ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા અમુક સમયાંતરે ડિફેન્સ એક્સપો (Defense Expo 2022)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પ્રથમ વખત 10 માર્ચથી 3 દિવસ સુધી ડિફેન્સ એક્સપો (Defense Expo Gandhinagar)નું આયોજન કરવામાં આવશે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ (helipad ground gandhinagar) ખાતે આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi at defense expo) 10 માર્ચના રોજ ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કરશે. 10 માર્ચના જ UP સહિત 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ (up assembly election 2022 result) જાહેર થશે. હવે ગણતરીના જ દિવસો બાકી છે જેને ધ્યાને લઇને ગાંધીનગરના રામકથા મેદાન ખાતે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ડિફેન્સ એક્સપો બાબતે રિવ્યુ કમિટીની બેઠક
આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રના રાજ્યકક્ષાના પ્રધાન અજય ભટ્ટે (Minister of State at the Center) ડિફેન્સ એક્સપો બાબતે રિવ્યુ કમિટીની બેઠક યોજી હતી, જેમાં રાજ્ય સરકારે કઈ પ્રકારની તૈયારીઓ કરી છે તે બાબતનું પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના સંરક્ષણ વિભાગ દ્વારા આ વખતે ગુજરાતમાં ડિફેન્સ એક્સપો 2022નું આયોજન કરવામાં આવ્યું છે. 10 માર્ચના રોજ ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ડિફેન્સ એક્સ્પો-2022ની તૈયારીઓની ગાંધીનગરમાં આયોજિત સમીક્ષા બેઠકમાં જણાવ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનથી રક્ષા ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ડિફેન્સ એક્સ્પો-2022 અગત્યનું સોપાન સિદ્ધ થશે."
ગુજરાતનું ગૌરવ ડિફેન્સ એક્સપો 2022
દેશના રક્ષા રાજ્યપ્રધાન અજય ભટ્ટની સહ-અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આયોજીત ડિફેન્સ એક્સ્પોના આયોજન માટેની એપેક્સ કમિટીની યોજાયેલી બેઠકમાં તેમણે કહ્યું કે, "10થી 14 માર્ચ દરમિયાન એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનું આયોજન સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ ઘટના છે. ડિફેન્સ એક્સ્પો-2022ના આયોજનથી રક્ષા ક્ષેત્રના ઉદ્યોગો અને તે માટેના મૂડી રોકાણકારોને ગુજરાતમાં સ્થાયી થવાની તક મળશે." તેમણે ડિફેન્સ એક્સ્પો-2022ના આયોજન માટેની ગુજરાત સરકારની તૈયારીઓ અને વ્યવસ્થાઓને બિરદાવી હતી.
ડિફેન્સ એક્સ્પો-2022ની થીમ ‘પાથ ટુ પ્રાઈડ’
કેન્દ્રીય રક્ષા રાજ્યપ્રધાન વધુમાં જણાવ્યું કે, "ડિફેન્સ એક્સ્પોની આ 12મી આવૃત્તિ લેન્ડ, નેવલ અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સના પ્રદર્શન પરની મેગા ઈવેન્ટ છે. ડિફેન્સ એક્સ્પો-2022 મેજર ફોરેન ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs)ને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સાથે સહયોગ કરવાની તક પૂરી પાડશે. આઝાદીના અમૃત મહોત્સવ'ની ઉજવણીના વર્ષે આયોજીત ડિફેન્સ એક્સ્પો-2022ની થીમ ‘પાથ ટુ પ્રાઈડ’ છે જે ભારતના લોકોની સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસને પણ પ્રદર્શિત કરશે."
63 દેશો લેશે ભાગ
ડિફેન્સ એક્સપોમાં 63 દેશોના 121 વિદેશી પ્રદર્શકો સહિત કુલ 973 પ્રદર્શકો ડિફેન્સ એક્સ્પો-2022 માટે નોંધણી કરાવી ચૂક્યા છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. ડિફેન્સ એક્સ્પો-2022 હાઇબ્રિડ ફોર્મેટમાં યોજવામાં આવશે, જેમાં ફિઝિકલ અને વર્ચ્યુઅલ એમ બંને પ્રકારના સ્ટોલ હશે. ડિફેન્સ એક્સ્પો-2022નું આયોજન 3 સ્થળોએ-3 ફોર્મેટમાં કરવામાં આવી રહ્યું છ, જેમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રદર્શન, મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઇવેન્ટ્સ અને સેમિનાર અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા માટે લાઇવ એક્ઝિબિશનનો સમાવેશ થાય છે.
કોણ રાજ્ય બેઠકમાં રહ્યા હાજર
ડિફેન્સ એક્સ્પો-2022ની એપેક્સ કમિટીની આ બેઠકમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજકુમારે એક્સપોની તૈયારીઓમાં રાજ્ય સરકારના સહકાર અને ડિફેન્સ ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ પહેલની માહિતી આપી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ભારતીય સેના, ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડ, CISF, CRFP, NDRF, NSG, BSF અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Defence Expo in Gandhinagar : ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી ડિફેન્સ એક્સ્પોના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતમાં રોકાશે
ડિફેન્સ એક્સપોને ધ્યાનમાં લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 માર્ચના રોજ સાંજે અમદાવાદ ખાતે (PM Modi In Ahmedabad) આવી જશે અને 10 માર્ચના રોજ ડિફેન્સ એક્સપો 2022નું ઉદઘાટન કરશે. આ એક્સપો 10થી 13 માર્ચ સુધી કાર્યરત રહેશે. ગુજરાતમાં ડિફેન્સ એક્સપોમાં 3 દિવસના ડિફેન્સ એક્સપોમાં સૌથી વધુ દેશો ભાગ લે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતમાં રોકાશે અને ડિફેન્સ એક્સપોના કાર્યક્રમમાં હાજરી આપશે. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર 2 વર્ષે યોજાતા ડિફેન્સ એક્સ્પોના 12માં સંસ્કરણના યજમાન તરીકે ગુજરાત પર પસંદગી ઉતારવામાં આવી છે. આમ આ એક્સપોથી રાજ્યમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટ પ્રોડક્શન (Defense Equipment Production In Gujarat) અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર (Defense Equipment Manufacturing sector In Gujarat)ને નવી દિશાઓ પ્રાપ્ત થશે.
આ પણ વાંચો: ડિફેન્સ એક્સપો 2020ઃ હેવી વેઈટ ટોર્પેડો વરૂણાસ્ત્ર આકર્ષણનું કેન્દ્ર
સંરક્ષણ ક્ષેત્રેના ઉચ્ચ અધિકારીઓ રહેશે હાજર
ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાઈ રહેલા ડિફેન્સ એક્સપો 2022માં સંરક્ષણ ક્ષેત્રના ઉચ્ચાધિકારીઓ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ દેશોના ડેલિગેટ્સ આ એક્સપોમાં હાજર રહેવાના છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને IAS અધિકારીઓ પણ આમાં હાજર રહેશે. ડિફેન્સ એક્સપો 2022માં અનેક આમંત્રિતો ગુજરાત અને ગાંધીનગરમાં આવશે ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી ગાંધીનગર પોલીસના માથે રહેશે. ગાંધીનગર પોલીસ દ્વારા પણ તમામ એક્શન પ્લાનનું આયોજન કરી દેવામાં આવ્યું છે. અત્યારે આ બાબતે ખાસ મેરેથોન બેઠકો પણ યોજવામાં આવી રહી છે. ડિફેન્સ એક્સપો નજીક હશે ત્યારે ગાંધીનગર શહેર અને હોટેલ લીલા તથા અમદાવાદની ફાઇવ સ્ટાર હોટલ કે જ્યાં ડેલીગેટનું રોકાણ કરવામાં આવશે તે તમામ જગ્યાને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવશે.