- ગાંધીનગર મહાનગરપાલિકા અને સેકટર 5 વસાહત મહામંડળ દ્વારા યોજાયો કેમ્પ
- સેક્ટર 5માં લોકોએ ગાંધીનગર મહાનગરપાલિકાના કેમ્પમાં લીધી રસી
- ગાંધીનગર મહાનગરપાલિકા 45થી વધુ ઉંમરના માટે કરે છે કેમ્પનું આયોજન
ગાંધીનગર : સેક્ટર 5ના વસાહતીઓ જે 45 વર્ષથી વધુ ઉમરના છે અને જેમને કોરોનાની વેક્સિન લેવાની બાકી છે, તેવા વસાહતીઓને ઘર આંગણે જ કોરોના વેક્સિન ( corona vaccine ) આપવામાં આવી હતી. સોમવારના રોજ સવાર 10થી 5 કલાક દરમિયાન સેક્ટર 5 સરકારી દવાખાના ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ ( Corona Vaccination Camp )નું આયોજન કરવામાં આવ્યું હતું.
વસાહત મંડળના હોદ્દેદારો દ્વારા લોકોને કોરોના રસી લેવા માટે જાગૃત કરાયા
કોરોના વેક્સિનેશન કેમ્પ ( Corona Vaccination Camp )નુ આયોજન કરનારા વસાહત મંડળના હોદ્દેદારો કેશરીસિંહ બિહોલા, નરેશ પરમાર, વિનોદ ભટ્ટ, ધનશ્યામસિંહ ગોલ, કાનજી દેસાઈ, સહિતના હોદ્દેદારોએ કોરોના વેક્સિન ( corona vaccine ) લેવાની હોય તેવા વસાહતીઓનો સંપર્ક કરી ઘર આંગણે લાભ લેવા માટે સમજાવી કોરોના વેક્સિનેશન કેમ્પ ( Corona Vaccination Camp )ને સફળ બનાવવ્યો હતો અને પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar Municipal Corporation ) દ્વારા પણ કોરોના વેક્સિનેશન કેમ્પ ( Corona Vaccination Camp )માં પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો.
લોકોની માગને જોતા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પ ( Corona Vaccination Camp )નું આયોજન
ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar Municipal Corporation ) દ્વારા જો વધુ લોકોને એક જ વિસ્તારમાં કોરોના વેક્સિનની જરૂર હોય અને તેમને આ સંદર્ભે જાણ કરવામાં આવે છે, તો કોરોના વેક્સિનેશન કેમ્પ ( Corona Vaccination Camp ) કરીને કોરોના વેક્સિન આપવામાં આવે છે. જેથી ગાંધીનગરમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકો આ પ્રકારની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ગાંધીનગર મહાનગરપાલિકા( Gandhinagar Municipal Corporation )ને જાણ કરતા તેમને કોરોના વેક્સિન ( corona vaccine ) જરૂરથી મળે છે. સેક્ટર 5માં વસાહત મંડળ દ્વારા આ પ્રકારનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar Municipal Corporation )ના સહયોગથી કરાતા એક જ દિવસમાં 99 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.
આ પણ વાંચો -
- પ્રધાનમંત્રી મજૂર આવાસ યોજના અંતર્ગત રાજ્ય સરકાર જમીનની ફાળવણી કરશે
- ગુજરાત સરકાર અને Indian Oil Corporation વચ્ચે 24,000 કરોડના MOU, વડોદરામાં નવા 6 Project થશે કાર્યરત
- ગાંધીનગર જિલ્લાની 1400થી જેટલી સ્કૂલોના 2.80 હજાર સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કરાયો
- કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આજથી સચિવાલય 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત
- ધોરણ 10ની માર્કશીટ તૈયાર કરવા શિક્ષણ વિભાગે બાયસેગ દ્વારા યોજી વીડિયો કોન્ફરન્સ