ETV Bharat / city

Rathyatra 2021: 1 કિમી સુધી રથયાત્રા કાઢવા માટે પરવાનગી આપવામાં આવે તેવી રથયાત્રા સમિતિની માગ - વૈજનાથ મહાદેવ

રથયાત્રા સમિતિ દ્વારા આ વર્ષે રથયાત્રા (144th Rathyatra) 13 કિમી જેટલી ફરવાની પરવાનગી માંગવામાં આવી હતી. જો કે, રથયાત્રા (Rathyatra 2021) સમિતિને આ વર્ષે રથયાત્રા ગાંધીનગરમાં ફરવા માટે સરકાર તરફથી પરવાનગી મળી નથી. જેથી એક કિલોમીટર વૈજનાથ મંદિર સુધી રથયાત્રા ફેરવવા માટે પણ સમિતિએ તંત્રને માગ કરી છે. જો કે, પરવાનગી ન મળતા મંદિરના પરિસરમાં જ રથયાત્રા ફરશે.

http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/11-July-2021/12427559_thumbail_3x2_rath.jpg

author img

By

Published : Jul 11, 2021, 10:39 PM IST

  • 37 વર્ષમાં બીજીવાર રથયાત્રા મંદિરના પરિસરમાં ફરશે
  • 13 કિમી રથયાત્રા કાઢવા માટે પરવાનગી માંગવામાં આવી હતી
  • એક જ રથ સાથે મંદિરના પરિસરમાં જ ફરશે રથયાત્રા

ગાંધીનગર : ગાંધીનગર પંચદેવ મંદિર(Panchadev Temple)થી નીકળતી રથયાત્રા 37 વર્ષમાં બીજીવાર મંદિર (Jagannath Temple)ના પટાંગણમાં જ ફરશે. કોરોનાને જોતા ગત વર્ષે રથયાત્રા મંદિરના પરિસરમાં જ ફરી હતી, ત્યારે આ વર્ષે પણ ભગવાનના રથ સાથે ગાંધીનગરની રથયાત્રા મંદિરના પટાંગણમાં જ ફરશે.

Rathyatra 2021

આ પણ વાંચો: Rathyatra 2021: રથયાત્રા દરમિયાન અમદાવાદ શહેરને 'No Drone Fly Zone' જાહેર કરાયું

છેલ્લી ઘડીએ લેખિતમાં નહીં પરંતુ રથયાત્રા માટે મૌખિક રીતે ના કહેવામાં આવી

મામલતદાર પાસે નિયમાનુસાર મિટિંગ પણ થઈ હતી. પરંતુ છેલ્લી ઘડી સુધી લેખિત રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી રથયાત્રા સમિતિ (Rathyatra Committee)ને આપવામાં આવી ન હતી. જો કે, 10 જૂલાઈએ મૌખિક રીતે જણાવવામાં આવ્યું હતું કે, રથયાત્રા માટે પરમિશન નહીં મળે. જો કે, મોડી રાત સુધી પણ સમિતિની ઈચ્છા પણ પંચદેવ મંદિરથી 1 કિમી રથયાત્રા વૈજનાથ મહાદેવ (Baijnath Mahadev) સુધી કાઢવાની છે. જેને લઇને પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, પરમિશન નહીં મળે તો મંદિરના એક દરવાજાથી બીજા દરવાજા સુધી રથયાત્રા ફેરવવામાં આવશે.

Rathyatra
રથ કરાયાં તૈયાર

આ પણ વાંચો: 144th Jagannath Rathyatra: ત્રણેય રથનું કરવામાં આવ્યું પૂજન

સાંજે 7 વાગ્યા પછી મહાઆરતી કરવામાં આવશે

દર વર્ષે 31 કિમી સુધીની રથયાત્રા નિયમ અનુસાર નીકળે છે, પરંતુ આ વર્ષે મંદિરની ફરતે ભગવાનના રથ સાથે રથયાત્રા ફરશે. જો કે, સવારે 7 વાગે આ રથયાત્રા શરૂ થશે. જે બાદ શહેરીજનો માટે સાંજ સુધી રથના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. આ ઉપરાંત સાંજે 7 વાગ્યા પછી મહાઆરતી કરવામાં આવશે. મહાઆરતી માટે બધાના હાથમાં દીવા આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.