ETV Bharat / city

ગુજરાતમાં થશે કોવેક્સિનનું ઉત્પાદન: ઑગસ્ટથી પ્રતિમાસ 20 મિલિયન વેક્સિનનું રૉમટિરિલ થશે તૈયાર - વેક્સિનનું રૉમટિરિલ

મુખ્યપ્રધાને જાહેરાત કરી છે કે કૉવેક્સિનના ઉત્પાદનમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે અન્ય બે સંગઠનો સાથે મળીને ગુજરાતમાં કૉવેક્સિન માટે જરૂરી ડ્રગ સબસ્ટન્સના ઉત્પાદન માટે ભારત બાયોટેક લિમિટેડ સાથે એમઓયુ કર્યા છે.

ગુજરાતમાં થશે કોવેક્સિનનું ઉત્પાદન
ગુજરાતમાં થશે કોવેક્સિનનું ઉત્પાદન
author img

By

Published : May 27, 2021, 11:02 PM IST

  • કૉવેક્સિનના ઉત્પાદનમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે
  • ભારત બાયોટેક લિમિટેડ સાથે એમઓયુ કર્યા
  • 20 મિલિયન વૅક્સિન ડૉઝનું મટિરિયલનું ગુજરાતમાં થશે ઉત્પાદન

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કાળો કહેર છે. લોકો કોરોનાથી રક્ષણ મેળવવા માટે વેક્સિન માટે કેટલાય દિવસોથી રાહ જોઈ રહ્યાં છે જ્યારે યુવાનોને ફક્ત 10 જ જિલ્લામાં વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે ગુરુવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી હતી કે હવે ઓગસ્ટ 2021થી રાજ્યમાં જ કોવેક્સિનનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં પ્રતિમાસ 20 મિલિયન ડોઝ ઉત્પાદન થશે.

વેક્સિનમાં ગુજરાતની ભૂમિકા
ગુજરાત અને સમગ્ર દેશની વેક્સિનની માંગને પહોંચી વળવામાં સરકારનું ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. મુખ્યપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે ગુરુવારે હેસ્ટર બાયોસાયન્સિઝ લિમિટેડ અને ઑમ્નિબીઆરએક્સ ટેકનોલોજીઝ સાથે મળીને ગુજરાતમાં વેક્સિન માટે જરૂરી ડ્રગ સબસ્ટન્સના ઉત્પાદન માટે ભારત બાયોટિક લિમિટેડ સાથે એમઓયુ કર્યા છે.

આ પણ વાંચો: ગાંધીધામ LCBના 4 કર્મચારીઓએ નિયમોની વિરુદ્ધ જઈને જન્મદિવસની કરી ઉજવણી, વીડિયો થયો વાયરલ

ઉત્પાદનની જટિલ પ્રક્રિયા
વેક્સિન ઉત્પાદનએ અત્યંત જટિલ અને લાંબી પ્રક્રિયા છે અને તેથી જ તે નિયંત્રિત માત્રામાં થાય છે. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જો આયોજનબદ્ધ રીતે જ બધું પાર પડયું તો ઓગસ્ટ 2021 થી પ્રતિમાસ 20 મિલિયન વેક્સિન ડોઝનું નિર્માણ થઈ શકે એટલી ક્ષમતાના મટિરિયલનું ઉત્પાદન ગુજરાતમાં થશે. વેક્સિનેશનથી જ કોરોના વાયરસ સામે રક્ષણ મળી શકે એવી સ્થિતિ છે ત્યારે વેક્સિનેશન ટેકનોલોજીના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવી અનિવાર્ય છે.

આ પણ વાંચો: અમદાવાદીઓને રાહત: શબવાહિની અને એમ્બ્યુલન્સ માટે આવતા કોલમાં થયો ઘટાડો

ગુજરાતના નાગરિકોને થશે ફાયદો
ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના આ એમઓયુથી ગુજરાતમાં ડ્રગ સબસ્ટન્સના જથ્થાબંધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે. પરિણામે વેક્સિનના ઉત્પાદનમાં વૃદ્ધિ થશે અને ગુજરાત અને ભારતના નાગરિકો માટે ઉપલબ્ધ થઇ શકશે. જ્યારે સૂત્ર પ્રમાણે ઉત્પાદનના 50 ટકા વેક્સિન ગુજરાત સીધી ખરીદી કરશે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નૉલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થા - ગુજરાત બાયૉટેકનોલોજી રિસર્ચ સેન્ટર ભારત બાયોટિક લિમિટેડની ટેક્નોલોજીના સ્થળાંતરણ માટે માર્ગદર્શક, સલાહકાર અને સહયોગી તરીકે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જ્યારે હેસ્ટર બાયોસાયન્સિઝ લિમિટેડ કૉવેક્સિન માટે ઉપયોગી એવા ડ્રગ સબસ્ટાન્સના ઉત્પાદન માટે યોગ્ય અને જરૂરી બાયોસેફટી લેવલ-3 કક્ષાની લેબોરેટરીનું નિર્માણ કરશે એટલું જ નહીં જરૂરી નિયમનકારી મંજૂરીઓ પણ મેળવશે. જ્યારે ઑમ્નિબીઆરએક્સ ટેકનોલોજી સપોર્ટર તરીકે ફરજ બજાવશે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને ગુજરાત સરકાર માર્ગદર્શક અને સહયોગીની ભૂમિકામાં છે. ગુજરાત સરકાર કોઈ કંપની કે ઉત્પાદકને આર્થિક સહયોગ નહીં આપે પરંતુ ઉત્પાદન સમયેએ ભારત બાયોટેક લિમિટેડ સાથે વેક્સિનના જરૂરી જથ્થાની ખરીદી માટે કરાર કરી શકે છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે covid-19 માટેની વેક્સિન અને ડાયગ્નોસ્ટિક્સ વિકસાવવા હેસ્ટર બાયોસાયન્સિઝ પ્રાઇવેટ લિમિટેડ, સુપ્રાટેક લેબોરેટરી અને વેકરીયા હેલ્થ કેર સાથે એમઓયુ પણ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.