ETV Bharat / city

Defence Expo 2022:વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહિત રાજ્યની બે મોટી ઇવેન્ટ રદ

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અને ડિફેન્સ એક્સપો (Defence Expo 2022) ઇવેન્ટ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેનાના યુદ્ધના કારણે સર્જાયેલી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાને રાખતા ડિફેન્સ એક્સપો અને VGGS 2022 ઇવેન્ટ રદ કરવામાં આવી છે.

Defence Expo 2022: ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સપો અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઇવેન્ટ રદ

author img

By

Published : Mar 4, 2022, 8:30 PM IST

ગાંધીનગર: યુક્રેન અને રશિયા (Russia Ukraine War 2022) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ડિફેન્સ એક્સપો 2022 (Defence Expo 2022) મોકૂફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા 1 મેના રોજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Global Summit 2022)ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી જે પણ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

10 માર્ચથી 14 માર્ચ વચ્ચે ડિફેન્સ એક્સપોનું આયોજન કર્યું હતું

10 માર્ચથી 14 માર્ચ વચ્ચે યોજાવાનો હતો ડિફેન્સ એક્સપો

ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ (Gandhinagar helipad ground) ખાતે 10 માર્ચથી 14 માર્ચ વચ્ચે ડિફેન્સ એક્સપોનું આયોજન કર્યું હતું. આ બાબતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે મહત્વની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ હતી. આ સાથે જ ગાંધીનગર રામકથા મેદાન (Gandhinagar Ram Katha Ground) ખાતે પણ મોટા ટેન્ટ બાંધીને તૈયાર કરવામાં આવ્યા હતા. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન કરવાના હતા. હવે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ (russia ukraine crisis impact on india)ને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા ડિફેન્સ એક્સપો મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gandhinagar Defence Expo 2022 : ડિફેન્સ એક્સપોમાં રશિયા અને યુક્રેન ભાગ લેશે ?

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 રદ

રાજ્યમાં જાન્યુઆરીના પ્રથમ અઠવાડીયામાં કોરોનાના વધતા જતા કેસ (Corona Cases In Gujarat)ના કારણે રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા ખાનગી રાહે તૈયારીઓ ફરીથી શરૂ કરી દેવામાં આવી હતી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિન (Gujarat Foundation Day)ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે જેવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ જોવા મળી રહી છે અને વિદેશી ડેલિગેશન પણ અત્યારે આવી શકે તેમ ન હોવાના કારણે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 રદ કરાઈ હોવાની સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

આ પણ વાંચો: Defense Expo 2022: 10થી 13 માર્ચ સુધી ગાંધીનગર ખાતે યોજાશે ડિફેન્સ એક્સપો, PM મોદી કરશે ઉદ્ઘાટન

80થી વધુ દેશો આવના હતા ડિફેન્સ એક્સપોમાં

ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ડિફેન્સ એક્સપો 2022માં 80થી વધુ દેશો ભાગ લેવા માટે આવવાના હતા. અનેક દેશમાંથી ડિફેન્સ સાથે સંલગ્ન ધરાવતા એક્ઝિક્યુટિવ્સ ગુજરાત આવવાના હતા, પરંતુ જે રીતે અત્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લઈને ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા ડિફેન્સ એક્સપો મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડિફેન્સ એક્સપો પ્રથમ વખત ગુજરાતમાં યોજવાનું આયોજન હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.