ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાઇરસનું સંક્રમણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 187, સુરત મહાપાલિકા વિસ્તારમાં 181, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 71, સુરત 75, રાજકોટ કોર્પોરેશન 44, દાહોદ 31, સુરેન્દ્રનગર 31, ભરૂચ 27, જામનગર કોર્પોરેશન 25, કચ્છ 24, અમદાવાદ, ભાવનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન મહેસાણા, પાટણ 23-23, ગાંધીનગર 22, જૂનાગઢ 20, નવસારી, અઢાર, ભાવનગર રોડ રાજકોટ 15, બનાસકાંઠા 14, ખેડા 13, પંચમહાલ 12, ગીર સોમનાથ, વડોદરા 11-11, આણંદ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, વલસાડ 9-9, બોટાદ 7, મહીસાગર 7-7, છોટાઉદેપુર 5, તાપી 5, મોરબી 4, સાબરકાંઠા 4, અમરેલી 3 3, અરવલ્લી 3 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.
જ્યારે 89 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2,257 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 25,173 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે બીજા નંબરે રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 181 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 75 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 256 સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.