ગાંધીનગર: કોઈપણ રાજ્યની આવક વધારવા માટે પ્રવાસન વિભાગ એક ખૂબ જ મહત્વનો વિભાગ ગણવામાં આવે છે અને પ્રવાસન વિભાગ જ રાજ્યની આવકમાં વધારો થાય છે ત્યારે ગુજરાત વિધાનસભામાં પ્રવાસન વિભાગના પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઇ કર્યો હતો. આ ઉપરાંત શૈલેષ પરમારે પણ ખાલી પડેલ જગ્યા ઉપર પણ સરકાર પર પ્રહાર કર્યા હતા ત્યારે રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે કે ગુજરાત પ્રવાસન નિગમમાં કુલ 201 જેટલું મહેકમ છે જેમાં 154 જગ્યા કાયમી પદ્ધતિથી ભરવાની બાકી છે.
પ્રવાસન નિગમ આખું આઉટસૉર્સ - રાજ્ય સરકારે આપેલા પ્રત્યુત્તરમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાત પ્રવાસન નિગમ આખું આઉટસોર્સ એજન્સીના ભરોસે છે. ગુજરાત પ્રવાસન નિગમના પટાવાળા કાયમી અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરને છુક ગાડી રાખવામાં આવે છે. ગુજરાત પ્રવાસન નિગમ 201નું કુલ મંજુર થયેલ જગ્યા છે જે પૈકી ફક્ત મુખ્ય ચાર જગ્યાઓ પ્રતિનિયુક્તિથી ભરાય છે બાકીની મુખ્ય વહીવટી જગ્યાઓ ખાલી છે.
આ પણ વાંચો: લોકડાઉન દરમિયાન પ્રવાસન વિભાગને 700 કરોડ જેટલું નુકસાન
જગ્યાઓ ભરવા સરકારનો જવાબ - ખાલી જગ્યાઓ કાયમી કરવા માટે રાજ્ય સરકારે વિધાનસભામાં પ્રશ્નકાળના જવાબ આપ્યો હતો કે ભરતી નિયમો સરકારના વિચારણા હેઠળ છે, મંજુર થયેલ ભરતી નિયમો સંબંધે આગળની કાર્યવાહી કરવામાં આવશે, વહીવટી અનુકૂળતાથી ભરતી કરવામાં આવશે જ્યારે આ તમામ જગ્યાઓમાં મોટા ભાગની જગ્યાઓ 27 ઓક્ટોબર 2020 થી ખાલી છે, જ્યારે કુલ 201 ના મહેકમ સામે 40 કાયમી જગ્યાઓ, 7 સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો: જૂનાગઢની શાન મહોબત મકબરાની મુલાકાત લેતા પ્રવાસન પ્રધાન
કોરોનાકાળમાં કરોડોની જાહેરાતો - કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ રાજ્યમાં પ્રવાસન અંગેની જાહેરાતો પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો કે તે અંગેનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે 31મી ડિસેમ્બર 2021ની પરિસ્થિતિ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે 01 જાન્યુઆરી 2020થી 31 ડિસેમ્બર 2020 સુધીમાં 2399.99 લાખ અને 01 જાન્યુઆરી 2021થી 31 ડિસેમ્બર 2021 સુધીમાં 2120.26 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ ગુજરાત પ્રવાસન નિગમે કરોડોનો ખર્ચો જાહેરાત પાછળ કર્યા છે. જ્યારે આ સમયગાળા દરમ્યાન કોરોનાની મહામારીના કારણે નાગરિકો હેરાન પરેશાન હતા. ઓક્સિજન અને ઇન્જેક્શન તથા દવા શોધવા માટે લાઇનમાં ઊભા હતા ત્યારે પ્રવાસન વિભાગે નાગરિકોના ટેક્સના નાણાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો છે.