયામાં પ્રાપ્ત થશે.

કોરોનાની સારવારને લગતો નિર્ણય ભારત સરકાર કરશે

ગુજરાતમાં તમામ હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિનામૂલ્યે આપીએ છીએ. ખર્ચની ચિંતા કરતા નથી. પ્રધાનમંત્રી વાત્સલ્ય યોજના એ ભારત સરકારની યોજના છે, તેથી તેમાં કોરોનાની સારવારને લગતો જે પણ નિર્ણય કરવાનો હોય તે નિર્ણય ભારત સરકારે કરવાનો રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.