ગાંધીનગર : આ બાબતે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળના પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું કાર્યરત છે. જેમાં હવે મુદત વધારવામાં નહીં આવે. જો મુદત લંબાવવામાં આવે તો રાઇટ ટુ એજ્યુકેશન હેઠળના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ સમયસર જાહેર ન કરી શકવાના કારણોસર વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની સંભાવના થાય છે. તેના માટે હવે મુદત લંબાવવામાં નહીં આવે.
રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની મુદત લંબાવવામાં આવે અથવા તો નામંજૂર થયેલા સુધારા કરવાની મુદત આપવામાં આવે તો રાઇટ ટુ એજ્યુકેશનના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ સમયસર જાહેર કરી શકાય નહીં જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર પણ અસર પડે.
RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો નહીં થાય : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા - RTE
રાજ્યમાં ગરીબ બાળકો સારી શાળામાં અને મફતમાં ભણી શકે તે માટે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતાના કારણોસર વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આજે આરટીઈ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે.