ETV Bharat / city

કોરોના વેક્સિનની કિંમત જાહેર: સરકારી હોસ્પિટલમાં ફ્રી, ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયા ચાર્જ - કોરોના વેક્સિનની કિંમત

1 માર્ચથી સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશનનો ત્રીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે. જેમાં 60 વર્ષથી વધુની ઉંમરના લોકો તથા 60 વર્ષ અને 45 વર્ષની ઉંમરના લોકો કે જે ગંભીર બીમારીથી પીડાય છે, તેવા વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવશે.

કોરોના વેક્સિનની કિંમત જાહેર
કોરોના વેક્સિનની કિંમત જાહેર
author img

By

Published : Feb 27, 2021, 4:54 PM IST

Updated : Feb 27, 2021, 5:13 PM IST

  • 1 માર્ચથી વેક્સિનેશનનો ત્રીજો તબક્કો શરૂ
  • કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત
  • સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં વેસ્કિન, ખાનગીમાં 250 રૂપિયા પ્રતિ ડોઝ
  • 100 રજિસ્ટ્રેશન અને 150 વેસ્કિનનો ચાર્જ

ગાંધીનગર:1 માર્ચથી સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશનનો ત્રીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે. જેમાં 60 વર્ષથી વધુની ઉંમરના લોકો તથા 60 વર્ષ અને 45 વર્ષની ઉંમરના લોકો કે જે ગંભીર બીમારીથી પીડાય છે, તેવા વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવશે. આ બાબતે કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લેવા બાબતનો પણ ચાર્જ જાહેર કર્યો છે. જેમાં રજિસ્ટ્રેશન દરમિયાન 100 રૂપિયા અને વ્યક્તિના 150 રૂપિયા આમ કુલ 250 રૂપિયામાં પ્રતિ ડોઝની કિંમત નક્કી કરવામાં આવી છે, જ્યારે સરકારી હોસ્પિટલોમાં રસી ફ્રી આપવામાં આવશે.

કોરોના વેક્સિનની કિંમત જાહેર
કોરોના વેક્સિનની કિંમત જાહેર

રજિસ્ટ્રેશન માટે એપ્લિકેશન

મહત્વની વાત કરવામાં આવે તો જે વ્યક્તિઓએ કોરોનાની વેક્સિન લેવી હોય તે લોકોને પ્રથમ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે, જ્યારે એક મોબાઈલ નંબર મારફતે ફક્ત 4 લોકો જ રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ ઉપરાંત જે લોકો પાસે મોબાઇલની વ્યવસ્થા ન હોય તેવા લોકોને હોસ્પિટલમાં જઈને ઓફલાઈન રજિસ્ટ્રેશન કરવાની સુવિધા પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. જેમાં પણ રજિસ્ટ્રેશન દરમિયાન 100 રૂપિયા ફી ચૂકવવી પડશે, પરંતુ ખાનગી હોસ્પિટલને છોડીને તમામ સરકારી હોસ્પિટલમાં એપ્લિકેશન ફ્રીમાં કરવામાં આવશે.

કેટલા લોકોને વેક્સિન આપવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19ના રસીકરણ પ્રથમ તબક્કામાં આજ દિન સુધી 4.82 લાખ હેલ્થ કેર વર્કર પૈકી કુલ 4.7 લાખ (84 ટકા)થી વધુ અને 5.41 લાખથી ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4.14 લાખ (77 ટકા)થી વધુને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ, જ્યારે 1.64 લાખ બીજા ડોઝને પાત્ર હેલ્થ કેર વર્કર પૈકી 1.23 લાખ (76 ટકા)ને બીજો ડોઝ, આપી દેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રસી આપવા બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રતિ 10 લાખ વસ્તીની સામે ગુજરાત પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા કોવિડ-19ની રસીના 15.70 લાખ જેટલા ડોઝ, જ્યારે કોરોનાની બીજી રસીના 5.86 લાખ જેટલા ડોઝ પ્રાપ્ત થયા છે.

Last Updated : Feb 27, 2021, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.