ETV Bharat / city

18થી 44 વય જૂથમાં કોરોના રસીકરણની કામગીરીમાં રોજના 30 હજાર બદલે 24 મે થી 1 લાખ ડોઝ અપાશે - corona update

18થી 44 વય જૂથના લોકોના કોરોના રસીકરણ કામગીરીમાં રોજના 30 હજાર ડોઝ આપવામાં આવે છે, તે વધારીને આવતીકાલ સોમવાર 24 મે થી એક અઠવાડિયા સુધી રોજના 1 લાખ ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન રૂપાણીએ આ અંગે જાહેરાત કરી છે.

corona Vaccination
corona Vaccination
author img

By

Published : May 23, 2021, 10:02 PM IST

  • એક અઠવાડિયા સુધી દૈનિક 1 લાખ ડોઝ આપવાનો નિર્ણય
  • કોરોના રસીકરણની કામગીરીને વેગ આપવા લેવાયો નિર્ણય
  • 18થી 44ના વય જૂથ માટે 10 શહેરોમાં ચાલે છે કોરોના રસીકરણ

ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના રસીકરણની કામગીરી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં 10 શહેરોમાં હાલ ચાલી રહેલી 18થી 44 વય જૂથના લોકોની કોરોના રસીકરણની કામગીરીમાં વધારો કરવા માટે મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા આ નિર્ણયને આવ્યો છે. રાજ્યમાં 18થી 44ની વય જૂથના યુવાઓ માટે ઝડપથી અને વ્યાપકપણે કોરોના રસીકરણ 23 મેથી શરૂ થશે.

આ પણ વાંચો - 1 એપ્રિલથી 45 વર્ષથી વધુના તમામ લોકોને રસી આપવાની શરૂઆત

આરોગ્ય વિભાગને આ ડોઝ એક સપ્તાહ સુધી 1 લાખ ડોઝ રસીકરણ કરવા સૂચવ્યું

વધુને વધુ યુવાઓને કોરોના સામેના આ અમોધ શસ્ત્ર એવા રસીકરણનો લાભ આપી કોરોનાથી સુરક્ષિત રાખવાના આરોગ્ય રક્ષા ભાવ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગને આ ડોઝ એક સપ્તાહ સુધી 1 લાખ ડોઝ રસીકરણ કરવા સૂચવ્યું છે. યુવા આરોગ્ય હિતકારી આ નિર્ણયથી અગાઉ 30 હજાર યુવાઓના રોજ થતા રસીકરણમાં હવે રોજના એક લાખ યુવાઓને આવરી લેવાશે. ફ્રન્ટલાઈન વોરિયર્સ 45થી વધુ વયના લોકોના રસીકરણમાં ગુજરાતે અગ્રેસરતા મેળવ્યા બાદ હવે 18થી 44 વય જૂથના લોકોનું પણ વ્યાપક અને ઝડપી રસીકરણ કરીને યુવાઓની આરોગ્ય રક્ષા ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર રહેવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો - રાજકોટમાં 48 સ્થળોએ વેક્સિનેશન શરૂ, 10 હજાર લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળશે

આ નિર્ણયને પરિણામે એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશે. આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગે આ રસીકરણ વ્યવસ્થા સુચારુ અને સુઆયોજિત રીતે પાર પડે, તે માટેનું આયોજન કર્યું છે. ગુજરાત સમગ્ર દેશમાં પર મિલિયન વેક્સિનેશનમાં અગ્રેસર રહ્યું છે. નવા ડોઝ જલ્દી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ કોરોના રસીકરણની કામગીરી શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો - અમદાવાદમાં 4થુ ડ્રાઈવ થ્રુ વેકસીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.