ETV Bharat / city

Decision at cabinet meeting: રાત્રિ કરફ્યૂમાં 8 મહાનગરોમાં વધુ હવેથી એક કલાકની ઢીલ આપવામાં આવી - Corona Guide lines

ગુજરાતમાં 31 જુલાઈથી કર્ફ્યુંનો સમય ઘટાડાયો છે. રાત્રિના 11થી સવારના 6 સુધી કરફ્યૂ રહેશે. કરફ્યૂમાં એક કલાકની ઢીલ ( Night Curfew) આપવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં આ મહત્વપૂર્ણ નિર્ણય ( Decision at cabinet meeting ) લેવામાં આવ્યાં છે.

Decision at cabinet meeting: રાત્રિ કરફ્યૂમાં 8 મહાનગરોમાં વધુ હવેથી એક કલાકની ઢીલ આપવામાં આવી

author img

By

Published : Jul 28, 2021, 9:10 PM IST

  • 31 જુલાઈથી રાત્રિના 11થી સવારના 6 સુધી કરફ્યૂ રહેશે
  • કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
  • જાહેર સમારંભોમાં 400 લોકોની છૂટ

ગાંધીનગર: અત્યારની પરિસ્થિતિ જોઈએ તો કોરોના પર કંટ્રોલ આવ્યો છે. કેસો ઘટતા રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ ( Night Curfew) અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ હાલ રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે 31 જૂલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.

જાણો અન્ય કયા પ્રકારની છૂટ આપવામાં આવી
8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈથી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે. ખાસ કરીને કોરોનાના એક સમયે આવતા 14 હજાર જેટલા કેસો બિલકુલ ઘટી ગયા છે ત્યારે રાજ્ય સરકાર તેને લઈને લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ( Night Curfew) કેટલીક છૂટ આપી રહી છે.

ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી
ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને પણ કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય ( Decision at cabinet meeting ) લેવાયો છે.સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ ( Ganeshotsav ) ઉજવવામાં આવશે. જેથી સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા ( Ganesh Idol ) રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લોકો ગણેશ ઉત્સવ પોતાની સોસાયટીમાં અને ઘરે સ્થાપના કરી ઉજવતા હોય છે ત્યારે આ વર્ષે 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી અપાઇ છે.

આ પણ વાંચોઃ CM Vijay Rupani: રાજકોટને નર્મદાનું પાણી આપવાનો મુખ્યપ્રધાને કર્યો આદેશ

આ પણ વાંચોઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકારનો નિર્ણય, RTPCR અને CT Scanનાં ભાવમાં ઘટાડો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.