- દિલ્હીના ઉપમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ પર
- એરપોર્ટથી ગાંધીનગર અક્ષરધામ મંદિર દર્શનાર્થે પહોંચશે
- સાંજે પેથાપુરમાં મેગા રોડ શો યોજશે
ગાંધીનગર: દિલ્હીના ઉપમુખ્ય પ્રધાન ગાંધીનગર મનપા ચૂંટણીમાં હાજરી આપવા આજે(બુધવાર) ગુજરાતના પ્રવાસે છે. ત્રીજી ઓક્ટોબરના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવવાની છે. આમ આદમી પાર્ટીએ પણ ગાંધીનગરના તમામ વોર્ડમાં પોતાના ઉમેદવારોને ચૂંટણી જીતવા માટે ઊભા રાખ્યા છે.
સાંજે પેથાપુરમાં રોડ શો
દિલ્હીના ઉપમુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા આજે ગુજરાતના પ્રવાસે છે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચી ગાંધીનગર અક્ષરધામ મંદિરના દર્શનાર્થે જવા નીકળી ચૂક્યા છે. તેઓ એક વાગે ગિફ્ટ સિટી ખાતે પ્રેસ સંબોધશે અને સાંજે પેથાપુરથી રોડ શો યોજશે.
આ પણ વાંચો : Cabinet meeting: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
એરપોર્ટ ખાતે ઉપમુખ્ય મંત્રીનું પરંપરાગત સ્વાગત કરાયું
![દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું અમદાવાદ એરપોર્ટ ઉપર સ્વાગત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2021-09-29-at-121949-pm_2909newsroom_1632898496_727.jpeg)
મનીષ સિસોદિયા એરપોર્ટ ઉપર પહોંચ્યા કે તેમનું ગુજરાતી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. કળશ શ્રીફળ સાથે તિલક કરી ગુજરાતના આમ આદમી પાર્ટી કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તમામ તૈયારીઓનો ઉદેશ્ય ગાંધીનગર મહાનગરપાલિકાના આગામી ઇલેક્શન છે. માત્ર ગણતરીના દિવસોમાં ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાવાની છે ત્યારે બાકી રહેલા દિવસોનો પણ ઉપયોગ મહત્તમ પ્રચાર પ્રસાર માટે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે.
![દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું અમદાવાદ એરપોર્ટ ઉપર સ્વાગત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2021-09-29-at-121948-pm1_2909newsroom_1632898496_114.jpeg)
આ પણ વાંચો :અફઘાનિસ્તાનની હવાઈ સીમામાં ડ્રોન ન ઉડાવવા તાલિબાને અમેરિકાને ચેતવણી આપી