ETV Bharat / city

Course of natural farming : બાળકો ભણશે પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમ, કયા ધોરણથી શરુ થશે અને શું ભણાવાશે તે જાણો

રાજ્યમાં ધોરણ-9 થી 12 ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓમાં પ્રાકૃતિક ખેતીની પૂરતી સમજ ખીલશે.

Course of natural farming : બાળકો ભણશે પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમ, કયા ધોરણથી શરુ થશે અને શું ભણાવાશે તે જાણો
Course of natural farming : બાળકો ભણશે પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમ, કયા ધોરણથી શરુ થશે અને શું ભણાવાશે તે જાણો
author img

By

Published : Jun 9, 2022, 9:14 PM IST

Updated : Jun 9, 2022, 9:30 PM IST

ગાંધીનગર : ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, જ્યારે અત્યારે દેશમાં પ્રાકૃતિક ખેતી મહત્ત્વ વધી રહ્યું છે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતની જાહેરાત કરતા રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) જણાવ્યું છે કે, હવે રાજ્યમાં ધોરણ-9 થી 12 ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ (Course of natural farming) કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે, વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરશે.

ખતરનાક રસાયણોથી મુક્ત ખેતી - શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ખતરનાક રસાયણોથી મુક્ત ખેતીના ભાવિ માટે અને દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકી તે માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે. તેવી જ રીતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ધરતી માતાને ઝેર આપવાનું બંધ કરી રાજ્યના ખેડૂતો પાસે કુદરતી ખેતી કરાવવાના સંકલ્પ સાથે એક ઝૂંબેશ છેડી છે. રાજ્યમાં આ ઝીરો બજેટ ફાર્મિંગ પર ભાર મૂકી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર (Dang is a district with natural agriculture) કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ વાહ..! વિસનગરના ખેડૂત પ્રધાનમંત્રી એક સ્વપ્ન સાકાર કરી રહ્યા છે આ રીતે...

ધોરણ-9 ના આ વિષયમાં સમાવેશ - વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી અવસ્થા દરમ્યાન શાળાકીય અભ્યાસક્રમ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમમાં(Standard 9 social science subject) પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં લેવામાં આવ્યો છે. ત્યારબાદ ક્રમશઃ ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12 ના અભ્યાસક્રમમાં પણ પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો- Organic Farming In Kutch: અન્ન ઔષધ હતું તે હવે ઝેર બન્યું, પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સમય આવી ગયો છે

આગામી વર્ષોમાં ક્રમશ વધારો થશે - શૈક્ષણિક વર્ષ-2022-23 થી ધોરણ-9માં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેથી ધોરણ-9ના બાળકોને આ વર્ષે જ સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમ દ્વારા તેની જાણકારી પ્રાપ્ત થશે. હવે પછીના વર્ષોમાં ક્રમશ: આગળના ધોરણોમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવનાર છે.

ભવિષ્યના ખેડૂતો તૈયાર થશે - પ્રાકૃતિક ખેતીનો સમાવેશ અભ્યાસક્રમમાં થવાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે. જેથી તેઓ તેમના વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરશે. આ ઉપરાંત ભવિષ્યમાં તે પોતે પણ પ્રાકૃતિક ખેતી કરીને વધારે ઉત્પાદન મેળવી શકશે તેમજ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ (Use of chemical fertilizers and pesticides ) પણ નહિવત પ્રમાણમાં કરશે. જેના કારણે ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન થઇ શકશે. જેના થકી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ પ્રાપ્ત થશે અને તેમનું આરોગ્ય સુધરશે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયથી રાજ્યના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થશે તેમજ વિશાળ દ્રષ્ટિએ વિચારતા રાજ્યના નાગરિકોના હિતમાં આ નિર્ણય ખૂબ જ લાભદાયી નીવડશે.

પ્રકરણમાં માહિતી કેવી હશે - વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, "ભારતીય કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય" (History of Indian Agriculture and Introduction to Natural Farming) શીર્ષક હેઠળ ઉમેરવામાં આવેલા આ પ્રકરણમાં ભારતીય કૃષિનો ઇતિહાસ ઉપરાંત પ્રાચીન આત્મનિર્ભર ગ્રામ્ય વ્યવસ્થા, હરિયાળી ક્રાંતિનો ઉદ્ભભવ અને તેના પરિણામો, પ્રાકૃતિક ખેતી એટલે શું? તથા શા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે તેની વિસ્તૃત સમજ આ પ્રકરણમાં આપવામાં આવી છે.

Last Updated : Jun 9, 2022, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.