ETV Bharat / city

કોરોના વોરિયર્સ : ખાનગી ડોકટરોને સરકાર N95 માસ્ક આપશે

ગુજરાત સરકારે ખાનગી ડોકટરોને કોરોના સામેની લડાઈ લડવા માટે નિયુક્તિ કરી છે ત્યારે કોરોના વાઇરસની સામે લડી રહેલાં ખાનગી ડોકટરને ચેપ ન લાગે તે માટે ખાનગી ડોકટરોને N95 માસ્ક આપવાનો નિર્ણય કર્યો છે.

કોરોના વોરિયર્સ : ખાનગી ડોકટરોને સરકાર N95 માસ્ક આપશે
કોરોના વોરિયર્સ : ખાનગી ડોકટરોને સરકાર N95 માસ્ક આપશે
author img

By

Published : Apr 3, 2020, 5:23 PM IST

ગાંધીનગર : કોરોના વાઇરસના કેસ ગુજરાતમાં દિવસે દિવસે વધી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે લોકોની સ્વાસ્થ્યની ચિંતા કરીને ખાનગી ડોકટરોને કોરોના સામેની લડાઈ લડવા માટે નિયુક્તિ કરી છે અથવા તો ખાનગી ડોકટરોની પણ સેવા લેવામાં આવી રહી છે. ત્યારે કોરોના વાઇરસ સામે લડી રહેલાં ખાનગી ડોકટરને ચેપ ન લાગે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાનગી ડોકટરોને N95 માસ્ક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોના વોરિયર્સ : ખાનગી ડોકટરોને સરકાર N95 માસ્ક આપશે
આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં આવેલી દેશની વિરુદ્ધ લડવા માટે ખાનગી ડોક્ટરોની સેવા મળી રહી છે ત્યારે ખાનગી ડૉક્ટરોનેે કોઈપણ પ્રકારનો ચેપ ન લાગે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 25 હજાર જેટલા ખાનગી ડોક્ટરોને અને તેમની સાથે રહેલા સ્ટાફને આપવામાં આવશે. તમામ જિલ્લાકક્ષાએ અને મહાનગરપાલિકામાં આજે ખાનગી ડોક્ટરોની સેવા આપી રહ્યાં છે તે તમામને રાજ્ય સરકાર માસ્કનું વિતરણ કરશે.અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોને મફતમાં રેશન આપવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં ૩૧ લાખથી વધુ પરિવારોને અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે જ્યારે મોટાભાગની કામગીરી આજે સાંજ સુધી પૂરી કરી દેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે લૉક ડાઉનની પરિસ્થિતિમાં લોકોને અનેક તકલીફ પડી રહી છે ત્યારે રાજ્ય સરકારના ફરિયાદ નિવારણ કેન્દ્ર ઉપર ગઈકાલે 428 જેટલા ફોન આવ્યાં હતાં. જ્યારે જિલ્લાકક્ષાએ કુલ 898 ફોન આવ્યાં હતાં. જેમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની લઈને પડતી મુશ્કેલીઓ અંગેની ફરિયાદ સરકારને મળી હતી. આ ઉપરાંત જીવનજરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડતાં ફેરિયાઓ છે તથા અન્ય વ્યક્તિઓને 2 લાખ પાસ જે તે જિલ્લા તંત્ર દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યાં છે. અને અત્યાર સુધીમાં કુલ 10,000 જેટલા લોકોને આશ્રયસ્થાન પર રાખવામાં આવ્યાં છે. ગઈ કાલે 32 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હોવાની વિગત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.