ગાંધીનગરઃ ગુજરાતમાં 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ભાજપ પક્ષ પેટા ચૂટણી માટે તૈયાર હોવાનો દાવો કર્યો છે. તેમજ નીતિન પટેલે કોંગ્રેસ પર કેટલાક આકરા પ્રહારો પણ કર્યા હતા.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીની રાહ જોવાઇ રહી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પક્ષે આ પેટા ચૂટણીમાં કેવી રીતે વિજય થવું તેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. વધુમાં તેમણે જણાવ્યું કે 8 કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. કોંગ્રેસના નેતૃત્વ સામે જે રીતે કોંગ્રેસનું નેતૃત્વ ધારાસભ્ય સાથે વર્તન કરે છે, ધારાસભ્યની અવગણના કરે છે, પક્ષમાં છે તેમછતાં પ્રજાના કામો કરી શકતા નથી એવી લાગણી સાથે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ જુદા જુદા તબક્કે વિધાનસભાના સભ્ય પદેથી એટલે કે ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા હતા. આ 8 ધારાસભ્યોએ જ્યારે રાજીનામાં આપ્યા ત્યારે કોંગ્રેસમાં તેમની અવગણના, કોંગ્રેસમાં જૂથવાદ સામે અને ખાસ કરીને તેમની ધારાસભ્યોની કોઈ વાત કોંગ્રેસમાં સાંભળતી ન હતી અને ફક્ત બે કે ત્રણ નેતાઓનું જ ચાલતું હતું, તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પણ કોંગ્રેસમાં તે મોટી જૂથ વધે છે એ બધું ધ્યાન રાખી અને તેમણે રાજીનામા આપ્યા હતા.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, ભાજપ ચૂંટણી લડવા તૈયાર છે. સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતો. કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી જૂથવાદ અને પ્રજાના કામોના કરી શકતા ન હોવાથી આઠ ધારાસભ્યો રાજીનામાં આપ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસમાં માત્ર બેથી ત્રણ નેતાઓ જ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. નીતિન પટેલે મહામારી દરમિયાન લગાવેલા લોકડાઉન દરમિયાન સરકારે પ્રજાલક્ષી કામો કર્યા અને વિવિધ યોજનાઓનું જનતાને લાભ મળ્યો હોવાનો દાવો કર્યો હતો. નીતિન પટેલે ઉમેદવારોનો નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાશે તેમ જણાવી મોરબી ગઢડા સહિત આઠ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થશે, તેવો દાવો વ્યક્ત કર્યો છે. સાથે જ કહ્યું કે તમામ બેઠકો કોંગ્રેસની હતી, ત્યારે જો તેઓ હારે તો તેણે ઘણુ ગુમાવવાનું છે.