- ગાંધીનગરમાં વેક્સિનેશનના 20 સેન્ટર્સ કરાયા બંધ
- વેક્સિનેશન સેન્ટર્સની સંખ્યા 15થી વધારીને 35 કરાઈ હતી
- 5મા દિવસે જ વેક્સિન ખૂટી પડતા વેક્સિનેશન સેન્ટર્સ કરાયા બંદ
ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજ્યના અન્ય શહેરો અને PHC સેન્ટરની જેમ જ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પણ વેક્સિન મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોતાના મત વિસ્તારમાં આવેલા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) પણ ગાંધીનગર મનપા વિસ્તારના સેન્ટરની મુલાકાત લીધી હતી, જેથી એ દિવસે કોર્પોરેશને 10 સેન્ટર્સ વધારી 35 સેન્ટર્સ કર્યા હતા. જોકે, વેક્સિનના અભાવે પાંચમા દિવસે 20 સેન્ટર ઓછા કરી માત્ર 15 જ સેન્ટર પરથી વેક્સિન આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો- Speed in vaccination: વોક થ્રૂ વેક્સિન બાદ જિલ્લામાં 3 દિવસમાં 30,563, મનપા વિસ્તારમાં 14,400 લોકોનું વેક્સિનેશન
રોજનો 5,000નો ટાર્ગેટ હતો, હવે કહે છે 2 દિવસમાં 4,000 જ ડોઝ બચ્યા છે
કોરોના વેક્સિનેશન મહાભિયાન 4 દિવસ જ ચાલ્યું હતું. તેમાં પણ અમિત શાહના આગમન સમયે 25 સેન્ટર હતા, જે વધારીને 35 કરાયા હતા. જ્યારે અત્યારે લોકોને 20 સેન્ટરો મનપા વિસ્તારમાં બંધ કર્યા છે. સેક્ટર 21, 27, કુડાસણ, રાંધેજા, વાવોલ, સેક્ટર 22, સેક્ટર 3 સહિતના વેક્સિનેશન સેન્ટર બંધ હાલતમાં જ છે. એક જ દિવસમાં આ સેન્ટર બંધ હોવાથી લોકોને ધરમધક્કો ખાવો પડી રહ્યો છે. વેક્સિનેશન સેન્ટર બંધ હાલતમાં જોઈ લોકો પણ નિરાશ થઈ ગયા છે. 4 દિવસ પહેલા અમિત શાહ તેમના મત વિસ્તારમાં લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરીને ગયા છે ત્યાં 5 માં દિવસે વેક્સિન ના અભાવે સેન્ટર જ બંધ છે.
કોર્પોરેશને 21 જૂન પછી 4 દિવસમાં 18,570 લોકોને વેક્સિન આપી, હવે કહે છે વેક્સિન નથી
કોર્પોરેશન 21 જૂન પછી 4 દિવસમાં 18,570 લોકોને વેક્સિન આપી છે. રોજના અંદાજિત 5,000 લોકોને આપવામાં આવતી હતી. 35 સેન્ટર પરથી મોટી સંખ્યામાં લોકો લેવા આ 4 દિવસ આવી રહ્યા હતા, પરંતુ પાંચમા દિવસે વેક્સિનના અભાવે ફરીથી લોકોને ધરમધક્કો પડી રહ્યો છે. કોર્પોરેશન પાસે અત્યારે માત્ર 2 દિવસના 4,000 જેટલા જ ડોઝ બચ્યા છે, એટલે કે એક દિવસમાં 2,000 જ વેક્સિનના ડોઝ મળશે, સામે વેક્સિન લેનારા રોજના 4થી 5 હજાર લોકો છે.
જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 29 સેન્ટર પર જ વેક્સિન આપવાની કામગીરી થઈ રહી છે
જિલ્લામાં પણ 90 સેન્ટર અત્યાર સુધી ચાલુ હતા. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈ કાલે માત્ર સાત સ્થળો પર જ કોરોના વેક્સિનેશન કાર્યક્રમ યોજાશે.